Book Title: Aspushyata ane Harjeet
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249211/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અસ્પૃશ્યતા અને હારજીત [ ૨૮ ] અસ્પૃશ્યતાનું ઝેરી ઝાડ ઓછામાં ઓછું ત્રણ હજાર વર્ષ જેટલું તે જૂનું છે જ. સૌથી પહેલાં તેને ઉગ્ર સામનો કરનાર બે મહાન અતિહાસિક પુરુષો જાણીતા છે. એક ભગવાન મહાવીર અને બીજા ભગવાન બુદ્ધ. એમનું જીવન અંતઃશુદ્ધિ ઉપર ઘડાયેલું હોવાથી એમને અસ્પૃશ્યતા સામે વિરોધ ધર્મપ્રદેશમાં દેખાશે. પરિણામે ચિત્ત અને સંભૂતિ નામના બે અસ્પૃશ્ય બાળકે, જેઓ સામાજિક તિરસ્કારથી આત્મહત્યા કરવા તૈયાર થયેલા તેઓ, અને હરિકેશી વગેરે ચંડાળે ( અંત્યજો) પણ જૈન મુનિસંધમાં દાખલ થયા. બૌદ્ધ ભિક્ષુસંધમાં પણ અસ્પૃ દાખલ થયા. આ અસ્પૃશ્ય ત્યાગીઓના પગમાં રાજાઓ અને મોટા મેટા શ્રીમાને જ નહિ, પણ જૈન અને બૌદ્ધ બ્રાહ્મણે પણ પડવા લાગ્યા, એટલે ધર્મની જાગૃતિ સમાજમાં દાખલ થઈ. એક બાજુ વૈદિક બ્રાહ્મણને પ્રચંડ રોષ અને બીજી બાજુ જૈન બૌદ્ધ ભિક્ષુઓને ત્યાગ, એ બે વચ્ચે જાદવાસ્થળી શરૂ થઈ. પરિણામે આગળ જતાં બ્રાહ્મણધર્મની ગીતામાં અસ્પૃશ્યોને પણ અપનાવવામાં આવ્યા. એટલા પૂરતી જૈન અને બૌદ્ધ ત્યાગ તેમ જ વિચારની છત. પણ જૈન અને બૌદ્ધ સંધમાં સંખ્યાબંધ બ્રાહ્મણે દાખલ થયા હતા. તેઓ પોતાનું જન્મસિદ્ધ જાતિ-અભિમાન છોડી ન શક્યા. તેઓ વિચાર અને પ્રભાવમાં મહાન હોવાથી બીજા લોકે તેમને વશ થયા, એટલે શાસ્ત્રીય વિચારમાં જૈન પરંપરા હમેશાં અસ્પૃશ્યતાને એકસરખે વિરોધ કરતી આવી હોવા છતાં સંધ બહારના અને અંદરના બ્રાહ્મણે ના મિથ્યા જાતિઅભિમાનને ગૃહસ્થ અને ત્યાગી બધા જ જેને વશ થયા અને પરિણામે ધર્મ તેમ જ સમાજ બંને પ્રદેશમાં અસ્પૃશ્યતા પરત્વે જેને વ્યવહારમાં હાર્યા. બૌદ્ધ સંધ જૈન જેટલે નિર્બળ ન હતો, તેથી તે હિંદુસ્તાનની અંદર અને બહાર અસ્પૃશ્યતાની બાબતમાં પોતાના મૂળ એયથી દૂર ન ગયે. એટલે એ બાબતમાં છેવટે માત્ર જૈને જ હાર્યા. રામાનુજે, કબીરે, નાનક, ચેતજો, તુકારામે અને બીજા સંતોએ ધર્મની દષ્ટિએ અસ્પૃશ્યને અપનાવવા પિતાથી બનતું કર્યું, પણ પાછા તેમના જ Page #2 -------------------------------------------------------------------------- ________________ 472] દર્શન અને ચિંતન શિષ્ય આજુબાજુ ફેલાઈ રહેલા જન્મસિદ્ધ ઉચ્ચનીચના ખ્યાલથી હાર્યો. છેવટે સ્વામી દયાનંદ (જન્મથી બ્રાહ્મણ) આવ્યા. તેમણે ધર્મ, સમાજ અને રાષ્ટ્ર એ બધી દૃષ્ટિએ અસ્પૃશ્યતાને પાપરૂપ કહી અને તેને ધોઈ કાઢવા સંગીન પ્રયત્ન શરૂ કરાવ્યા. એ પ્રયત્ને તે પહેલાંના કોઈ પણ પ્રયત્ન કરતાં વધારેમાં વધારે સફળ થયા, છતાં અત્યાર સુધીમાં એ પ્રયત્ન માત્ર એક સમાજ તરફથી ચાલતે અને બીજા સમાજે કાં તે એને વિરોધ કરતા અને કાં તે તટસ્થ રહેતા. છેવટે મહાત્માજીનું તપ આવ્યું. એને લીધે બધા જ સમાજમાં અસ્પૃશ્યતા પરત્વે જાગૃતિ થઈ. આ જાગૃતિ વિશ્વવ્યાપી છે અને તે મોટામાં મટી જીત છે. આ જીતમાં ફુલાવાને અવકાશ નથી, પણું કર્તવ્યને સવાલ છે. જેઓ અસ્પૃશ્યતા નિવારવાના કામમાં પાછા પડશે તેઓ ધર્મ ચૂકશે અને સ્વમાન પણ કદી સાચવી નહિ શકે. ત્યારે હવે આજે શું કર્તવ્ય છે એ ટૂંકમાં જોઈ લઈએ: (1) અંત્યજોને પિતાને ત્યાં બીજા ઉચ્ચ ભાઈઓની પેઠે રાખવા. (2) જાતે અગર બીજા મારફત કે સ્કોલરશિપ આપીને તેમને ભણાવવા. (3) તેમની વચ્ચે જઈને દવા, સ્વચ્છતા, સભ્યતા આદિ માટે કામ કરવું અને તેઓની ખાનપાનની શુદ્ધિ માટે પ્રયત્ન કરે. (4) તેઓને કથાવાર્તા દ્વારા અને બીજી રીતે હિંદુ ધર્મને સ્પષ્ટ ખ્યાલ આપ તેમ જ તેમના વહેમે દૂર કરવા. –પર્યુષણ પર્વનાં વ્યાખ્યાન, 1932.