Book Title: Bhajanpad Sangraha Part 05
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 183
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૦ ઉદાસીનતા ધારણ કરવી. અઘાતી શુભ વા અશુભ કર્મ ભેગવતાં છતાં રાગ અને દ્વેષ કરે નહી. જ્ઞાનીઓ ઘાતકર્મને ઉદય હઠાવવા પ્રયત્ન કરે છે અને અઘાતીયાં કર્મ સમભાવે વેદે છે તેથી તેઓ ઉપરના ગુણસ્થાનકમાં ચઢે છે રાગ અને દ્વેષને વારતા છતા આત્માના શુદ્ધ પગમાં રહે છે. ધર્મધ્યાન અને શુકલ ધ્યાનને ધ્યાવે છે. પરિસને સમભાવે સહે છે. પાંચ સમિતિ અને ત્રણ ગુણિને ધારણ કરે છે. સાધુને દશ પ્રકારને યતિ ધર્મ ધારણ કરે છે=શ્રાવક વા સાધુનાં યથાશક્તિ વ્રત પાળે છે. બાહ્મચારિત્ર વડે અત્યંતર ચારિત્ર પ્રાપ્ત કરવા ઉદ્યમ કરે છે= સંવર તત્ત્વમાં રમણતા કરી નવીન કર્મીને આવતાં રેકે છે. બાહય અને અત્યંતર તપશ્ચર્યા કરી ભૂતકાળમાં બાંધેલાં કર્મને નિર્જરે છે. વ્યવહાર અને નિટ ચારિત્રને રવીકાર કરે છે. દુનિયાના જડ પદાર્થોમાં ઈદપણું અને અનિષ્ટપણું માનતા નથી. ક્ષણે ક્ષણે આત્મપરિણામની વિશુદ્ધિ કરે છે. જગતના ભાવોની ક્ષાણકતા જાણે છે. પિતાના આત્માના ગુણ પર્યાયનું ધ્યાન ધરે છે. સ ગુણોને ગ્રહણ કરવા અત્યંત ઉત્સાહ ધારણ કરે છે અને દુર્ગણોને નાશ કરવા પ્રયત્ન કરે છે. ઉપાધિભાવથી દૂર રહે છે. સર્વસંગને પરિ. ત્યાગ કરવા પ્રતિદિન પ્રયત્ન કરે છે. શત્રુ મિત્રાદિભાવપર સમાનતા ધારણ કરે છે. આત્માની સહજ શાંતિને ધારણ કરવા પ્રયત્ન કરે છે. જ્ઞાન, દર્શન, ચારિત્રમય એ પિતાને આભા જાણી તેમાં લયલીન રહે છે. જડને જડરૂપે દેખી તેમાં લેવાતા નથી અને આત્માને આત્મારૂપે દેખી તેમાં લયલી ન રહે છે. ભોગાવલી કર્મને ઉદય ભોગવતાં છતાં પણ અન્તરથી ન્યારા રહે છે. એક પિતાના આત્માને ઉપાદેય ગણી સર્વ વસ્તુઓમાંથી અહેમમત્વને અધ્યાસ ત્યાગ કરે છે. આવી આત્મદશાએ વર્તતા હતા અને કર્મની પ્રકૃતિને ક્ષય કરતા કરતા અને ઉપશમાદિભાવે ગુણ પ્રગટાવતા છતા ક્ષકશ્રેણિ પ્રાપ્ત કરે છે. શુકલ યાનને બીજે પાધ્યાવી બારમા ગુણઠાણાના અંતે કેવલજ્ઞાન અને કેવલ દર્શન પ્રાપ્ત કરે છે. કેવલજ્ઞાનવડે લોકાલોક - ભાવને જાણે છે અને કેવલ દર્શનથી સર્વ ભાવને દેખે છે. અઘાતીયાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194