Book Title: Bhadracharya ane Dattilacharya
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Catalog link: https://jainqq.org/explore/249355/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ભદ્રાર્યાચાર્ય અને દરિલાચાર્ય ઈસ્વીસન્ પૂર્વેની પાંચમી શતાબ્દીના અંતભાગે કે ચોથી શતાબ્દીના પૂર્વાર્ધમાં થયેલા આર્ય શઠંભવ વા સ્વાયંભુવ દ્વારા રચાયેલા મનાતા દશકાલિક કેિવા દશવૈકાલિક-સૂત્રની જૈન શ્વેતાંબર શ્રુતમાં બહુ મોટી પ્રતિષ્ઠા છે. સદાચરણ અને વૈરાગ્યપોષક અભિભાવો, ચિંતન-ગહનતા અને ચેતોહર પદલાલિત્ય ધરાવતી તેની કેટલીક સુગંભીર ગાથાઓનું ભારતીય તત્ત્વપ્રવણ સાહિત્યમાં ઊંચું સ્થાન છે. પ્રકૃતિ આગમ પર આથી સ્વાભાવિક રીતે જ અલગ અલગ સ્વરૂપની અને સારી એવી સંખ્યામાં પ્રાચીન અને મધ્યયુગમાં વ્યાખ્યાઓ થયેલી : જેમાં આચાર્ય ભદ્રબાહુ દ્વિતીયની મનાતી નિયુક્તિ (પ્રાકૃત ઈસ્વીસનો પમો-છઠ્ઠો સૈકો), “વૃદ્ધવિવરણ” નામક અજ્ઞાત કર્તક ચૂણિ (સાતમા સૈકાનો ઉત્તરાર્ધ), થોડાં વર્ષો પહેલાં મળી આવેલી અગત્યસિંહની ચૂર્ણિ (પ્રાકૃતઃ છઠ્ઠા શતકનો ઉત્તરાર્ધ), અને આચાર્ય હરિભદ્રસૂરિની શિષ્યબોધિની-ટીકા કિવા શિષ્યહિતાવૃત્તિ (સંસ્કૃત : ૮મા શતકનો પૂર્વાર્ધ) મુખ્ય, વિશદ, વિશેષ મહત્ત્વપૂર્ણ, અને પ્રમાણમાં પ્રાચીન છે. તદતિરિક્ત દક્ષિણ ભારતમાં વિશેષ પાંગરેલ, જૈન સંપ્રદાયના એક ત્રીજા આમ્નાય—વાપીય સંઘ–ના અપરાજિતસૂરિ અપરના વિજ્યાચાર્યે પણ દશવૈકાલિક પર એક ટીકા–વિજયોદયા ટીકા (૮મો-૯મો સૈકો)–રચેલી, જે હાલ અપ્રાપ્ય છે. અગત્યસિંહની ચૂર્ણિના અંતરાવલોકન પરથી જણાય છે કે તે કૃતિ પૂર્વે પણ દશવૈકાલિકસૂત્ર પર બેએક વૃત્તિઓ પ્રાકૃત ભાષામાં રચાઈ ગયેલી, જેનાં અવતરણ વા આશયાદિ ચૂર્ણિ અંતર્ગત યત્રતત્ર જોવા મળે છે. ચૂર્ણિકાર વિશેષમાં “ભદ્ર' અને “દત્તિલ” નામના બે પૂર્વવર્તી આચાર્યોના મત પણ ઉદ્ગતિ કરે છે. સંભવ છે કે જે એકાદ-બે પુરાણી વૃત્તિઓનાં અવતરણ, વ્યાખ્યા-વિવરણ આદિ ચૂર્ણિમાં મળે છે તેના કર્તા પૂર્વકથિત ભદ્રાર્યાચાર્ય અને દરિલાચાર્ય હોય. સંદર્ભગત આચાર્યો કોણ હતા, ક્યારે થઈ ગયેલા, એ વાત અન્વેષણીય છે. અગત્યસિંહીયા ચૂર્ણિનો સમય (સ્વ) મુનિશ્રી પુણ્યવિજયજીએ આગમો પરનાં ભાષ્યો પૂર્વેની અને પૌવપર્યનાં પ્રમાણોનાં વિશેષ પરીક્ષણ પછી પંદલસુખ માલવણિયાએ છઠ્ઠા શતકના મધ્યના અરસાનો નિશ્ચિત કર્યો છે, જે બહુધા સ્વીકાર્ય જણાય છે. આથી પૂર્વોક્ત આચાર્યો (ભદ્ર-દત્તિલ) ચૂર્ણિકારથી અને ચૂર્ણિના સમયથી પૂર્વવર્તી જ માનવા ઘટે. આ પુરાતન આચાર્યો સંબંધમાં પહેલી તલાશ પટ્ટાવલી આદિ સંબદ્ધ સાહિત્યમાં કરવી જોઈએ. એતદ્ વિષયક સાધનોમાં વર્તમાને પર્યુષણાકલ્પની “સ્થવિરાવલી” સૌથી પ્રાચીન છે. તેનો આર્ય સ્કંદિલ પર્વતનો ભાગ સ્પષ્ટતયા આગમોની માથુરી વાચના (પ્રાયઃ Page #2 -------------------------------------------------------------------------- ________________ નિર્ગ-૧ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ઈ. સ. ૩૫૩-૩૬૩) જેટલો પ્રાચીન છે. “સ્થવિરાવલી”ના એ પુરાણા હિસ્સામાં આર્ય વજથી સાતમા આચાર્યનું નામ આર્ય ભદ્ર મળે છે અને પ્રસ્તુત આર્ય ભદ્રથી સપ્તમ આચાર્યનું નામ ફરીને આર્ય ભદ્ર એ પ્રકારે મળે છે. આચાર્ય વજનો સમય સરેરાશ ગણતરીએ ઈસ્વીસન્ પૂર્વેની પ્રથમ સદીમાં પડે છે, અને એ હિસાબે પ્રથમ આર્ય ભદ્રનો સમય ઈસ્વીસની પહેલી શતાબ્દીના અંતભાગે અને દ્વિતીય આર્ય ભદ્રનો કાળ લગભગ ત્રીજી શતાબ્દીના મધ્યના અરસામાં આવે. ભદ્રાચાર્ય સંબંધી વિશેષ તલાશ પરવર્તી સમય-ખંડોમાં કરતાં સાંપ્રત ચર્ચાને ઉપકારક એવા બીજા બે નિર્દેશોની ભાળ મળે છે. વિદિશાના ઉદયગિરિ(પ્રા. નીચેગિરી)ની જૈન ગુફાના ગુ. સં. ૧૦૬ ! ઈ. સ. ૪૨૫-૨૬ના ઉત્કીર્ણ લેખમાં જણાવ્યા પ્રમાણે આર્યકુલોગત આચાર્ય ગોશર્મ દ્વારા ગુફાના મુખમાં જિન પાની પ્રતિમા પ્રતિષ્ઠિત થયા હોવાનો ઉલ્લેખ છે. શિલાલેખ ઉલિખિત આચાર્ય ભદ્ર અને કલ્પસૂત્ર-સ્થવિરાવલીના દ્વિતીય ભદ્રાયે આમ તો અભિન્ન લાગે. પરંતુ સમાન ગુરુના સાધુઓના સમુદાય માટે ઉત્તરની મુખ્યધારાના નિગ્રંથોમાં “અન્વય” કહેવાની પ્રથા નહોતી. ત્યાં ગણ, શાખા, કુલ જેવા પ્રભેદ હતા. આથી ચૂર્ણિ-કથિત ભદ્રાયંચાઈ એ પટ્ટાવલી-કથિત આર્ય ભદ્ર (કદાચ દ્વિતીય) હોવાનો સંભવ નહિવત્ રહે છે. બીજો ઉલ્લેખ સૂત્રકૃતાંગ પરની અનામી કર્તાની ચૂર્ણિ(વૃદ્ધ-વિવરણ)માં સૂ. ૭૬૦ પરના વ્યાખ્યાનમાં મળે છે. ત્યાં ત્ર દૂષણક્ષમાશ્રમfશષ્યક્િ?િ)વાવી વૃવતે એવો ઉલ્લેખ આવે છે. પર્યુષણા કલ્પ-સ્થવિરાવલીમાં તેમ જ ઉદયગિરિના શિલાલેખમાં આવતા ભદ્રાચાર્યને બદલે આ સૂત્રકૃતાંગ પૂર્ણિ-કથિત ભદ્રાર્યાચાર્ય અને દશવૈકાલિક-ચૂર્ણિ (અગત્યસિંહ) કથિત એ જ નામના આચાર્ય અભિન્ન હોવાનો વિશેષ સંભવ છે. સૂત્રકૃતાંગ ચૂર્ણિ અનુસાર ભદ્રાચાર્યના ગુરુ દૂધ્વગણિ ક્ષમાશ્રમણ તે અન્ય કોઈ નહીં પણ નંદીસૂત્રની સ્થવિરાવલી"માં આવતા, સૂત્રકાર દેવવાચકના ગુરુ, “દૂષ્યગણિ” જ જણાય છે". નિંદીસૂત્રની રચના વલભીમાં મળેલી દ્વિતીય પરિષદ(ઈ. સ. ૧૦૩ / ૫૧૬)થી પહેલાં થઈ ચૂકેલી જણાય છે. ત્યાં, વિરાવલીમાં, આર્ય નાગાર્જુન (ઈ. સ. ના ચોથા સૈકાનું પ્રથમ ચરણ)થી દૂષ્યગણિ ક્રમમાં ત્રીજા આવે છે. એ હિસાબે દૂષ્યગણિનો સમય ઈ. સ. ૪૦૦ ૪૨૫ના ગાળાનો અને તેમના શિષ્યો દેવવાચક તેમ જ ભદ્રાચાર્યનો સમય ઈ. સ. ૪૨૫૪૫૦ના અરસાનો હોઈ શકે. બીજા આચાર્ય, દત્તિલ વિશે, શોધ ચલાવતાં પ્રાપ્ય પટ્ટાવલીઓ આદિ સાધનોમાં તો તેમનો પત્તો મળતો નથી પણ ગુપ્તસમ્રાટ કુમારગુપ્તના નામ સાથેના મથુરાના એક જૈન પ્રતિમા લેખમાં તેમનો ઉલ્લેખ થયેલો છે. ગુપ્ત સંવત્સર ૧૧૩ ઈ. સ. ૪૩૨-૩૩ની મિતિવાળા તે લેખમાં કોટ્ટિય(કૌટિક)ગણની વિદ્યાધરી-શાખાના દરિલાચાર્યના આદેશથી પ્રતિમા પ્રતિષ્ઠિત Page #3 -------------------------------------------------------------------------- ________________ ભદ્રાર્યાચાર્ય અને દક્તિલાચાર્ય ૨૧ થયાનો ઉલ્લેખ છે. આ સ્પષ્ટ ઉલ્લેખ જોતાં અને અગમ્યસિંહના સંભાવ્ય સમયથી લેખની મિતિના હિસાબે આશરે સવાસો વર્ષ જેટલું તેમનું પુરોગામીપણું લક્ષમાં લેતાં, ચૂર્ણિકથિત દત્તિલાચાર્ય અને સાંપ્રત શિલાલેખ ઉલ્લિખિત દરિલાચાર્ય અભિન્ન હોવા જોઈએ. જો પ્રસ્તુત દત્તિલાચાર્ય દ્વારા પણ દશવૈકાલિકસૂત્રની એક વૃત્તિ રચાઈ હોય તો તે વૃત્તિનો સમય ઈસ્વીસના પાંચમા શતકનો દ્વિતીય પ્રહર હોવાનું નિશ્ચિતરૂપે અનુમાની શકાય. આ બન્ને પ્રાચીન ઉલ્લેખોનાં પ્રમાણોથી અગત્યસિંહ દ્વારા થયેલ બે પૂર્વવિદ્ આચાર્યો સંબદ્ધ ઉલ્લેખની પ્રામાણિકતા સિદ્ધ થવા ઉપરાંત તેઓની વિદ્યમાનતાના કાળનો પણ મહદંશે નિર્ણય થઈ જાય છે. ભદ્રાયંચાર્ય ઈસ્વીસના પાંચમા શતકના પૂર્વાર્ધમાં થયા હશે અને દત્તિલાચાર્ય તો ઈ. સ. ૪૩૨-૩૩માં વિદ્યમાન હોવાનું હવે સુનિશ્ચિત બને છે. આ ગણતરીએ ભદ્રાર્યાચાર્ય અને દત્તિલાચાર્ય સમકાલિક સ્થવિરો હોવા ઘટે. પ્રસ્તુત બન્ને આચાર્યોએ દશવૈકાલિકસૂત્ર પર વૃત્તિઓ રચી હોય તો તે બન્ને કૃતિઓ જૈનાગમોની વાલભી વાચના (ઈ. સ. ૧૦૩ વા ઈ. સ. ૫૧૬)થી પૂર્વે થઈ ચૂકી હતી. હાલ અપ્રાપ્ય એવી આ વૃત્તિઓના આશય-અંશ અગત્યસિંહની ચૂર્ણિમાં અભિપ્રાયરૂપે જળવાયા હોઈ, પ્રસ્તુત ચૂર્ણિનું મૂલ્ય અધિક્તર બની જાય છે. અલબત્ત ચૂર્ણિકારનાં નિજી મંતવ્યો અને પૂર્વવર્તી વૃત્તિકારોનાં મંતવ્યો વચ્ચે બાવર્તક રેખાઓ દોરવાનું કાર્ય તો આગમોના અધ્યેતાઓ જ કરી શકે. ટિપ્પણો : ૧. આ અંગબાહ્ય” વર્ગમાં ગણાતા આગમનું વર્તમાન ભાષા-સ્વરૂપ અલબત્ત ઈસ્વીસનુ પૂર્વેની એકાદ સદીથી વિશેષ પુરાણું નથી. મૂળ કૃતિ બન્યા બાદ ચારસો એક વર્ષ પછી ભાષામાં યુગાનુકૂલ પરિવર્તન કરવામાં આવ્યું હોવાનો સંભવ છે. (આર્ય શäભવ જિન વર્ધમાન મહાવીર નિર્વાણ ઈ. સ. ૪૭૭ પછીના ક્રમમાં પાંચમા પુરષ છે.) પરંતુ તેના પ્રારંભના બે જ અધ્યાયો અસલી છે. બાકીના શયંભવથી બેએક સદી બાદના છે. ૨. મોહનલાલ મહેતા તેને જિનદાસ ગણિ મહત્તર-કક (ઈસ્વીસનના ૭મા શતકનું આખરી ચરણ) માને છે : (જુઓ જૈન સાહિત્ય માં વૃદ્ધ તિહાસ, માગ રૂ, પાર્શ્વનાથ જૈવાશ્રમ પ્રમાતા, વારાફી, ૨૨૬૭, પૃ. ૩૦૬) પણ (સ્વ) મુનિવર્યશ્રી પુણ્યવિજયજીનો એ વિશેષ પ્રાચીન હોવાનો મત ગ્રાહ્ય લાગે છે. કારણ એ છે કે આવશ્યકચૂર્ણિ, કે જેમાં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ(આ. ઈસ. ૧૯૪)ની કોઈ જ કૃતિઓનો ઉલ્લેખ નથી, તેમાં આ ચૂર્ણિનો નહીં પણ અગત્યસિંહની ચૂર્ણિમાંથી ઉતારો મળે છે. આ છેલ્લી કહી તે ચૂર્ણિ ઉપર જોઈ ગયા તેમ છઠ્ઠા સૈકાના ઉત્તરાર્ધથી તો અર્વાચીન નથી જણાતી (જુઓ નવી સુd, પ્રતિ પ્રન્થ પર પ્રસ્થા , અમાર, ૨૬૬૬, પૃ. ૨૦). 3. नाथूराम प्रेमी, "यापनीयों का साहित्य", जैन साहित्य और इतिहास, संशोधित-साहित्यमाला, प्रथम पुष्प, વસ્વ ૨૬૬૬, પૃ. ૬૦, ૬૭, તથા પ્રસ્તુત સંકલનમાં “મારjધના શૌર ડી ટીવેં'', પૃ. ૭૬. ૪. જુઓ સહ્યાત્મિયગુરૂં (. મુનિ કુવનય), પ્ર9િ19ન્થપરિષ પ્રસ્થા ૬૭, ૩દમવા ૧૨૭રૂ. ૫. એજન, “પ્રસ્તાવના,' તસુ માનવળયા, પૃ. ૨૨, ૧૩. Page #4 -------------------------------------------------------------------------- ________________ 22. સિન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ 6. હોિવગેરેમાં અને ત્તિનાવિએ; એજન, મૂલપાઠ, પૃ. 3. 7. એજન, પં. માલવણિયા દશવૈકાલિકસૂત્ર પરની ચૂર્ણિમાં પ્રાચીનતર વૃત્તિઓના મળતા નિર્દેશ વિશે કહી આગળ નોંધે છે કે : "आचार्य अपराजित जो यापनीय थे उन्होंने भी दशवकालिक की विजयोदया नामक टीका लिखी थी। वह स्थविर अगस्त्य के समक्ष थी या नहीं उसका निर्णय जरूरी है। किन्तु यह उपलब्ध नहीं है अतअव यह जानना कठिन है। स्थविर अगस्त्यसिंह द्वारा किया गया वृत्ति का उल्लेख पूर्वोक्त तीनों में से अक का है થા અન્ય જે હૈ ક્ થી ૮ના ન હૈ' ! (“પ્રસ્તાવના', પૃ. 26-12). પણ અગત્યસિંહ સામે વિજયોદયાટીકા તો હોવાનો સંભવ જ નથી. પ્રસ્તુત અપરાજિતસૂરિની શિવાર્યકૃત આરાધના પરની વર્તમાને ઉપલબ્ધ વિજયોદયાટીકામાં જટા-સિંહનંદીકૃત વરાચરિત્રના ઉતારા હોઈ, આ વૃત્તિકારનો સમય ઈસ્વીસનુના સાતમા શતકના ઉત્તરાર્ધ પૂર્વેનો સંભવતો નથી. વિશેષમાં સંદર્ભગત ટીકા સંસ્કૃતમાં હોવાનો ઘણો સંભવ છે, જ્યારે અગત્યસિંહની સામે હશે તે સૌ ટીકાઓ પ્રાકૃતમાં હોય તેમ લાગે છે.) 8. વિગત માટે એજન. 9. “સ્થવિરાવલી” માટે જુઓ ર્શનવિનય (સંપતિ), શ્રી પટ્ટાવત્ની-સમુચ્ચય:, પ્રથમ પા:, શ્રી ચારિત્ર-સ્મારક-ગ્રંથમાલા, વિરમગામ 1933, પૃ૧-૧૧. વિરાવલીમાં ગધ સૂત્ર 33 (માથુરી વાચનાના અધ્યક્ષ) આર્ય સ્કંદિલ (અજ્જ સંડિલ્લો સાથે સમાપ્ત થાય છે. ત્યારબાદ આગળ પદ્યમાં 14 ગાથાઓ આપી છે અને તેમાં વિરાવલીને દેવર્ધ્વિગણિ ક્ષમાક્ષમણ સુધી લંબાવવામાં આવી છે. પણ આ પરિવર્ધિત ભાગની શૈલી અલગ પડી જાય છે અને તેટલો ભાગ વાલભ સંકલન સમયનો, ઈ. સ. 103 કે તે પછી તરતનાં વર્ષો દરમિયાન પૂર્તિરૂપે ઉમેરાયેલો છે તેમ સ્પષ્ટ જણાઈ આવે છે. 20. E. Hultzsch, "Two Inscriptions from general Cunnigham's Archaeological Re ports", Indian Antiquary, Vol. XI, p. 310. સંદર્ભગત પાઠ આ પ્રમાણે છે : आचार्य भद्रान्वय भूषणस्य शिष्या ह्यसावार्यकुलातस्य आचार्य गोशम मुनेस्सुतस्तु. 11. જુઓ સં. મુનિ જંબૂવિજય, સૂયાડંસુ, જૈન-માન-ગ્રન્થમાના અભ્યાદૃ 2, મુંબઈ 1978, પૃ. 35. 12. નંદીસૂત્રમાં કર્તાનું નામ અલબત્ત નથી આપ્યું, પણ જિનદાસગણિ મહત્તરની નંદીચૂર્ણિ(શક સં. 598 ઈ. સ. ૯૭૭)માં એ સ્પષ્ટતા મળે છે. ત્યાં દૂષ્યગણિના શિષ્ય દેવવાચકે પ્રકૃત સૂત્રની રચના કરેલી તેમ કહ્યું છે. આ ઉલ્લેખ વિશ્વસનીય છે. (જુઓ , પૃ .) 13. નંદીસૂત્રની “સ્થવિરાવલી” દુષ્યગણિ સાથે સમાપ્ત થાય છે જુઓ સં. મુનિ પુણ્યવિજય, પં. દલસુખ માલવણિયા અને પંત અમૃતલાલ મોહનલાલ ભોજક, પિત્ત, વાવની જાણ 42, નૈન-કમ અસ્થમાના અભ્યાહૂ 2, મુંબઈ 1968, પૃ. 8. 98.G. Buhler, "Further Jaina Inscriptions from Mathura," Epigraphia Indica, Vol II, XIV, Ins. no. XXXIX, p. 210. 15. પ્રતિમાલેખનો સંબદ્ધ પાઠ આ પ્રમાણે છે : “.....પૂર્વા દિયતો] Mદ્યાધર તો] રાહતો ત્તિનાચાર્બ ઝપતા.... ઇત્યાદિ