Book Title: Darek Loko Dudh Vaparvanu Bandh Kare To
Author(s): Unknown
Publisher: Unknown

View full book text
Previous | Next

Page 2
________________ આજની આ પરિસ્થતિ માં આપણે શું કરવું જોઈએ ? જે પશુ નું દૂધ આપણે વાપરવું હોય તેની જાતે સંભાળ રાખવાની તૈયારી હોવી જોઈએ. તેની પાકી ઓળખ રાખીને અને તેની ઉપર કોઈ પણ જાતની ક્રુરતા તો નથી થતીને તેનું દયાન રાખવું જોઈએ. પશુ ઉછેર કરવાવાળા જો સંભાળ ન લે તો શું આપણે આ જવાબદારી લેવા તૈયાર છીએ? જે જીવ આપણને પોષણ આપે છે તેની સંભાળ ન લેવાના હોઈએ તો પછી તેનું દૂધ વાપરવાનો આપણ ને કોઈ હક્ક નથી. હકીકત માં આપણ ને પ્રાણીઓની ચિંતા છે ખરી ? આપણે કોઈ પણ રીતે આપણા દૂધ ના અતિ વપરાશ ને વ્યાજબી ઠેરાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ. આપણે થોડા પ્રાણીઓની (જેનું દૂધ આપણે વાપર્યું છે) જિન્દગી નો વિચાર કરવો જોઈએ. કરોડો પ્રાણીઓ ના જીવનની વાત કરીને કોઈ નક્કર ફાયદો થતો નથી. આ તો નર્યો પલાયનવાદ છે. આવું કરીને આપણે આપણા દોષ પર પરદો ઢાંકવાનો વ્યર્થ પ્રયત્ન કરી રહ્યા છીએ. જો આપણે થોડાક લોકો દૂધ વાપરવાનું બંધ કરીએ તો શું થાય ? છેલ્લા ૪૦-૫૦ વર્ષમાં આપણ ને દૂધ ના અતિ વપરાશ ની ખરાબ આદત પડી છે. આપણે ઈચ્છીએ કે પ્રાર્થના કરીએ તો પણ રાતોરાત કોઈ મોટો ફર્ક પડવાનો નથી. ખરું જોતા તો.... લગભગ ત્રણ પ્રકાર ના માણસો આપણને જોવા મળશે. • વિગન (દૂધ નો વપરાશ સંપૂર્ણ બંધ) • બીજા લોકો જે સંપૂર્ણ વિગન નહિ હોય પરંતુ તેઓ ના દિલમાં પ્રાણીઓ પ્રત્યે દયા હશે • બાકીના લોકો, જેઓ દૂધ નો અતિ વપરાશ ચાલુ રાખશે આ ત્રણ પ્રકાર ના લોકો ના દૂધ ના સરેરાશ વપરાશ (average) ના લીધે નીચે જણાવ્યા પ્રમાણે પરિસ્થતિ નું નિર્માણ થઇ શકે. • દૂધ ની ઓછી માંગ ના લીધે વ્યાપારીકરણ ઓછુ થશે. ડેરી ઉદ્યોગ ને બિનકુદરતી અને વધારે માત્રા માં પ્રાણી ઉછેર કરવા માટે ઓછુ પ્રોત્સાહન મળશે. દૂધ નો ધંધો ડેરી ઉદ્યોગ ની ક્રૂર પકડમાંથી છૂટો થશે. પ્રાણીઓ પ્રત્યે ફરતા ઓછી થશે. • ખુબ જ ઓછી સંખ્યામાં પ્રાણીઓ કતલખાને જશે અને માંસ નો વપરાશ ઘટશે. આપણો પુરુષાર્થ તો કોઈ પણ પ્રાણીની કતલ ન થાય અને તેને કોઈ પણ જાત ની હાનિ ન પહોંચે તેવો હોવો જોઈએ. કુદરતી રીતે મૃત્યુ પામેલા પ્રાણીઓનું જ ચામડું વપરાશે. ખેડૂતો ફરી પાછા પ્રાણીઓના છાણ ને ખાતર તરીકે વાપરવાનું ચાલુ કરશે. ગૌમૂત્ર ને ઘણા બધા ઉપયોગ માં લેવાશે.ખેતી માટે ફરી પાછા બળદો નો ઉપયોગ કરશે અને જન્મ થતાં જ તેમને મારવામાં નહીં આવે. આ દરેક વસ્તુઓ શક્ય છે અને થઇ શકે છે... જરૂર છે ફક્ત આપણે પ્રયત્ન કરવાની..આપણે નક્કી કરવાનું છે આ ત્રણ પ્રકાર ના માણસોમાંથી આપણે કેવા થવું છે.

Loading...

Page Navigation
1 2 3