________________
અસ્પૃશ્યતા અને હારજીત
[ ૨૮ ] અસ્પૃશ્યતાનું ઝેરી ઝાડ ઓછામાં ઓછું ત્રણ હજાર વર્ષ જેટલું તે જૂનું છે જ. સૌથી પહેલાં તેને ઉગ્ર સામનો કરનાર બે મહાન અતિહાસિક પુરુષો જાણીતા છે. એક ભગવાન મહાવીર અને બીજા ભગવાન બુદ્ધ. એમનું જીવન અંતઃશુદ્ધિ ઉપર ઘડાયેલું હોવાથી એમને અસ્પૃશ્યતા સામે વિરોધ ધર્મપ્રદેશમાં દેખાશે. પરિણામે ચિત્ત અને સંભૂતિ નામના બે અસ્પૃશ્ય બાળકે, જેઓ સામાજિક તિરસ્કારથી આત્મહત્યા કરવા તૈયાર થયેલા તેઓ, અને હરિકેશી વગેરે ચંડાળે ( અંત્યજો) પણ જૈન મુનિસંધમાં દાખલ થયા. બૌદ્ધ ભિક્ષુસંધમાં પણ અસ્પૃ દાખલ થયા. આ અસ્પૃશ્ય ત્યાગીઓના પગમાં રાજાઓ અને મોટા મેટા શ્રીમાને જ નહિ, પણ જૈન અને બૌદ્ધ બ્રાહ્મણે પણ પડવા લાગ્યા, એટલે ધર્મની જાગૃતિ સમાજમાં દાખલ થઈ. એક બાજુ વૈદિક બ્રાહ્મણને પ્રચંડ રોષ અને બીજી બાજુ જૈન બૌદ્ધ ભિક્ષુઓને ત્યાગ, એ બે વચ્ચે જાદવાસ્થળી શરૂ થઈ. પરિણામે આગળ જતાં બ્રાહ્મણધર્મની ગીતામાં અસ્પૃશ્યોને પણ અપનાવવામાં આવ્યા. એટલા પૂરતી જૈન અને બૌદ્ધ ત્યાગ તેમ જ વિચારની છત.
પણ જૈન અને બૌદ્ધ સંધમાં સંખ્યાબંધ બ્રાહ્મણે દાખલ થયા હતા. તેઓ પોતાનું જન્મસિદ્ધ જાતિ-અભિમાન છોડી ન શક્યા. તેઓ વિચાર અને પ્રભાવમાં મહાન હોવાથી બીજા લોકે તેમને વશ થયા, એટલે શાસ્ત્રીય વિચારમાં જૈન પરંપરા હમેશાં અસ્પૃશ્યતાને એકસરખે વિરોધ કરતી આવી હોવા છતાં સંધ બહારના અને અંદરના બ્રાહ્મણે ના મિથ્યા જાતિઅભિમાનને ગૃહસ્થ અને ત્યાગી બધા જ જેને વશ થયા અને પરિણામે ધર્મ તેમ જ સમાજ બંને પ્રદેશમાં અસ્પૃશ્યતા પરત્વે જેને વ્યવહારમાં હાર્યા. બૌદ્ધ સંધ જૈન જેટલે નિર્બળ ન હતો, તેથી તે હિંદુસ્તાનની અંદર અને બહાર અસ્પૃશ્યતાની બાબતમાં પોતાના મૂળ એયથી દૂર ન ગયે. એટલે એ બાબતમાં છેવટે માત્ર જૈને જ હાર્યા.
રામાનુજે, કબીરે, નાનક, ચેતજો, તુકારામે અને બીજા સંતોએ ધર્મની દષ્ટિએ અસ્પૃશ્યને અપનાવવા પિતાથી બનતું કર્યું, પણ પાછા તેમના જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org