Book Title: Atmanand Prakash Pustak 072 Ank 10 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 47
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સભાના નિવૃત્ત પ્રમુખશ્રી ખીમચંદભાઈ ચાંપશી શાહના રાજીનામાના પત્ર ઉપર વિચારણા અને તે અંગેના ઠરા આપણી સભાના પ્રમુખ શ્રી ખીમચંદભાઈએ પિતાની નાદુરસ્ત તબીયતના કારણે પ્રમુખસ્થાનેથી રાજીનામું આપ્યું છે. તે અંગે તા. ૨૦-૭-૭૫ ના મળેલ સભાની સામાન્ય સભાએ તેમણે દર્શાવેલ વાસ્તવીક કારણોને ધ્યાનમાં લેતા રાજીનામાને સ્વીકાર કર્યો છે. અને નીચે મુજબ ઠરાવ કર્યો છે. ઠરાવ ૧. શ્રી ખીમચંદભાઈ ચાંપશીભાઈ શાહના પ્રમુખપદના આવેલ રાજીનામાના પત્રમાં દર્શાવાયેલા નાદુરસ્ત તબીયતના કારણોની વાસ્તવિક્તા સ્વીકારવી રહેતી હેઈ સભાની આજની સામાન્ય સભા તેઓશ્રીના પ્રમુખપદના રાજીનામાને સખેદ સ્વીકાર કરે છે. તેઓશ્રીએ આ સભાને વર્ષો સુધી એકધારી અનન્ય અને અજોડ સેવા આપીને સાહિત્ય ક્ષેત્રે (પ્રકાશન વિભાગને) તેમજ આર્થિક દૃષ્ટિએ પણ સૌ સાથે મળીને સભાની સારી પ્રગતી સાધેલ છે જે ખરેખર પ્રેરણારૂપ છે જેની આજની સભા સહર્ષ માનભેર નેંધ લે છે. આ સભા ઇચ્છે છે કે તેઓશ્રી તંદુરસ્તભર્યું દીર્ધાયુષ ભગવે અને સભાને તેઓશ્રીનું સેવાપૂર્ણ માર્ગદર્શન મળતું રહે. ૨. સભાના પ્રમુખસ્થાનની ખાલી પડેલી જગ્યા માટે આપણી સભાના જુના અનુભવી અને કાર્યદક્ષ ઉપપ્રમુખ શ્રી ગુલાબચંદ લલ્લુભાઈ શાહની આજની સભા સર્વાનુમતે પ્રમુપદે નિમણુંક કરે છે. ૩. સભાના ઉપપ્રમુખની ખાલી પડેલી જગ્યાએ જુના કાર્યકર ભૂતપૂર્વ મંત્રી શ્રી હીરાલાલ ભાણજીભાઈની આજની સભા સર્વાનુમતે ઉપપ્રમુખ પદે નિમણુંક કરે છે. માન્યવર શ્રી ખીમચંદભાઈએ સભાની અને સમાજની પ્રશંસનીય સેવા કરી છે તેઓએ આપણી સભાના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સંવત ૨૦૦૨ થી ૨૦૧૪ સુધી સંભાળી હતી અને ત્યાર બાદ સંવત ૨૦૧૪ થી આજ દીન સુધી તેઓશ્રીએ પ્રમુખપદ શોભાવી સભાની ઉચ્ચત્તમ સેવા કરી છે. તેઓશ્રીના પ્રમુખપદ દરમિયાન સભાએ આર્થિક તેમજ સાહિત્યક્ષેત્રે સારી પ્રગતી કરી છે. સન્માન સમારંભ તેઓશ્રીની સેવાનું બહુમાન કરવાના હેતુથી આપણી શ્રી જૈન આત્માનંદ સભાએ તા. ૨૧-૯-૭૫ ભાદરવા વદી ૧ રવીવારના રોજ સવારના ૧૦-૦૦ કલાકે એક સન્માન સમારંભ યોજેલ છે તેમાં માનપત્ર સાથે તેઓશ્રીના તૈલચિત્રનું અનાવરણ થશે. આ પ્રસંગે સભાના સર્વ સભ્ય ભાઈ-બહેને તથા સૌ શુભેચ્છકેને હાજરી આપવા અમારું ભાવભીનું નિમંત્રણ છે. પર્યુષણ વિશેષાંક For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50