Book Title: Bhadracharya ane Dattilacharya
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 2
________________ નિર્ગ-૧ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ઈ. સ. ૩૫૩-૩૬૩) જેટલો પ્રાચીન છે. “સ્થવિરાવલી”ના એ પુરાણા હિસ્સામાં આર્ય વજથી સાતમા આચાર્યનું નામ આર્ય ભદ્ર મળે છે અને પ્રસ્તુત આર્ય ભદ્રથી સપ્તમ આચાર્યનું નામ ફરીને આર્ય ભદ્ર એ પ્રકારે મળે છે. આચાર્ય વજનો સમય સરેરાશ ગણતરીએ ઈસ્વીસન્ પૂર્વેની પ્રથમ સદીમાં પડે છે, અને એ હિસાબે પ્રથમ આર્ય ભદ્રનો સમય ઈસ્વીસની પહેલી શતાબ્દીના અંતભાગે અને દ્વિતીય આર્ય ભદ્રનો કાળ લગભગ ત્રીજી શતાબ્દીના મધ્યના અરસામાં આવે. ભદ્રાચાર્ય સંબંધી વિશેષ તલાશ પરવર્તી સમય-ખંડોમાં કરતાં સાંપ્રત ચર્ચાને ઉપકારક એવા બીજા બે નિર્દેશોની ભાળ મળે છે. વિદિશાના ઉદયગિરિ(પ્રા. નીચેગિરી)ની જૈન ગુફાના ગુ. સં. ૧૦૬ ! ઈ. સ. ૪૨૫-૨૬ના ઉત્કીર્ણ લેખમાં જણાવ્યા પ્રમાણે આર્યકુલોગત આચાર્ય ગોશર્મ દ્વારા ગુફાના મુખમાં જિન પાની પ્રતિમા પ્રતિષ્ઠિત થયા હોવાનો ઉલ્લેખ છે. શિલાલેખ ઉલિખિત આચાર્ય ભદ્ર અને કલ્પસૂત્ર-સ્થવિરાવલીના દ્વિતીય ભદ્રાયે આમ તો અભિન્ન લાગે. પરંતુ સમાન ગુરુના સાધુઓના સમુદાય માટે ઉત્તરની મુખ્યધારાના નિગ્રંથોમાં “અન્વય” કહેવાની પ્રથા નહોતી. ત્યાં ગણ, શાખા, કુલ જેવા પ્રભેદ હતા. આથી ચૂર્ણિ-કથિત ભદ્રાયંચાઈ એ પટ્ટાવલી-કથિત આર્ય ભદ્ર (કદાચ દ્વિતીય) હોવાનો સંભવ નહિવત્ રહે છે. બીજો ઉલ્લેખ સૂત્રકૃતાંગ પરની અનામી કર્તાની ચૂર્ણિ(વૃદ્ધ-વિવરણ)માં સૂ. ૭૬૦ પરના વ્યાખ્યાનમાં મળે છે. ત્યાં ત્ર દૂષણક્ષમાશ્રમfશષ્યક્િ?િ)વાવી વૃવતે એવો ઉલ્લેખ આવે છે. પર્યુષણા કલ્પ-સ્થવિરાવલીમાં તેમ જ ઉદયગિરિના શિલાલેખમાં આવતા ભદ્રાચાર્યને બદલે આ સૂત્રકૃતાંગ પૂર્ણિ-કથિત ભદ્રાર્યાચાર્ય અને દશવૈકાલિક-ચૂર્ણિ (અગત્યસિંહ) કથિત એ જ નામના આચાર્ય અભિન્ન હોવાનો વિશેષ સંભવ છે. સૂત્રકૃતાંગ ચૂર્ણિ અનુસાર ભદ્રાચાર્યના ગુરુ દૂધ્વગણિ ક્ષમાશ્રમણ તે અન્ય કોઈ નહીં પણ નંદીસૂત્રની સ્થવિરાવલી"માં આવતા, સૂત્રકાર દેવવાચકના ગુરુ, “દૂષ્યગણિ” જ જણાય છે". નિંદીસૂત્રની રચના વલભીમાં મળેલી દ્વિતીય પરિષદ(ઈ. સ. ૧૦૩ / ૫૧૬)થી પહેલાં થઈ ચૂકેલી જણાય છે. ત્યાં, વિરાવલીમાં, આર્ય નાગાર્જુન (ઈ. સ. ના ચોથા સૈકાનું પ્રથમ ચરણ)થી દૂષ્યગણિ ક્રમમાં ત્રીજા આવે છે. એ હિસાબે દૂષ્યગણિનો સમય ઈ. સ. ૪૦૦ ૪૨૫ના ગાળાનો અને તેમના શિષ્યો દેવવાચક તેમ જ ભદ્રાચાર્યનો સમય ઈ. સ. ૪૨૫૪૫૦ના અરસાનો હોઈ શકે. બીજા આચાર્ય, દત્તિલ વિશે, શોધ ચલાવતાં પ્રાપ્ય પટ્ટાવલીઓ આદિ સાધનોમાં તો તેમનો પત્તો મળતો નથી પણ ગુપ્તસમ્રાટ કુમારગુપ્તના નામ સાથેના મથુરાના એક જૈન પ્રતિમા લેખમાં તેમનો ઉલ્લેખ થયેલો છે. ગુપ્ત સંવત્સર ૧૧૩ ઈ. સ. ૪૩૨-૩૩ની મિતિવાળા તે લેખમાં કોટ્ટિય(કૌટિક)ગણની વિદ્યાધરી-શાખાના દરિલાચાર્યના આદેશથી પ્રતિમા પ્રતિષ્ઠિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4