Book Title: Bhaktamar Tubhyam Namaha
Author(s): Rekha Vora
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 471
________________ 452 4 | ભક્તામર સુભ્ય નમઃ | આ સ્તોત્ર પર રચાયેલ વૃત્તિઓ, અવચૂરિઓ કે ચૂર્ણિઓનું પઘપ્રમાણ અલગ-અલગ છે. ગુણાકરસૂરિએ આ સ્તોત્ર પર ૧૫૭૨ શ્લોકપ્રમાણ વૃત્તિ રચી છે. શ્રી અમરપ્રભસૂરિએ ઈ. સની ૧૫મી સદીમાં ૪૦૦ શ્લોકપ્રમાણ વૃત્તિ રચેલી છે. ચૈત્રીગચ્છીય શ્રી ગુણાકરસૂરિએ સંવત ૧૫૨૪માં ૧૮૫૦ શ્લોકપ્રમાણ વૃત્તિ રચેલી મળી આવે છે, હીરવિજયસૂરિના શિષ્ય કનકકુશલ ગણિએ સંવત ૧૬૫રમાં ૭પ૮ શ્લોકપ્રમાણ વૃત્તિ રચેલી છે. મેઘવિજય ઉપાધ્યાયે આ સ્તોત્ર પર ૧૮મી સદીમાં ૧૦૦૦ શ્લોકપ્રમાણ વૃત્તિ રચેલી છે તથા મેરુસુંદરસૂરિએ આ સ્તોત્ર પર ૭૮૫ શ્લોકપ્રમાણ વાર્તિક રચેલું છે. આટલી વિશાળતામાં રચાયેલ શ્લોકપ્રમાણ જ આ સ્તોત્રના મહાભ્યને સિદ્ધ કરે છે. આ સ્તોત્રના પદ્યાનુવાદો વિવિધ ભાષામાં અને વિવિધ પ્રકારે, વિવિધ છંદોમાં થયેલા છે. શ્રી કમલકુમાર શાસ્ત્રી કુમુદ સંપાદિત “ભક્તામર-ભારતી' નામના દળદાર ગ્રંથમાં ભક્તામર સ્તોત્રના ૧૨૧ પદ્યાનુવાદ સંકલિત કર્યા છે. તેમાં ઈ. સ. ૧૬૭૦થી લઈને ૧૯૯૨ સુધીના પ્રકાશિત અને અપ્રકાશિત વિવિધ ભાષાના પદ્યાનુવાદો સંકલિત કરવામાં આવ્યા છે. જેમાં હિન્દી, મરાઠી, ગુજરાતી, મેવાડી, રાજસ્થાની, અવધી, બાંગલા, કન્નડ, તામિલ, ઉર્દૂ, ફારસી અને અંગ્રેજી જેવી ભાષામાં થયેલા પદ્યાનુવાદોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હિન્દી ભાષામાં અનુવાદિત થયેલા સૌથી વધારે પદ્યાનુવાદો મળી આવે છે. આ પુસ્તકમાં તેની સંખ્યા ૯૪ની છે. મરાઠી ભાષામાં તેની સંખ્યા ૯ની છે. ગુજરાતીમાં ૮ની છે. મેવાડીમાં એક જણે, રાજસ્થાનમાં ર જણે, અવધી, બાંગલા, કન્નડ, તાલીમ, ઉર્દૂ, ફારસી અને અંગ્રેજી ભાષામાં અનુવાદિત થયેલા એક એક પદ્યાનુવાદો આ ગ્રંથમાં રજૂ કરવામાં આવ્યા છે. જુદા જુદા કાવ્યકારોએ જુદા જુદા સમયે, અલગ-અલગ ભાષામાં પદ્યાનુવાદ કર્યો છે. તેમાંથી કેટલાંક ઉદાહરણ રૂપે જોઈએ તો : – શ્રી પંડિત હેમરાજ પાંડેએ ઈ. સ. ૧૬૭૦માં, શ્રી દેવવિજયે ૧૬૭૩માં, શ્રી પંડિત વિનોદીલાલે ૧૬૮૪માં, શ્રી પંડિત નથુરામ પ્રેમીએ ૧૯૦૭માં, ડૉ. શેખરચંદ જૈને ૧૯૭૪માં, ડૉ. નેમીચંદ જૈને ૧૯૮૧માં, શ્રી રાજમલ પવૈયાએ ૧૯૮૨માં, શ્રી મુનિનરેન્દ્ર વિજય નવલએ ૧૯૮૫માં, આદિ કવિગણોએ હિન્દી ભાષામાં પદ્યાનુવાદ કરેલ છે. જ્યારે મરાઠી ભાષામાં ૧૭મી સદીમાં શ્રી શતકાતીલ કવિ જિનસાગરે, ૧૮૬૭માં શ્રી શિવદાસ કેળકરે, ૧૯૬૯માં શ્રી મોતીચંદ હીરાચંદ ગાંધીએ, ૧૯૮૬માં શ્રી પ્રેમચંદ માનકેએ ભક્તામર સ્તોત્રનો પદ્યાનુવાદ કરેલ છે. ગુજરાતી ભાષામાં ભક્તામર સ્તોત્રનો પદ્યાનુવાદ સૌપ્રથમ ઈ. સ. ૧૮૯૧માં શ્રી શેઠ હરજીવનદાસ રાયચંદે કરેલ છે. ૧૯૬૮માં શ્રી ધર્મધુરન્ધરસૂરિજીએ, ૧૯૭૭માં શ્રી માવજી દામજી શાહે, ૧૯૮૧માં ભંવરલાલ નાહટાએ કરેલ છે. આ સિવાય ઘણાં લોકોએ ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. જૈન સિદ્ધાંત ગ્રંથમાળા મણકો–૩જો, પ્રાતઃસ્મરણ અને સ્વાધ્યાય-ભાગ રજામાં વસંતતિલકા છંદમાં શ્રી નગીન ગિરધરલાલ શેઠ દ્વારા કરવામાં આવેલ ગુજરાતી પદ્યાનુવાદ છપાયેલ છે. હરિગીત છંદમાં પણ ભક્તામર સ્તોત્રનો પદ્યાનુવાદ થયેલ છે.

Loading...

Page Navigation
1 ... 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544