Book Title: Aspushyata ane Harjeet Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 2
________________ 472] દર્શન અને ચિંતન શિષ્ય આજુબાજુ ફેલાઈ રહેલા જન્મસિદ્ધ ઉચ્ચનીચના ખ્યાલથી હાર્યો. છેવટે સ્વામી દયાનંદ (જન્મથી બ્રાહ્મણ) આવ્યા. તેમણે ધર્મ, સમાજ અને રાષ્ટ્ર એ બધી દૃષ્ટિએ અસ્પૃશ્યતાને પાપરૂપ કહી અને તેને ધોઈ કાઢવા સંગીન પ્રયત્ન શરૂ કરાવ્યા. એ પ્રયત્ને તે પહેલાંના કોઈ પણ પ્રયત્ન કરતાં વધારેમાં વધારે સફળ થયા, છતાં અત્યાર સુધીમાં એ પ્રયત્ન માત્ર એક સમાજ તરફથી ચાલતે અને બીજા સમાજે કાં તે એને વિરોધ કરતા અને કાં તે તટસ્થ રહેતા. છેવટે મહાત્માજીનું તપ આવ્યું. એને લીધે બધા જ સમાજમાં અસ્પૃશ્યતા પરત્વે જાગૃતિ થઈ. આ જાગૃતિ વિશ્વવ્યાપી છે અને તે મોટામાં મટી જીત છે. આ જીતમાં ફુલાવાને અવકાશ નથી, પણું કર્તવ્યને સવાલ છે. જેઓ અસ્પૃશ્યતા નિવારવાના કામમાં પાછા પડશે તેઓ ધર્મ ચૂકશે અને સ્વમાન પણ કદી સાચવી નહિ શકે. ત્યારે હવે આજે શું કર્તવ્ય છે એ ટૂંકમાં જોઈ લઈએ: (1) અંત્યજોને પિતાને ત્યાં બીજા ઉચ્ચ ભાઈઓની પેઠે રાખવા. (2) જાતે અગર બીજા મારફત કે સ્કોલરશિપ આપીને તેમને ભણાવવા. (3) તેમની વચ્ચે જઈને દવા, સ્વચ્છતા, સભ્યતા આદિ માટે કામ કરવું અને તેઓની ખાનપાનની શુદ્ધિ માટે પ્રયત્ન કરે. (4) તેઓને કથાવાર્તા દ્વારા અને બીજી રીતે હિંદુ ધર્મને સ્પષ્ટ ખ્યાલ આપ તેમ જ તેમના વહેમે દૂર કરવા. –પર્યુષણ પર્વનાં વ્યાખ્યાન, 1932. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2