________________
દંપતીજીવનના દસ્તાવેજી પત્રો
| ૧૦૦ દુર્વાસાને શાપ હતું, તે કારણે દુષ્યન્ત તેને વીસરી ગયો એમ કાલિદાસ કહે છે. અહીં કુમુદને એ કઈ શાપ સ્પર્યો નથી. તે પછી અંતર શું અકારણું જ ઊભું થયું ? ના, કાર્ય વિના કારણે કેમ થાય? શ્રી. ઇન્દુભાઈ પિતે જ એકરાર કરે છે કે તેમને નવા જમાનાની ચબરાક નારીને સ્વને કામણું કર્યું હતું. આવા કોઈ ભાવે જ તેમના સહૃદય હૃદયને અદય બનાવ્યું, પણ પેલી કુમુદ તે આવા જીવલેણ સંકટ વખતે પણ સ્નિગ્ધ, સહદય અને સદય રહી. એણે પોતાના બંને પત્રમાં જે ઉદાત્ત અને ઉદાર વૃતિ રજૂ કરી છે તેમાં મને પિતાને તે સીતા અને દ્રૌપદીનાં હૃદયનું અજબ મિશ્રણ લાગે છે. તે ઇન્દુભાઈને વીનવે છે, પગે પડે છે, પણ વળી સ્વમાનથી પ્રેરાઈ ઉચ્ચ ભાવનાવશ કોઈ સ્થૂળ દયાની માગણી નથી કરતી. જ્યારે તે લખે છે –
તમારી રૂઢિ પ્રમાણે પરણેલી પત્ની તમારી જ છે. કોઈ કાળે, જીવ જતાં, આત્મા ઊડી જતાં બીજાની થવાની નથી જ. ભલે તમે ના ચાહે, ભલે તમે અમારા સ્નેહને તિરસ્કારે, પણ અમારે ધર્મ છે કે તમને ચાહવું. અને તે ખાલી નહિ, આત્માના તાર સંધાય તેવી જ રીતે.” (પહેલે પત્ર)
“સંસારના જીવનમાં મેંચ બ્રહ્માના ભણકાર સૂણવા પ્રયત્ન કર્યો છે, કરું છું. મારું જયાની જોગ-સાધનામાં જીવન જાય. નિર્દય બની હૃદયને કચરું છું. હૃદયમાં ભીનાશ, કમળતા પ્રભુએ કાં ઝેરી હશે ? અસ્થિમય એને કાં ન બનાવ્યું ?” (બીજે પત્ર)-ત્યારે તેનું માનસ કેવા ઉચ્ચ આદર્શમાં વિચતું હશે અને ઇન્દુભાઈને ઝંખતું હશે એની કલ્પના જ કરવી રહે છે.
શરૂઆતમાં કુમુદ શું ભણી હશે, કેવું ભણી હશે, કેવી તૈયારી હશે, વગેરે વિશે મારા જેવું કશું નથી જાણતું, પણ એને બે પ એટલું તે કહી જાય છે કે તેનામાં જેમ સકુમાર્ય અને આર્યનારીત્વ અલૈકિક હતું તેમ તેનામાં સમજણ, વિવેક, સેવાની ભાવના અને પુરુષાર્થ પણ અદ્ભુત હતાં. જે એ માત્ર સીતા હતા તે મૌનપૂર્વક પૃથ્વીમાં વિલય પામત, પણ એનામાં દ્વપદીનું ખમીર પણ હતું. તેથી જ તેણે ખાનદાન કુટુંબના સ્ત્રીસહજ લજજાશીલ હૃદયની મર્યાદાઓનું અતિક્રમણ કરી કઠોર પ્રતીત થયેલા પતિને ઉદેશી,
ક્યારેક વિશ્વની રાજસભામાં સંભળાય એવાં પ્રેમાળ છતાં માર્મિક વેણ દ્રોપદીની પેઠે ઉચ્ચાય છે. ખરી રીતે કુમુદના એ આર્ય-ઉગારે જ્યારે મેડ મેડે પણ શ્રી. ઈન્દુભાઈને સંભળાયા ત્યારે તેમનું સંવેદનશીલ હૃદય હચમચી ઊયું અને એ હૃદય કઠોર ભટી કોમળ બન્યું. કમળતાના એ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org