Page #1
--------------------------------------------------------------------------
________________
દંપતીજીવનના દસ્તાવેજી પત્રો
[ ૩૬ ]
શ્રી. ઈન્દુલાલ યાજ્ઞિક કેવળ ગુજરાતના જ સેવક નથી, પણ તે વિશિષ્ટ રાષ્ટ્રીય સેવકામાંના એક અસાધારણ છે. તેમણે પોતાની આત્મકથા લખવા માંડી છે. તેનો બીજો ભાગ પણ પ્રસિદ્ધ થઈ ગયા છે. જેણે જેણે એ ભાગા વાંચ્યા હશે તે બધા આગળના ભાગેાની અતિ ઉત્કંઠાપૂર્વક રાહ જોઈ રહ્યા રો એમ મને લાગે છે, ‘ગૃહમાધુરી માં એ બંને ભાગે વિશે લખવું પ્રસ્તુત નથી, અને અત્યારે હું એટલે સ્વસ્થ પણ નથી.
'
'
પરંતુ ખીજા ભાગમાં શ્રી. ઇન્દુભાઈના દંપતીજીવન ઉપર પ્રકાશ નાખતા જે ભાગ આવે છે તે વિશે ગૃહમાધુરી ’નાં વાચક-વાચિકા સમક્ષ કાંઈક લખવાનુ મન થઈ આવે છે. એમ તે શ્રી. ઇન્દુભાઈ એ પોતે જ પેાતાના લગ્નજીવન વિશેની, ઘણાને માટે અજ્ઞાત એવી, સમસ્યા ઉપર ‘ લગ્નજીવનની વેદના ' એ મથાળા નીચે આર્દ્ર−કરુણ વાણીમાં પોતાનું નિખાલસ હૃષ્ટ ઠાલવ્યું છે, જે એમની સચ્ચાઈના અમર દસ્તાવેજ બની રહે છે. તેથી એ વિશે અત્રે મારે કશું વિશેષ કહેવું નથી. કહેવું હાય તો તે એટલું જ કે વાંચી અને સમજી શકે એવા બધા જ ગુજરાતી ભાષા જાણુનારાએ તે વાંચેવિચારે. મુખ્યત્વે અત્રે જે કહેવું છે તે તે એમનાં સદ્ગત પત્ની બહેન કુમુદના એ જ ભાગમાં પ્રસિદ્ધ થયેલા એ પત્રા વિશે. આ એ પત્રા દુપતીજીવનની આયં નારીના હૃદયમાં કેવી પ્રતિષ્ઠા છે એના અમર દસ્તાવેજો છે. કુમુદના સુકુમાર હૃદયમાંથી નીતરતી પતિનિષ્ઠા એમાં વ્યક્ત થાય છે. એક ઋષિકલ્પ કવિએ ઉચ્ચાયુ છે. કે—મન મા સંશતમ્ . તે કુમુદના જીવનમાં તતાતંત દેખાય છે. ઋષિના વક્તવ્યના ભાવ એ છે કે આયત્વ એ ગુણુસિદ્ધ છે, નહિ કે જન્મસિદ્ધ; અને તેનુ વ્યવહારમાં અનુભવી શકાય એવું એકમાત્ર સ્વરૂપ એ છે કે આ કે આર્યોની સંગતિ કદી જરાજીર્ણ થતી નથી—સદા એકસરખી જીવંત રહે છે. કુમુદના અને પત્રો પૈકી એકેએક વાકય એના આનારીત્વના પુરાવા છે. આવી સહજ ચે!ગ્યતા ધરાવનાર કુમુદ ઇન્દુભાઈ જેવા સહૃદય સેવાભાવી પુરુષ દ્વારા કેમ ઉપેક્ષા પામી હશે એ પ્રશ્ન વાચકને મૂઝવે છે ખરા. એને ઉત્તર શકુન્તલાના આખ્યાનમાંથી નથી મળતો? શકુન્તલાને
Page #2
--------------------------------------------------------------------------
________________
દંપતીજીવનના દસ્તાવેજી પત્રો
| ૧૦૦ દુર્વાસાને શાપ હતું, તે કારણે દુષ્યન્ત તેને વીસરી ગયો એમ કાલિદાસ કહે છે. અહીં કુમુદને એ કઈ શાપ સ્પર્યો નથી. તે પછી અંતર શું અકારણું જ ઊભું થયું ? ના, કાર્ય વિના કારણે કેમ થાય? શ્રી. ઇન્દુભાઈ પિતે જ એકરાર કરે છે કે તેમને નવા જમાનાની ચબરાક નારીને સ્વને કામણું કર્યું હતું. આવા કોઈ ભાવે જ તેમના સહૃદય હૃદયને અદય બનાવ્યું, પણ પેલી કુમુદ તે આવા જીવલેણ સંકટ વખતે પણ સ્નિગ્ધ, સહદય અને સદય રહી. એણે પોતાના બંને પત્રમાં જે ઉદાત્ત અને ઉદાર વૃતિ રજૂ કરી છે તેમાં મને પિતાને તે સીતા અને દ્રૌપદીનાં હૃદયનું અજબ મિશ્રણ લાગે છે. તે ઇન્દુભાઈને વીનવે છે, પગે પડે છે, પણ વળી સ્વમાનથી પ્રેરાઈ ઉચ્ચ ભાવનાવશ કોઈ સ્થૂળ દયાની માગણી નથી કરતી. જ્યારે તે લખે છે –
તમારી રૂઢિ પ્રમાણે પરણેલી પત્ની તમારી જ છે. કોઈ કાળે, જીવ જતાં, આત્મા ઊડી જતાં બીજાની થવાની નથી જ. ભલે તમે ના ચાહે, ભલે તમે અમારા સ્નેહને તિરસ્કારે, પણ અમારે ધર્મ છે કે તમને ચાહવું. અને તે ખાલી નહિ, આત્માના તાર સંધાય તેવી જ રીતે.” (પહેલે પત્ર)
“સંસારના જીવનમાં મેંચ બ્રહ્માના ભણકાર સૂણવા પ્રયત્ન કર્યો છે, કરું છું. મારું જયાની જોગ-સાધનામાં જીવન જાય. નિર્દય બની હૃદયને કચરું છું. હૃદયમાં ભીનાશ, કમળતા પ્રભુએ કાં ઝેરી હશે ? અસ્થિમય એને કાં ન બનાવ્યું ?” (બીજે પત્ર)-ત્યારે તેનું માનસ કેવા ઉચ્ચ આદર્શમાં વિચતું હશે અને ઇન્દુભાઈને ઝંખતું હશે એની કલ્પના જ કરવી રહે છે.
શરૂઆતમાં કુમુદ શું ભણી હશે, કેવું ભણી હશે, કેવી તૈયારી હશે, વગેરે વિશે મારા જેવું કશું નથી જાણતું, પણ એને બે પ એટલું તે કહી જાય છે કે તેનામાં જેમ સકુમાર્ય અને આર્યનારીત્વ અલૈકિક હતું તેમ તેનામાં સમજણ, વિવેક, સેવાની ભાવના અને પુરુષાર્થ પણ અદ્ભુત હતાં. જે એ માત્ર સીતા હતા તે મૌનપૂર્વક પૃથ્વીમાં વિલય પામત, પણ એનામાં દ્વપદીનું ખમીર પણ હતું. તેથી જ તેણે ખાનદાન કુટુંબના સ્ત્રીસહજ લજજાશીલ હૃદયની મર્યાદાઓનું અતિક્રમણ કરી કઠોર પ્રતીત થયેલા પતિને ઉદેશી,
ક્યારેક વિશ્વની રાજસભામાં સંભળાય એવાં પ્રેમાળ છતાં માર્મિક વેણ દ્રોપદીની પેઠે ઉચ્ચાય છે. ખરી રીતે કુમુદના એ આર્ય-ઉગારે જ્યારે મેડ મેડે પણ શ્રી. ઈન્દુભાઈને સંભળાયા ત્યારે તેમનું સંવેદનશીલ હૃદય હચમચી ઊયું અને એ હૃદય કઠોર ભટી કોમળ બન્યું. કમળતાના એ જ
Page #3
--------------------------------------------------------------------------
________________ દર્શન અને ચિંતન વહેણે તેમની પાસે “લગ્નજીવનની વેદના ”નું આત્મલક્ષી પ્રકરણ લખાવ્યું. રામે સીતા માટે વલોપાત કર્યો હતો એ તે આપણે પરોક્ષ રીતે વાલ્મીકિની વાણીમાં સાંભળીએ છીએ, ત્યારે ઇન્દુલાલ યાજ્ઞિકને આ વિલાપ આપણું માટે પ્રત્યક્ષ છે. પણ આ આખી કરુણ ઘટનામાં મને જે એક સળંગસૂત્ર સત્ય દેખાય છે તે છે કુમુદની વિવેકી આર્યભાવના, ભલે એ એ જ ભાવનામાં મુરઝાઈ અને સુકાઈ ગઈ, પણ તે એક સ્મરણીય આદર્શ મૂકતી ગઈ. પણ પુરુષ પક્ષે શું ?" આ એક પ્રશ્ન આ જમાનામાં થાય. શું અદ્યાપિ એ કોઈ પુરુષ છે જે પત્નીઘેલે નહિ પણ પત્ની પ્રત્યે વફાદાર હોય, આર્યું હોય અને પત્ની તરફની સમગ્ર ભાવે ઉપેક્ષા છતાં તે એના પ્રત્યે માત્ર દાંપત્ય ભાવનાથી એકનિષ્ટ રહ્યો હોય ? આનું ઉદાહરણ બહુરૂપ જગતમાં દુર્લભ નથી, પણ એને યથાર્થ પુરા શોધવાનું કામ સહેલું પણ નથી. કહેવાય છે કે પુરુષ પત્ની પ્રત્યે વફાદાર હોય તે છેવટે એના વિયોગમાં રામની પેઠે બીજું લગ્ન ન કરતાં મૂરે, પણ એ પિતાની સહચરીને કુમુદની પેઠે સર્વાર્પણની ભાષામાં અજપાજાપ તે ન જ કરે. –ગૃહમાધુરી, માર્ચ 1956.