Book Title: Bramha Vrateshu Vratam Author(s): Mansukhlal T Mehta Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf View full book textPage 5
________________ બ્રહ્મ તેવું તેમ ૧૪૫ અને જનનેન્દ્રિયને બહેનોની માફક અતિ નિકટનો સંબંધ છે, રસની લોલુપતા કામને જાગ્રત કરે છે, એ સૂત્ર બ્રહ્મચર્ય સાધકે નિરંતર ધ્યાનમાં રાખવાનું છે. જીભમાં હાડકું નથી, પરંતુ તેમ છતાં, એ હાડકા વિનાની જીભલડીમાં હાડકાંવાળાં બીજાં અંગોનો નાશ કરવાની તો અદભુત શક્તિ છે. कामोत्पादकद्रव्यस्य दर्शनात् स्खलति ब्राम् . અર્થાત કામને ઉપજાવે એવા દ્રવ્યના દર્શનથી વ્રતભંગ થાય છે, એટલા માટે જ આચાર્ય મહારાજશ્રીએ પૂજામાં કહ્યું છે કે બ્રહ્મચારી કદી નાટક, ચેટક, રાસ, સિનેમા જોવા જાય નહિ. બ્રહ્મચર્ય સાધક માટે શારીરિક ટાપટીપ, સ્ત્રીનો સંસર્ગ અને રસદાર અન્નપાન એ ત્રણે તાલપુટ્ટ (હાથમાં પકડતાં જ તાળવું ફોડી નાખે તેવું મહાભયંકર) વિષ જેવા હોવાનું દશવૈકાલિક સૂત્રમાં કહેવામાં આવ્યું છે. - વિકારોત્તેજક શબ્દોના પઠન કે શ્રવણથી પણ અંતરમાં કરેલા કે સૂતેલા વિકારી જાગ્રત થાય છે, માટે બ્રહ્મચર્યસાધકે કામવાસના જાગે તેવું વાચન ન કરવું, એવા શબ્દો ન સાંભળવા, એવાં સુગન્ધયુક્ત દ્રવ્યોનું સેવન ન કરવું, તેમ જ એવું કોઈ દશ્ય ન જેવું. ઇન્દ્રિયોનો ઉપયોગ તો બ્રહ્મચારી અને અબ્રહ્મચારી બંને જ કરે છે, પરંતુ બન્નેના આચારવિચારમાં ભારે ભેદ રહે છે. મહાત્મા ગાંધીએ આ વિષે લખતાં કહ્યું છે કે : “બ્રહ્મચર્યનો પ્રયત્ન કરનારા ઘણા નિષ્ફળ જાય છે, કેમકે તેઓ ખાવાપીવામાં જેવા ઇત્યાદિમાં અબ્રહ્મચારીની જેમ રહેવા માગતા છતાં બ્રહ્મચર્યનું પાલન ઇચ્છે છે. આ પ્રયત્ન ઉષ્ણઋતુમાં શીતતુનો અનુભવ લેવાના પ્રયત્ન જેવો કહેવાય. સંયમીના અને સ્વચ્છંદીના, ભોગીના અને ત્યાગીના, જીવન વચ્ચે ભેદ હોવો જ જોઈએ. સામ્ય હોય છે તે તો ઉપરથી દેખીતું જ. ભેદ ચોખા તરી આવવો જોઈએ. આંખનો ઉપયોગ બંને કરે, પણ બ્રહ્મચારી દેવદર્શન કરે, ભોગી નાટકટકમાં લીન રહે, બન્ને કાનનો ઉપયોગ કરે, પણ એક ઈશ્વર ભજન સાંભળે, બીજો વિલાસી ગીતો સાંભળવામાં મોજ માણે; એક શરીરરૂપ તીર્થક્ષેત્રને નભાવવા પૂરતું દેહને ભાડું આપે, બીજે સ્વાદને ખાતર દેહમાં અનેક વસ્તુઓ ભરી તેને દુર્ગધિત કરી મૂકે. આમ બંનેના આચારવિચારમાં ભેદ રહ્યા જ કરે.” - - જે પૂર્ણ બ્રહ્મચારી છે તેના માટે આ સંસારમાં કશું જ અસાધ્ય નથી; બ્રહ્મચર્યનું બહુમાન કરતાં આચાર્યશ્રી પૂજામાં કહે છે કે બ્રહ્મચર્ય શુદ્ધ જેહ, પરમ પૂત તાસ દેહ, દેવ સેવ કરત નેહ, જય જય જય બ્રહ્મચારી. વીતરાગ સમ જાનિયે, બદાચારી નિરાગ, બ્રહ્મચર્ય તપસે મિલે, મોક્ષ પરમ પદ ધામ. નૂતન શ્રી જિન ચૈત્ય બનાવે, કોટિ નિષ્પદાન કરીને, હોવે નહિ બ્રહ્મચર્યબરાબર, આગમ પાઠ ઉચ્ચારીને, માનવીમાં ક્રોધ, લોભ, માન, માયા, રાગ, દ્વેષ, ઈર્ષ, મોહ, મમતા, અધીરાઈ, ઝેર, વેર, કામવાસનાઓ, ઇચ્છાઓ, પરનિન્દા, અહંકાર, અભિમાન, કરતા, નિર્દયતા, અદેખાઈ ધર્તતા, નિર્લજજતા, નફરતા, નાલાયકીપણું, પ્રપંચીપણું ઇત્યાદિ જોવામાં આવે છે, તે બધાંના મૂળમાં કારણરૂપ બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્યના આચરણથી આ બધા દોષોનો નાશ થાય છે, તેમ જ ક્ષમા, માર્દવતા, નમ્રતા, સરલતા, નિરભિમાનપણું, તપશ્ચર્યા, સંયમ, સત્ય, પવિત્રતા, અકિંચનપણાનો ગુણ પ્રાપ્ત થઈ શકે છે. આચાર્યશ્રીએ તેથી જ ઉત્તરાધ્યયન સૂત્રનો ઉપદેશ આપતાં પૂજમાં કહ્યું છે કેઃ “દેવો અને દાનવો પણ દુષ્કર એવા બ્રહ્મચર્યના પાળનારને નમસ્કાર કરે છે. બ્રહ્મચારીની વીતરાગ સાથે સરખામણી કરી છે, એ ઉપરથી ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8