Book Title: Dashvaikalik Sutra Vrutti Ane Dinag
Author(s): Jambuvijay
Publisher: Jambuvijay

View full book text
Previous | Next

Page 3
________________ ૭૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [[વર્ષ : ૧૭ ગણાય છે. પરંતુ એ જાણી લેવું જરૂરી છે કે નવા પ્રવેશ સિવાયના ઉપર જણાવેલા તમામ દિનાગના ગ્રંથ તેના મૂલ સંસ્કૃત સ્વરૂપમાં નષ્ટ થઈ ગયા છે. ચાયવેરાની રક્ષા કરવાને યશ પણ પાટણ અને જેસલમેરના જૈન ગ્રંથભંડારોને તથા અન્યદર્શનના ગ્રંથની પણ રક્ષા કરવાની જૈનાચાર્યોની ઉદાર અને ઉદાર મને વૃત્તિને જ ફાળે જાય છે. દિનાગના બાકીના ગ્રંથ તેના મૂલ સંસ્કૃત સ્વરૂપમાં નષ્ટ થઈ ગયા મનાય છે. અને મારા વિદ્વાન મિત્ર રંગાસ્વામી રામાનુજ આયંગરના જણાવવા પ્રમાણે The original itself which was in Sanskrit wholly disappeared and does not seem to have been heard of in India after the advent of Moslem rule. હિંદુસ્થાનમાં મુસ્લિમ રાજ્ય સ્થપાયા પછી એ સંસ્કૃત ગ્રંથનું નામ પણ કોઈના સાંભળવામાં આવ્યું હોય એમ લાગતું નથી. છતાં એ જાણવું રસપ્રદ થઈ થઈ પડશે કે દિનાગતા ઉપર જણાવેલા સંસ્કતગ્રંથ નષ્ટ થઈ ગયા હોવા છતાં પણ આજથી હજાર વર્ષ પૂર્વે ચીન તથા ટિબેટના લેકાએ તેના ચીની તથા ટિબેટન ભાષામાં કરેલા અનુવાદો (ભાષાંતરે ) મળી આવે છે. તેમાં પણ ટિબેટન ભાષામાં જે અનુવાદો છે તે અક્ષરશ છે અને ઘણુ સારા છે. જે આ ભાષાને અભ્યાસ કરીને આ અનુવાદેને વાંચવામાં આવે તે લગભગ મૂલગૂંથની ગરજ સારે, એમ કહી શકાય. પરંતુ બધા આ ભાષા શીખી ન શકે. આથી મહેસુરની યુનિવર્સીટિ રિસર્ચ ઈન્સ્ટીટયુટ અને ઓરિએન્ટલ લાયબ્રેરીના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીરંગાસ્વામી રામાનુજ આયંગર શાંતિનિકેતનમાં રેમના પ્રોફેસર ટુચી પાસે ટિબેટન ભાષાને અભ્યાસ કરતા હતા ત્યારે આ ટિબેટનગ્રંથ જેવામાં આવતાં તેનું ઐતિહાસિક મહત્વ ધ્યાનમાં રાખીને આ ટિબેટન અનુવાદ ઉપરથી ફરીથી સંસ્કૃતમાં અનુવાદ (Retranslation) કરીને તેને સર્વજનસુલભ બનાવવા માટે તેમણે કઠિનતર પરિશ્રમ શરૂ કર્યો. એક તે ટિબેટન ભાષા જ કઠિણ અને વિચિત્ર છે. ઉપરાંત તેને અભ્યાસ ભારતમાં બંગાળની અંદર શાંતિનિકેતન, કલકત્તા યુનિવર્સીટિ વગેરે બે-પાંચ સ્થળેએ જ કરાવવામાં આવે છે. ટિબેટન અનુવાદ લગભગ હજાર વર્ષ પૂર્વે થયા હેવાથી હજાર વર્ષ પૂર્વેની ટિબેટન ભાષામાં અને આજે ટિબેટમાં બોલાતી ભાષામાં ઘણું જ મોટું અંતર પડી ગયું છે એટલે પ્રાચીન ટિબેટન ભાષાના સંસ્કૃતાનુસારી અનુવાદો માટે પ્રાચીન ટિબેટન ભાષા શીખવી પડે છે. ભારતમાં કાશી, કલકત્તા, શાંતિનિકેતન, દાર્જીલીંગ, નાલંદા, આશ્વર (મદ્રાસ) વગેરે છ-સાત સ્થળોએ જ ટિબેટન ભાષાના ગ્રંથ છે. આમાંની ઘણીખરી સંસ્થાઓ બહાર ગ્રંથ વાંચવા માટે અપાતી નથી. એટલે ભાષા શીખ્યા પછી આ ગ્રંથ મેળવતાં ય નાકે દમ આવી જાય છે. છતાં આ બધી મુશ્કેલીઓને પાર કરીને મારા વિદ્વાન મિત્ર રંગાસ્વામી આયંગરે પ્રમાણુસમુચ્ચયના ટિબેટન અનુવાદ ઉપરથી સંસ્કૃતમાં ફરી અનુવાદ કરીને તેને પ્રથમ પરિચ્છેદ આજથી વીસ વર્ષ પૂર્વે પ્રકાશિત કર્યો છે અને તે આ વિષયમાં રસ ધરાવતા અને સંશોધન કરતા વિદ્વાનોને અત્યંત ઉપયોગી નિવડો છે. પ્રમાણસમુચ્ચયના ૧ પ્રત્યક્ષ, ૨ સ્વાર્થીનુમાન, ૩ પરાર્થનુમાન, ૪ દષ્ટાન્ત (ઉદાહરણ), ૫ અપહ, ૬ જાતિ –એમ કુલ્લે છ પરિચ્છેદ છે બધો ગ્રંથ પદ્યમાં અનુષ્ણુભ છંદમાં રચાયેલો છે. આના ઉપર દિનાગની ૧. ચાયવેર ગ્રંથ વડોદરાના ગાયકવાડ ઓરિએન્ટલ સીરીઝ તરફથી ઘણુ વખત પૂર્વે પ્રકાશિત થઈ ગયો છે.

Loading...

Page Navigation
1 2 3 4 5 6