Book Title: Darek Loko Dudh Vaparvanu Bandh Kare To
Author(s): Unknown
Publisher: Unknown
Catalog link: https://jainqq.org/explore/249710/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ એક પ્રશ્ન વારંવાર ચર્યા માં રહે છે... દરેક લોકો દૂધ વાપરવાનું બંધ કરે તો આટલા બધા પ્રાણીઓનું શું થાય ? તેઓ તો તરત જ કતલખાને જશે. આ પ્રશ્ન મા રહેલો ડર સાચો છે કે માત્ર એક ભ્રમ છે..કે પછી આ પલાયનવાદ છે....ચાલો તપાસી... પહેલા નો સમય – આજથી ૪૦-૫૦ વર્ષ પહેલા એટલે કે 'જૈન ક્રાંતિ' પહેલા, પ્રાણીઓને કુટુંબ ના સભ્ય ગણવામાં આવતા હતા. પ્રાણીઓ પ્રત્યે ક્રુરતા નહીવત હતી. પશુ ઉછેર પ્રવૃત્તિ નું વ્યાપારીકરણ ન થયું હતું. તેમને મશીન ગણવામાં આવતા ન હતા. પ્રાણીઓ દૂધ આપતા બંધ થાય તે પછી પણ તેમની જીવનપર્યંત સંભાળ રાખવામાં આવતી હતી. તેમનું આયુષ્ય ૨૦-૨૫ વર્ષ નું હતું, • આપણી દૂધ ની જરૂરિયાત મર્યાદિત હતી. આપણે આટલું બધું બટર, ચીઝ, આઈસ્ક્રીમ, કેક, ચોકલેટ, પનીર,બિસ્કીટ, વિ. વાપરતા ન હતી. રાજન ઉત પ્રાણીઓ હવે ‘વસ્તુ કે જણસ' બની ગયા છે. દૂધ તે બહુ મોટો બીઝનેસ બની ગયો છે. લગભગ ૫૪ દૂધ નો વપરાશ દૂધ ની બીજી વસ્તુઓ જેવી કે બટર, ચીઝ, મીઠાઈઓ, પનીર, આઈસ્ક્રીમ, કેક, ચોકલેટ,, વિ. બનાવવા માટે થાય છે. પ્રાણીઓ ને સતત બિનકુદરતી રીતે ગર્ભાધાન કરાવાય છે અને બહુ મોટી સંખ્યામાં પ્રાણીઓ ને ઉછેરવામાં આવે છે. દરેક જાતની ક્રૂર પદ્ધતિ થી પ્રાણીઓનું દૂધ મેળવાય છે. પીટા (Peta) નામની સંસ્થાએ બનાવેલો આ વીડિઓ જોવાથી આપણને ખ્યાલ આવશે કે ડેરી ઉદ્યોગ પ્રાણીઓ સાથે કેવું ક્રૂરતાભર્યું વર્તન કરે છે. https://www.youtube.com/watch?v=FlkGOwr5fh8 • પ્રાણીઓનું ઉપયોગી' આયુષ્ય હવે ઘ-૬ વર્ષનું છે અને તે પછી તેમને કતલખાને વેચી દેવામાં આવે છે. પશુ ઉછેર કરવાવાળા નવા પશુ ખરીદે છે અને પ્રાણીઓ માટે પાછુ તેવું જ વિષચક્ર ચાલુ થઇ જાય છે . તમે કોઈ પણ ગામડામાં કે પછી ડેરી ની મુલાકાત લો અને જે પશુ દૂધ આપતા નથી પણ તેને પાળવામાં આવે છે તેની તપાસ કરો તો તમને જાણીને આઘાત લાગશે કે તમે ખુબ જ એવા ઓછા પશુ ઉછેર કરવાવાળા ને મળી શકશો. ડેરી ઉદ્યોગ ની તો વાત કરવી જ રહેવા દો કારણકે તેમણે તો પશુઓ માટે નર્ક બનાવી દીધું છે. • કતલખાના ને આટલા બધા પશુઓ કોણ પુરા પાડે છે ? દરેક ખેડૂતો (નાના કે મોટા) અને ડેરી ઉદ્યોગ માંથી પશુઓ ત્યાં જાય છે. આ માટે ફક્ત તેઓ જ જવાબદાર નથી. પ્રાણીઓ નું અમર્યાદિત દૂધ વાપરવા વાળા આપણે લોકો પણ એટલા જ જવાબદાર છીએ. * હમણાં ૨૦૧૫ ના વર્ષમાં મહારાષ્ટ્ર માં ગૌ હત્યા બાંધી કાયદો આવ્યો એટલે પ્રાણીઓ ની જે બજાર ભરાય છે ત્યાં કોઈ પ્રાણીઓ ને ખરીદવા તૈયાર નથી. પશુ ઉછેર કરવાવાળા ને કોઈ ખરીદદાર મળતો નથી કારણકે ગો હત્યા પર પ્રતિબંધ છે. આ પ્રાણીઓ ક્યાં જશે ? શું તમને લાગે છે કે ખેડૂતો તેમની સંભાળ લેશે ? કદાપી નહિ. આ પ્રાણીઓ ગેરકાયદે ચાલતા અસંખ્ય કતલખાને જશે કે પછી રસ્તા પર કચરો અને પ્લાસ્ટિક ખાવા તેમને છોડી દેવામાં આવશે. • Page #2 -------------------------------------------------------------------------- ________________ આજની આ પરિસ્થતિ માં આપણે શું કરવું જોઈએ ? જે પશુ નું દૂધ આપણે વાપરવું હોય તેની જાતે સંભાળ રાખવાની તૈયારી હોવી જોઈએ. તેની પાકી ઓળખ રાખીને અને તેની ઉપર કોઈ પણ જાતની ક્રુરતા તો નથી થતીને તેનું દયાન રાખવું જોઈએ. પશુ ઉછેર કરવાવાળા જો સંભાળ ન લે તો શું આપણે આ જવાબદારી લેવા તૈયાર છીએ? જે જીવ આપણને પોષણ આપે છે તેની સંભાળ ન લેવાના હોઈએ તો પછી તેનું દૂધ વાપરવાનો આપણ ને કોઈ હક્ક નથી. હકીકત માં આપણ ને પ્રાણીઓની ચિંતા છે ખરી ? આપણે કોઈ પણ રીતે આપણા દૂધ ના અતિ વપરાશ ને વ્યાજબી ઠેરાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ. આપણે થોડા પ્રાણીઓની (જેનું દૂધ આપણે વાપર્યું છે) જિન્દગી નો વિચાર કરવો જોઈએ. કરોડો પ્રાણીઓ ના જીવનની વાત કરીને કોઈ નક્કર ફાયદો થતો નથી. આ તો નર્યો પલાયનવાદ છે. આવું કરીને આપણે આપણા દોષ પર પરદો ઢાંકવાનો વ્યર્થ પ્રયત્ન કરી રહ્યા છીએ. જો આપણે થોડાક લોકો દૂધ વાપરવાનું બંધ કરીએ તો શું થાય ? છેલ્લા ૪૦-૫૦ વર્ષમાં આપણ ને દૂધ ના અતિ વપરાશ ની ખરાબ આદત પડી છે. આપણે ઈચ્છીએ કે પ્રાર્થના કરીએ તો પણ રાતોરાત કોઈ મોટો ફર્ક પડવાનો નથી. ખરું જોતા તો.... લગભગ ત્રણ પ્રકાર ના માણસો આપણને જોવા મળશે. • વિગન (દૂધ નો વપરાશ સંપૂર્ણ બંધ) • બીજા લોકો જે સંપૂર્ણ વિગન નહિ હોય પરંતુ તેઓ ના દિલમાં પ્રાણીઓ પ્રત્યે દયા હશે • બાકીના લોકો, જેઓ દૂધ નો અતિ વપરાશ ચાલુ રાખશે આ ત્રણ પ્રકાર ના લોકો ના દૂધ ના સરેરાશ વપરાશ (average) ના લીધે નીચે જણાવ્યા પ્રમાણે પરિસ્થતિ નું નિર્માણ થઇ શકે. • દૂધ ની ઓછી માંગ ના લીધે વ્યાપારીકરણ ઓછુ થશે. ડેરી ઉદ્યોગ ને બિનકુદરતી અને વધારે માત્રા માં પ્રાણી ઉછેર કરવા માટે ઓછુ પ્રોત્સાહન મળશે. દૂધ નો ધંધો ડેરી ઉદ્યોગ ની ક્રૂર પકડમાંથી છૂટો થશે. પ્રાણીઓ પ્રત્યે ફરતા ઓછી થશે. • ખુબ જ ઓછી સંખ્યામાં પ્રાણીઓ કતલખાને જશે અને માંસ નો વપરાશ ઘટશે. આપણો પુરુષાર્થ તો કોઈ પણ પ્રાણીની કતલ ન થાય અને તેને કોઈ પણ જાત ની હાનિ ન પહોંચે તેવો હોવો જોઈએ. કુદરતી રીતે મૃત્યુ પામેલા પ્રાણીઓનું જ ચામડું વપરાશે. ખેડૂતો ફરી પાછા પ્રાણીઓના છાણ ને ખાતર તરીકે વાપરવાનું ચાલુ કરશે. ગૌમૂત્ર ને ઘણા બધા ઉપયોગ માં લેવાશે.ખેતી માટે ફરી પાછા બળદો નો ઉપયોગ કરશે અને જન્મ થતાં જ તેમને મારવામાં નહીં આવે. આ દરેક વસ્તુઓ શક્ય છે અને થઇ શકે છે... જરૂર છે ફક્ત આપણે પ્રયત્ન કરવાની..આપણે નક્કી કરવાનું છે આ ત્રણ પ્રકાર ના માણસોમાંથી આપણે કેવા થવું છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ સૌથી ઉત્તમ પરિસ્થતિગાય/ભેંશ/બળદ સૌ પોતપોતાની રીતે જીવે... જંગલ માં રહે કે ગામ માં રહે..પરંતુ સ્વતંત્ર રહે... તેમના ઉપર મનુષ્યો નો કોઈ પણ જાત નો હક્ક નહીં. તેમની સંખ્યા કુદરત ના જીવન-મૃત્યુ ના ક્રમ મુજબ રહે. મનુષ્યો તેમને બિનકુદરતી રીતે ના તો જીવન આપે અને ના તો તેમનું જીવન છીનવી લે. ખોરાક માટે કે બીજી કોઈ વસ્તુ માટે તેમને હાનિ ન પહોંચે...બસ.. " જીવો અને જીવવા દો”.. એ પણ શક્ય છે કે અમુક લોકો નો આ બાબત માં અલગ મત પડે...તો શું કરવું ? ખુબ જ પ્રમાણીકતાથી કબુલ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે જયારે જયારે આપણે કોઈ ચોકઠાં માં કે કોઈ એક જાતિ કે ‘વાદ' ને અનુસરીએ છીએ ત્યારે નવી સમસ્યાઓ ચાલુ થાય છે. આપણે જયારે એમ કહીએ કે હું શાકાહારી છુ કે વિગન છુ કે પછી જૈન કે ખ્રિસ્તી છુ ત્યારે આપણે અમુક અંશે થોડા કડક અને જડ થઇ જઈએ છીએ. દા.ત. જૈન લોકો કંદમૂળ નથી ખાતા કે પછી અમુક ધર્મ ના લોકો અમુક વસ્તુ નથી કરતા. પરંતુ તેના લીધે બીજા લોકો નો વિરોધ કરવો કે તેના પ્રત્યે નકારાત્મક વલણ રાખવું તે વ્યાજબી નથી. ભગવાન મહાવીર ના ‘અનેકાન્તવાદ' ના સિધ્ધાંત ને અનુસરવું જોઈએ અને કોણ શું કહે કે કોને શું લાગે તે પર દયાન આપવું ન જોઈએ. સૌથી મહત્વ ની વાત છે..અહિંસા નું પાલન કરવું જે સર્વોચ્ચ ધર્મ છે-- “અહિંસા પરમો ધર્મ”, દરેક મનુષ્ય પોતાની રીતે અને પોતાનું હૃદય કહે તેવી રીતે અહિંસા નું પાલન કરવું જોઈએ. ખાસ નોંધ- ઉપર સમાવેશ કરાયેલ ઘણા મુદ્દા માં નીચે આપેલી પાંચ મહત્વ ની વાતો નો સમાવેશ કરાયેલ નથી. બહુ બધા સંશોધનો માં સાબિત થઇ ચુક્યું છે કે માનવી ને પ્રાણીઓ ના દૂધ ની જરૂર નથી. માનવી ને જોઈતા દરેક પોષણ તત્વો વનસ્પતિજન્ય ખોરાક માં થી મળે છે. નાના બાળકો ને ફક્ત પોતાની ‘મા’ ના દૂધ ની જરૂર છે અને તે મોટું થાય એટલે તેને બીજા કોઈ દૂધ ની જરૂર નથી. * દૂધ માં કોલેસ્ટોરલ, ચરબી અને સાકરનું પ્રમાણ વધારે હોવાથી હૃદય રોગ, ડાયાબીટીસ અને મેદસ્વીપણું વધે છે. * પ્રાણીઓને વધારે દૂધ મેળવવા માટે અપાતા ઇન્જકશનો અને બીજી દવાઓ અને તેમના ખોરાક ની ઘટતી જતી ગુણવત્તા ને લીધે દૂધ માં કોઈ પણ સત્વ રહ્યું નથી. દૂધ ના અતિ વપરાશ અને વધતી જતી કિમત ને કારણે દૂધ માં ભેળસેળ નું પ્રમાણ ભયજનક કક્ષાએ વધી ગયેલ છે. ભારત માં દૂધ માં ભેળસેળ નું પ્રમાણ 78% છે અને તેનાથી ખુબ જ ગંભીર રોગો થઇ રહ્યા છે. દુ:ખી પ્રાણીનું દૂધ આપણને સુખી ક્યારેય નહી કરી શકે. હોસ્પીટલમાં અસાધ્ય રોગોથી પીડાતા દર્દીઓની કિકિયારી પણ એવી જ હોય છે જેવી કે ગાય કે ભેંશની. જેવો વ્યવહાર આપણે તેમની સાથે કરશું તેવું જ પામશું. જો પ્રાણી ભયભીત હોય તો એનું દૂધ પણ ભય વાળું જ હશે. આપણું અને એમનું જીવન અલગ નથી. આપણે એમનાથી જોડાયેલા છીએ. જે જીવનના હકદાર આપણે છીએ તે જ જીવન તેમને પણ એટલું જ વહાલું છે.