SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ એક પ્રશ્ન વારંવાર ચર્યા માં રહે છે... દરેક લોકો દૂધ વાપરવાનું બંધ કરે તો આટલા બધા પ્રાણીઓનું શું થાય ? તેઓ તો તરત જ કતલખાને જશે. આ પ્રશ્ન મા રહેલો ડર સાચો છે કે માત્ર એક ભ્રમ છે..કે પછી આ પલાયનવાદ છે....ચાલો તપાસી... પહેલા નો સમય – આજથી ૪૦-૫૦ વર્ષ પહેલા એટલે કે 'જૈન ક્રાંતિ' પહેલા, પ્રાણીઓને કુટુંબ ના સભ્ય ગણવામાં આવતા હતા. પ્રાણીઓ પ્રત્યે ક્રુરતા નહીવત હતી. પશુ ઉછેર પ્રવૃત્તિ નું વ્યાપારીકરણ ન થયું હતું. તેમને મશીન ગણવામાં આવતા ન હતા. પ્રાણીઓ દૂધ આપતા બંધ થાય તે પછી પણ તેમની જીવનપર્યંત સંભાળ રાખવામાં આવતી હતી. તેમનું આયુષ્ય ૨૦-૨૫ વર્ષ નું હતું, • આપણી દૂધ ની જરૂરિયાત મર્યાદિત હતી. આપણે આટલું બધું બટર, ચીઝ, આઈસ્ક્રીમ, કેક, ચોકલેટ, પનીર,બિસ્કીટ, વિ. વાપરતા ન હતી. રાજન ઉત પ્રાણીઓ હવે ‘વસ્તુ કે જણસ' બની ગયા છે. દૂધ તે બહુ મોટો બીઝનેસ બની ગયો છે. લગભગ ૫૪ દૂધ નો વપરાશ દૂધ ની બીજી વસ્તુઓ જેવી કે બટર, ચીઝ, મીઠાઈઓ, પનીર, આઈસ્ક્રીમ, કેક, ચોકલેટ,, વિ. બનાવવા માટે થાય છે. પ્રાણીઓ ને સતત બિનકુદરતી રીતે ગર્ભાધાન કરાવાય છે અને બહુ મોટી સંખ્યામાં પ્રાણીઓ ને ઉછેરવામાં આવે છે. દરેક જાતની ક્રૂર પદ્ધતિ થી પ્રાણીઓનું દૂધ મેળવાય છે. પીટા (Peta) નામની સંસ્થાએ બનાવેલો આ વીડિઓ જોવાથી આપણને ખ્યાલ આવશે કે ડેરી ઉદ્યોગ પ્રાણીઓ સાથે કેવું ક્રૂરતાભર્યું વર્તન કરે છે. https://www.youtube.com/watch?v=FlkGOwr5fh8 • પ્રાણીઓનું ઉપયોગી' આયુષ્ય હવે ઘ-૬ વર્ષનું છે અને તે પછી તેમને કતલખાને વેચી દેવામાં આવે છે. પશુ ઉછેર કરવાવાળા નવા પશુ ખરીદે છે અને પ્રાણીઓ માટે પાછુ તેવું જ વિષચક્ર ચાલુ થઇ જાય છે . તમે કોઈ પણ ગામડામાં કે પછી ડેરી ની મુલાકાત લો અને જે પશુ દૂધ આપતા નથી પણ તેને પાળવામાં આવે છે તેની તપાસ કરો તો તમને જાણીને આઘાત લાગશે કે તમે ખુબ જ એવા ઓછા પશુ ઉછેર કરવાવાળા ને મળી શકશો. ડેરી ઉદ્યોગ ની તો વાત કરવી જ રહેવા દો કારણકે તેમણે તો પશુઓ માટે નર્ક બનાવી દીધું છે. • કતલખાના ને આટલા બધા પશુઓ કોણ પુરા પાડે છે ? દરેક ખેડૂતો (નાના કે મોટા) અને ડેરી ઉદ્યોગ માંથી પશુઓ ત્યાં જાય છે. આ માટે ફક્ત તેઓ જ જવાબદાર નથી. પ્રાણીઓ નું અમર્યાદિત દૂધ વાપરવા વાળા આપણે લોકો પણ એટલા જ જવાબદાર છીએ. * હમણાં ૨૦૧૫ ના વર્ષમાં મહારાષ્ટ્ર માં ગૌ હત્યા બાંધી કાયદો આવ્યો એટલે પ્રાણીઓ ની જે બજાર ભરાય છે ત્યાં કોઈ પ્રાણીઓ ને ખરીદવા તૈયાર નથી. પશુ ઉછેર કરવાવાળા ને કોઈ ખરીદદાર મળતો નથી કારણકે ગો હત્યા પર પ્રતિબંધ છે. આ પ્રાણીઓ ક્યાં જશે ? શું તમને લાગે છે કે ખેડૂતો તેમની સંભાળ લેશે ? કદાપી નહિ. આ પ્રાણીઓ ગેરકાયદે ચાલતા અસંખ્ય કતલખાને જશે કે પછી રસ્તા પર કચરો અને પ્લાસ્ટિક ખાવા તેમને છોડી દેવામાં આવશે. •
SR No.249710
Book TitleDarek Loko Dudh Vaparvanu Bandh Kare To
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year2015
Total Pages3
LanguageGujarati
ClassificationArticle, Jaina_Education, & 0_not_categorized
File Size70 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy