________________ BUDDHIPRABHA-SANAND. Rgd. No. G. 742 જે ને પ નિ ષ દ છે. શ્રીમદ્ બુદ્ધિસાગર સુરિજી जिनस्योपासकाः જે મનુષ્ય જિનદેવ તીર્થ"કર પરમાત્માના ઉપાસકો, સેવકો, ભક્તો છે, કે જૈને કહેવાય છે.... શ્રી જિનેશ્વર સમવસરણમાં બેસીને રતુમુખે દેશના દે છે, માટે તે સર્વજ્ઞ વીતરાગ બ્રહ્મા કહેવાય છે. રજોગુણ, તમોગુણ અને સત્ત્વગુણુની પેલી પાર ગયેલા હોવાથી શ્રી જિનેશ્વર, તીર્થ"કરે જ મહાદેવ, મહેશ્વર જાણવા. કેવળજ્ઞાનથી * શ્રી સર્વજ્ઞ જિનેશ્વર સર્વવ્યાપક હોવાથી તે વિષ્ણુ ગણાય છે. સુખના કતાં હોવાથી જિનેશ્વર શકર છે. સદાશિવમય અથૉત સદા કલ્યાણમય શ્રી તીર્થકર અરિહન્ત હોવાથી તે સદાશિવ કહેવાય છે. સર્વજીને તેઓ તે ધર્મ માં ખેચે છે માટે તે કૃષ્ણ કહેવાય છે. સર્વ જીવેના પાપના હરે છે માટે તે હરિ કહેવાય છે. જ્ઞાનાવરણીયાદિ સર્વ કમેને હરવાથી શ્રી જિનેશ્વર પરમાત્મા જ હર કહેવાય છે. સ‘પૂર્ણ તત્ત્વોના તે જ્ઞાતા હોવાથી તે શ્રી જિનેશ્વર બુદ્ધ કહેવાય છે. સર્વ વિશ્વમ: તે સમર્થ હોવાથી તે વિશ્વેશ્વર કહેવાય છે. વસુ અર્થાત્ પૃથ્વીના તે દેવ હોવાથી વાસુદેવ કહેવાય છે. સર્વ વિશ્વવતી ભક્તોના હૃદયમાં ધ્યાનવડે રહેલા હોવાથી તે રામ કહેવાય છે. એવા જિનેશ્વરના ભકતોને, ઉપાસકેને, જિનેશ્વરના જે રાગી છે, તેઓને જૈન કહેવાય છે. જિનદેવના પર પ્રેમરાગને ધારણ કરનાર મનુષ્ય જેન કહેવાય છે. શ્રી જિનેશ્વર પ્રભુએ ઉપદિષ્ટ સદ્દવિચારોના અને સદાચારીના જે ઉપાસક છે તે જૈને છે. શ્રી જિનેશ્વરની આજ્ઞા પ્રમાણે ગુણાને જીતવા પ્રયત્ન કરે તે જૈન છે જે દુર્બળતા પર જય મેળવે છે અને સર્વ પ્રકારના શુભ જય મેળવાય એવી શકિતઓને જે પ્રાપ્ત કરે છે. તે જૈન છે. જે જિનેશ્વરના ગુણાને ઉપાસે છે તે જૈન છે. જે જિનેશ્વરની ઉપાસના કરવામાં રકત છે તે જૈન છે. જે જિન દેવની પૂર્ણ શ્રદ્ધા ધારણ કરે છે તે જૈન છે. જે મનુષ્ય જિનદેવના કહ્યા પ્રમાણે શત ધર્મ અને ચારિત્રધમને યથાશકિત ઉપાસક બને છે તે જૈન છે... (ચાલુ ) - આ માસિક શાન્તિલાલ વાડીલાલ શાહે, ‘મનોરથ વિન્ટરી, 2, કાળ, અમદાવાદમાં છા, અને તેની (પ્રકાશક બુદ્ધિપ્રભા સંરક્ષક મંડળ વતી શ્રી સુખભાઈ ગોવિંદજી મહેતાએ સાણુ દર >>