________________ સૌથી ઉત્તમ પરિસ્થતિગાય/ભેંશ/બળદ સૌ પોતપોતાની રીતે જીવે... જંગલ માં રહે કે ગામ માં રહે..પરંતુ સ્વતંત્ર રહે... તેમના ઉપર મનુષ્યો નો કોઈ પણ જાત નો હક્ક નહીં. તેમની સંખ્યા કુદરત ના જીવન-મૃત્યુ ના ક્રમ મુજબ રહે. મનુષ્યો તેમને બિનકુદરતી રીતે ના તો જીવન આપે અને ના તો તેમનું જીવન છીનવી લે. ખોરાક માટે કે બીજી કોઈ વસ્તુ માટે તેમને હાનિ ન પહોંચે...બસ.. " જીવો અને જીવવા દો”.. એ પણ શક્ય છે કે અમુક લોકો નો આ બાબત માં અલગ મત પડે...તો શું કરવું ? ખુબ જ પ્રમાણીકતાથી કબુલ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે જયારે જયારે આપણે કોઈ ચોકઠાં માં કે કોઈ એક જાતિ કે ‘વાદ' ને અનુસરીએ છીએ ત્યારે નવી સમસ્યાઓ ચાલુ થાય છે. આપણે જયારે એમ કહીએ કે હું શાકાહારી છુ કે વિગન છુ કે પછી જૈન કે ખ્રિસ્તી છુ ત્યારે આપણે અમુક અંશે થોડા કડક અને જડ થઇ જઈએ છીએ. દા.ત. જૈન લોકો કંદમૂળ નથી ખાતા કે પછી અમુક ધર્મ ના લોકો અમુક વસ્તુ નથી કરતા. પરંતુ તેના લીધે બીજા લોકો નો વિરોધ કરવો કે તેના પ્રત્યે નકારાત્મક વલણ રાખવું તે વ્યાજબી નથી. ભગવાન મહાવીર ના ‘અનેકાન્તવાદ' ના સિધ્ધાંત ને અનુસરવું જોઈએ અને કોણ શું કહે કે કોને શું લાગે તે પર દયાન આપવું ન જોઈએ. સૌથી મહત્વ ની વાત છે..અહિંસા નું પાલન કરવું જે સર્વોચ્ચ ધર્મ છે-- “અહિંસા પરમો ધર્મ”, દરેક મનુષ્ય પોતાની રીતે અને પોતાનું હૃદય કહે તેવી રીતે અહિંસા નું પાલન કરવું જોઈએ. ખાસ નોંધ- ઉપર સમાવેશ કરાયેલ ઘણા મુદ્દા માં નીચે આપેલી પાંચ મહત્વ ની વાતો નો સમાવેશ કરાયેલ નથી. બહુ બધા સંશોધનો માં સાબિત થઇ ચુક્યું છે કે માનવી ને પ્રાણીઓ ના દૂધ ની જરૂર નથી. માનવી ને જોઈતા દરેક પોષણ તત્વો વનસ્પતિજન્ય ખોરાક માં થી મળે છે. નાના બાળકો ને ફક્ત પોતાની ‘મા’ ના દૂધ ની જરૂર છે અને તે મોટું થાય એટલે તેને બીજા કોઈ દૂધ ની જરૂર નથી. * દૂધ માં કોલેસ્ટોરલ, ચરબી અને સાકરનું પ્રમાણ વધારે હોવાથી હૃદય રોગ, ડાયાબીટીસ અને મેદસ્વીપણું વધે છે. * પ્રાણીઓને વધારે દૂધ મેળવવા માટે અપાતા ઇન્જકશનો અને બીજી દવાઓ અને તેમના ખોરાક ની ઘટતી જતી ગુણવત્તા ને લીધે દૂધ માં કોઈ પણ સત્વ રહ્યું નથી. દૂધ ના અતિ વપરાશ અને વધતી જતી કિમત ને કારણે દૂધ માં ભેળસેળ નું પ્રમાણ ભયજનક કક્ષાએ વધી ગયેલ છે. ભારત માં દૂધ માં ભેળસેળ નું પ્રમાણ 78% છે અને તેનાથી ખુબ જ ગંભીર રોગો થઇ રહ્યા છે. દુ:ખી પ્રાણીનું દૂધ આપણને સુખી ક્યારેય નહી કરી શકે. હોસ્પીટલમાં અસાધ્ય રોગોથી પીડાતા દર્દીઓની કિકિયારી પણ એવી જ હોય છે જેવી કે ગાય કે ભેંશની. જેવો વ્યવહાર આપણે તેમની સાથે કરશું તેવું જ પામશું. જો પ્રાણી ભયભીત હોય તો એનું દૂધ પણ ભય વાળું જ હશે. આપણું અને એમનું જીવન અલગ નથી. આપણે એમનાથી જોડાયેલા છીએ. જે જીવનના હકદાર આપણે છીએ તે જ જીવન તેમને પણ એટલું જ વહાલું છે.