Book Title: Avashyak Muktavali
Author(s): Mahimavijay
Publisher: Kantilal Raichandbhai Mehta Sanand

View full book text
Previous | Next

Page 12
________________ શ્રીયુત્ છોટાલાલભાઇના જીવનને સંક્ષિપ્ત પરિચય. પ્રસ્તુત પુસ્તકની અનેક સુધારાવધારા સાથે તેની દ્વિતીય આવૃત્તિ પ્રસિદ્ધ કરવા માટે ચંચળ લક્ષ્મીની અસારતા અને સમ્યગ જ્ઞાનની મહત્તા સમજી ભાઈશ્રી છોટાલાલે તેને છપાવવા માટેને સઘળો ખર્ચ આપવા માટે જે ઉદારતા બતાવી છે તે ખરેખર સૌ માટે અમેદનીય છે, એટલું જ નહિ પરંતુ અનુકરણીય પણ ગણાય. એ શુભ નિમિત્તને પામી તેમને ટૂંક પરિચય અત્રે આલેખવામાં આવે છે તે અનુચિત તે ન જ ગણાય. - લીમડી (સૌરાષ્ટ્ર નિવાસી શેઠ મણીલાલ ડુંગરશી મુંબઈમાં એક વખતના રૂના બાહોશ અને પ્રસિદ્ધ વ્યાપારી હતા. તેમનું કુટુંબ બકરીવાલાના ઉપનામથી ઓળખાતું હતું. તેઓ દિલાવર દીલના હેઈ દાનપ્રેમી હતા. મણલાલના ધર્મપત્નીનું નામ ચંચળબેન હતું. તેઓ સ્વભાવે શાંત અને મીલનસાર પ્રકૃતિના હતા. સદાચારને જ તેઓ જીવનને સાચે શૃંગાર માનતા હતા. તેમનું નામ તેમને લક્ષ્મીની ચંચળતાનું ભાન કરાવી યથાશક્તિ દાનધર્મમાં રક્ત રહેવાની પ્રેરણા આપતું હતું. મણીલાલ પણ તેમની પ્રત્યેક ધર્મક્રિયામાં સાથ આપી પિતે પણ જેટલું થાય એટલું કરી લેવા કદી ચૂકતા નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 678