Book Title: Chaityavandan Mala
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 8
________________ શ્રી નેમિનાથાય નમઃ પ્રસ્તાવના જૈન માત્રનું ધ્યેય એકજ હોવું જોઈએ કે હું જન્મ મરણના ફેરામાંથી મુક્ત બનું. સમકિતી આત્માની દરેક આરાધના પાછળ આ લક્ષ હેાય છે કે મારે વહેલી તકે વીતરાગ બનવું છે. વીતરાગતા પ્રાપ્ત કરવા માટેના જુદા જુદા માર્ગમાં એક માર્ગ છે વીતરાગની ભક્તિ. વીતરાગની પદ્યમય ભક્તિ માટે ચાર વસ્તુ છે. (૧) પ્રભુ સમક્ષ બેલાતી સ્તુતિઓ. (૨) ચૈત્યવંદન. (૩) સ્તવન. (૮) થાય (જેને સ્તુતિ પણ કહે છે.) શ્રી સિદ્ધાચલજી (પાલીતાણ) માં ગિરિરાજની ટોચ પર બિરાજમાન શ્રી આદિનાથ ભગવંત સામે વહેલી સવારે શાંત વાતાવરણમાં એક પછી એક આવતી પૂ. સાદવીજીઓની ટુકડી જે લયથી, જે હલકથી, જે ભાવથી ૨૦, ૩૦, ૪૦, ૫૦ સ્તુતિઓ ગાય છે, તે સાંભળવાને લ્હા દરેક શ્રાવક શ્રાવિકાએ અવશ્ય લેવા જેવો છે. જીવનમાં એક વાર પણ આ લ્હાવો લેનાર શ્રાવક-શ્રાવિકાને જાણ થાય કે દુનિયાની શ્રેષ્ઠ ગાયિકા ગણાતી લતાશમરેકરના કંઠ કરતાં અનેકગણું ચડિયાતું માધુર્ય આ શ્રમણી વૃંદમાં છે. - - કોઈપણ જાતના વાજીંત્રની સહાય વગર તેમજ અટકયા વગર એકધારી જે ભક્તિગાથા વહ્યા કરે છે તેને વિશ્વમાં જેટ જડે તેમ નથી વિશેષમાં શ્રમણી વૃંદના કેટલાક સાધ્વીજીને ૫૦૦ આયંબિલ કેટલાકને લાંબી આયંબિલની ઓળીએ, કેટલાકને વર્ષ તપ, કેટલાકને છ-અમ પણ ચાલતા હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 362