Book Title: Chovish Tirthankar Yukt Chaudaso Bavan Gandhar Poojan Author(s): Yashodevsuri, Maheshbhai F Sheth Publisher: Babu Amichand Pannalal Adishwarji Jain Derasar View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રાસ્તાવિકમ આપણું અહોભાગ્ય છે કે આપણી નજર સમક્ષ શ્રી બાબુ અમીચંદ પનાલાલ આદીશ્વરજી જૈન દેરાસરને ૧૦૦ વરસ પુરા થતાં જોઈશું આપણી જ નજર સમક્ષ આ દેરાસર તીર્થ બનશે. આવા ભવ્ય દેરાસરનો શતાબ્દી મહોત્સવ ઉજવવાનું કોને મન ન થાય. દેરાસર બંધાવનાર વ્યક્તિના વંશજો અને આ દેરાસરમાં હરહંમેશ આરાધના કરતા ભાવિક ભક્તજનોએ આ દેરાસરનો ભવ્યાતિભવ્ય શતાબ્દિ મહોત્સવ ઉજવવાનું નક્કી કર્યું અને તેના મંગલાચરણ મંડાયાં. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ઉજવણી આપણા જેમ સમાજના વરિષ્ઠ આચાર્ય અને આપણા દેરાસર ઉપર જેમનો અસીમ ઉપકાર છે તેવા પ.પૂ. શાસન પ્રભાવક આ. શ્રી વિજય પ્રતાપસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટાલંકાર પ.પૂ. યુગદિવાકર આ.શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટાલંકાર સંઘસ્થવિર, સુદીર્ઘ સંયમ પર્યાયી ગચ્છાધિપતિ ૫.પૂ. સાહિત્ય કલારત્ન આચાર્ય સમ્રાટ શ્રી વિજય યશોદેવ સૂરીશ્વરજી મ.સા. આદિની શુભનિશ્રામાં કરવાનું નક્કી કર્યુ સંઘમાં અતિ આનંદ ઉલ્લાસ ફેલાયો. અને આ મહોત્સવના પ્રારંભમાં મોટા ઠાઠ સાથે વર્તમાન કાળના ચોવીશ તીર્થકરો અને તેમના ૧૪૫૨ ગણધરોનું ભવ્ય મહાપૂજન કરાવવાનું નક્કી કર્યું અને શ્રાવણ સુદ-૭ સોમવાર તા. ૪-૮-૨૦૦૩ના રોજ આ પૂજન ભણાશે. જૈન સમાજમાં કયારેય ન ભણાવાયું હોય તેવું પૂજન ભણાવવાનો સૌને વિચાર આવ્યો તે માટે તૈયારીઓ થવા લાગી તેનું યંત્ર તથા પૂજન વિધિ ન હતી તેથી પૂજય આચાર્ય શ્રીની દેખરેખ નીચે તેનુ યંત્ર અને પૂજનવિધિ તૈયાર કરવામાં આવી અને યંત્ર સાથે જૈન સમાજમાં આ પૂજન સૌ પ્રથમ વખત ભણાશે. આ પૂજન ૧૦૮ યંત્રો સાથે કરાવવાની શ્રી બાબુ અમીચંદ પનાલાલ જૈન દેરાસરના ટ્રસ્ટીઓની અને ભાવિક ભક્તજનોની, ભાવના હતી પરંતુ જગ્યાના અભાવે ૪૫ યંત્રો સાથે આ પૂજન થશે. સંવત ૨૦૫૯, શ્રા. સુ. ૫ વાલકેશ્વર આ પૂજનનો ખૂબ ખૂબ પ્રસાર પ્રચાર અને પ્રભાવ થાય અને જેન સમાજ વધુમાં વધુ આ પૂજન કરાવે તેવી શુભ ભાવના સાથે K For Private and Personal Use Only ગુર્વાજ્ઞાથી મુનિ જય ભદ્ર વિજયPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 76