Book Title: Dampati Jivanna Dastaveji Patro Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 3
________________ દર્શન અને ચિંતન વહેણે તેમની પાસે “લગ્નજીવનની વેદના ”નું આત્મલક્ષી પ્રકરણ લખાવ્યું. રામે સીતા માટે વલોપાત કર્યો હતો એ તે આપણે પરોક્ષ રીતે વાલ્મીકિની વાણીમાં સાંભળીએ છીએ, ત્યારે ઇન્દુલાલ યાજ્ઞિકને આ વિલાપ આપણું માટે પ્રત્યક્ષ છે. પણ આ આખી કરુણ ઘટનામાં મને જે એક સળંગસૂત્ર સત્ય દેખાય છે તે છે કુમુદની વિવેકી આર્યભાવના, ભલે એ એ જ ભાવનામાં મુરઝાઈ અને સુકાઈ ગઈ, પણ તે એક સ્મરણીય આદર્શ મૂકતી ગઈ. પણ પુરુષ પક્ષે શું ?" આ એક પ્રશ્ન આ જમાનામાં થાય. શું અદ્યાપિ એ કોઈ પુરુષ છે જે પત્નીઘેલે નહિ પણ પત્ની પ્રત્યે વફાદાર હોય, આર્યું હોય અને પત્ની તરફની સમગ્ર ભાવે ઉપેક્ષા છતાં તે એના પ્રત્યે માત્ર દાંપત્ય ભાવનાથી એકનિષ્ટ રહ્યો હોય ? આનું ઉદાહરણ બહુરૂપ જગતમાં દુર્લભ નથી, પણ એને યથાર્થ પુરા શોધવાનું કામ સહેલું પણ નથી. કહેવાય છે કે પુરુષ પત્ની પ્રત્યે વફાદાર હોય તે છેવટે એના વિયોગમાં રામની પેઠે બીજું લગ્ન ન કરતાં મૂરે, પણ એ પિતાની સહચરીને કુમુદની પેઠે સર્વાર્પણની ભાષામાં અજપાજાપ તે ન જ કરે. –ગૃહમાધુરી, માર્ચ 1956. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3