________________ રજિ૦ નં. બી. પ૭૩૪ શો ચમત્કાર ન થાય ? ‘ઇસુનું અનુકરણ ' એ ગ્રંથમાં એક અત્યંત અર્થવાહી વચન છે ? " માણસમાત્ર શાંતિ ઈચ્છે છે, પણ જે વસ્તુઓ શાંતિ સ્થાપવામાં મદદગાર છે તે તે કોઈ વિરલા જ ઇરછે છે.'' સ મ્રાજ્યના ત્યાગ, આર્થિક રાષ્ટ્રવાદની નીતિને ય ગ, જાતીય સમાનતા ને સ્વત ત્રતા તથા વિશ્વ કુટુંબ પ્રત્યેની નિષ્ઠાના પાયા પર જમતની પુનર્ધટના, એટલું થાય તો જ શાંતિની સ્થાપના શકન્ય બને. પણ શાંતિની એ કિંમત આપવા આપણે તૈયાર નથી. ઉપર કહી તે વાત સાવ સાદીસુતરી છે, પણું સમગ્ર માનવે જાતિને ગળે તે ઊતરવા માટે માનસિક અને નતિક ક્રાંતિ જરૂરની છે. શાંતિ માગે છે ક્રાંતિકારી ધગશ નવી સાદાઈ, ને નવો ત્યાગમાગ. માણસ પોતાની અનર્ગળ વાસનાઓને જીતે તે આ મને વિજય તેના બીજા સંબંધમાં પણ દેખાઈ આવે. ઈસવી સન પૂર્વે ત્રીજા સૈકામાં અશોકને વારસામાં જે સામ્રાજય મળેલું તે આજના બ્રિટિશ હિંદ કરતાંયે વિશાળ હતું જુવાનીમાં જ તેણે શુરા સુભટ અને સેનાપતિ તરીકે નામના મેળવી હતી. યુદ્ધથી થતી ખુવારી અને પ્રાણહાનિ જોઈને તેને હૃદય પશ્ચાત્તાપથી પ્રજળી ઊઠયું', તે પછી તેણે અહિંસાનો માગ* લીધે ને તે બુદ્ધિના ઉત્સાહી ઉપાસક બન્યા. તેના હૃદયપલટાનું વર્ણન તેના પોતાના શબ્દોમાં આપી શકાય એમ છે, કેમકે એ વર્ણન તેણે પોતાના વિશાળ સામ્રાજયમાં અનેક ઠેકાણે ખડકો ને સ્તંભે પર કોતરાવ્યું છે. કલિંગ દેશ પર તેણે કરેલી ચડાઈમાં હજારો માણસને સંહાર થયો અને નિઃશસ્ત્ર પ્રજાને પારાવાર હાનિ વેઠવી પડી, તે જોઇ પોતાને થયેલા મમ ભેદી દુઃખનું વર્ણન તેણે એક શિલાલેખમાં કર્યું છે : આના સામા કે હજાર મા ભાગ જેટલા માણસોની પણ એવી જ દશા હવે પછી થશે તે તેથી દેવના પ્રિય પ્રિયદર્શીને પારાવાર દુઃખ થશે. તે હવે માને છે કે કોઈ માણસ તેને ઈજા કરે તો પણ તેણે ધીરજ રાખીને સહન કરી શકાય એટલી હદ સુધી, તે સહન કરી લેવી જોઈએ.' અહીં આ પણે એવા એક સમ્રાટનું દર્શન કરીએ છીએ જેણે પોતાના સામ્રાજયભને માટે પશ્ચાત્તાપ કર્યો હતા; એટલું જ નહિ પણ ભાવી પ્રજાને બોધ મળે તે માટે એ પશ્ચાત્તા પની ભાવનાને પાષાણ માં કેતરાવી રાખી હતી. વિજ્ઞાન અને યંત્ર લડાયક સીઝરો અને જુલમગાર તૈમૂરોના હાથમાં છે તેને બદલે બીજા જ માણસોના હાથમાં આવે, અને દરેક સમાજમાં એવાં સ્ત્રીપુરુષે પુરતી સંખ્યામાં નીકળી આવે, જેઓ ધર્મ અને રાજકાજના આંધળt ઝનૂન વિનાનાં હોય, જેઓ દરેક પ્રકારના માનસિક ને નૈતિક જુલમનો સામનો કરવા કટિબદ્ધ હોય, અને જેઓ સંકુચિત રાષ્ટ્રીય ભાવનાને બદલે વિશાળ વિશ્વકુટુંબની ભાવના ખીલવે - આ સુદિન ઊગે તો જગતમાં શા ચમત્કાર થવે બાકી રહે ? ‘હિંદુ ધર્મ' માંથી]. - શ્રી રાધાકૃષથુન in Education Interational For Personal only www.jainelibrary.org