Book Title: Chuntni Paddhatini Bhayankarta Author(s): Prabhudas Bechardas Parekh Publisher: Viniyog Parivar View full book textPage 3
________________ ૮. ભારતમાં મહાપુરુષોની આજ્ઞા મુજબ ચાલવાથી સાદુ (Simple) અને સંચયી તેમજ મર્યાદાશીલ જીવનમાં સઘળો ઉચિત વ્યવહાર વિર્વિબે ચાલતો હતો. ૯. પરંતુ પોતાની સત્તા સ્થાપિત કરવા માટે પ્રભુઆજ્ઞાથી તદ્દન વિરોધી મતાધિકાર પદ્ધતિને ઈસ્વી સન ૧૮૮૦ થી કાયદાનું રૂપ આપીને યુરોપિયન સત્તાએ ચૂંટણીનો પ્રચાર ધીરે ધીરે મ્યુનિસિપાલટી અને સરકારી ધારાસભાઓમાં કરીને લોકોને આ પદ્ધતિથી વિશેષ પરિચિત કર્યા ૧૦. વિશ્વવત્સલ મહાપુરુષોની વિશ્વ કલ્યાણકારકતા અને એ મહાપુરુષોના અનુયાયી કે જે પ્રજાના વાસ્તવિક હિતચિંતક હતા, એમને ખસેડવા માટે આ ચૂંટણીનો કાયદો બનાવવામાં આવ્યો છે. ૧૧. ભારતીય નવા બંધારણમાં વિશ્વ વત્સલ અહિંસક સંસ્કૃતિ વિનષ્ટ કરવામાં આવી છે. તેમજ બંધારણના આધારે ચૂંટણી અને બહુમતીથી કામ કરવાનું દબાણ કરવામાં આવે છે. * સામાન્ય જનતા “અમારી ઈચ્છાનુસાર ચૂંટાયેલા સભ્યોથી રાજ્ય શાસન અમારી ઈચ્છાનુસાર ચાલશે.” એમ સમજીને ચૂંટણી કરે છે, પરંતુ કાયદાની પરાધીનતા તો બધાને રહે જ છે. કાયદો - વિધાન પણ પદ્ધિતપૂર્વક યોગ્યતાનુસાર ચૂંટણી કરીને સ્વીકારાયો નથી. માત્ર દેખાવ એવો કર્યો કે પ્રજાની ચૂંટણી દ્વારા સ્વેચ્છાપૂર્વક કાયદાનો સ્વીકાર થયો છે. ૧૨. અર્થાત ભારતીય નવું વિધાન - બંધારણ વિદેશીય આદર્શો પર તૈયાર થયું છે. જેમાં વિદેશી લોકોનું હિત છુપાયેલું છે. જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ વિશાલરૂપમાં વિદેશી આદર્શો અને એનું શિક્ષણ ફેલાતું જશે અને બહુમત પણ મળતો જશે. પ્રજાના બહુમતથી એ વિદેશીઓના ઉદ્દેશો સફળ થતા જશે. આ વિશેષતા ચૂંટણી પદ્ધતિમાં છુપાયેલી છે. જે સમયે જે વિષય - બાબતની બહુમતી થઈ શકે તે વિષયને વિધાનસભામાં સ્વીકાર કરાવી લે છે. ૧૩. આ રીતે પ્રજાને વાસ્તવિક હિતના માર્ગથી દૂર હઠાવી ભારતીય પ્રજાના અહિતના અને વિદેશી પ્રજાના હિતના કાર્યો વિકસિત કરવા માટે મોટા પ્રમાણમાં આર્થિક સહાય અને નિષ્ણાતોનો સહકાર અમેરિકન, બ્રિટિશ વગેરે પ્રજાઓ આપી રહી છે. ૧૪. સ્થાપિત હિતો નાબુદ કરવાથી વાલીપણાના (સંરક્ષકપણાના) સિદ્ધાંત નાબુદ થઈ જાય છે. એથી પ્રજાનો કોઈ સાચો માર્ગદર્શક સાચો હિતચિંતક આગેવાન રહી શકતો નથી. આ મોટું નુકશાન ભારતીય પ્રજાને થશે. ભલે વર્તમાન ક્ષણે કંઈ પ્રકારના લાભો અમુક વર્ગને મળી પણ જાય પરંતુ એ વાત ગૌણ છે. ૧૫. આ રીતે ચૂંટણીના સિદ્ધાંત દ્વારા વ્યકિત સ્વાતંત્ર્યના નામ ઉપર મુંડે મુંડે મતિર્ષિના ન્યાયે પ્રજા છિન્નભિન્ન વિચારો અને છિન્નભિન્નવાદોમાં વહેંચાઈ ગઈ. Divide and rule દ્વારા પ્રજાની એક વાક્યતાના નાશનું ભયંકર અનિષ્ટ ચુંટણી પદ્ધતિમાં છે અને બીજા પણ અનેક નુકશાનો છે.Page Navigation
1 2 3 4