Book Title: Aryarakshitsuri Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 2
________________ ર૭૪ શાસનપ્રભાવક શીલગુણ સાથે પૂનમિયાગરછમાં પ્રવેશ કર્યો. આ ગચ્છમાં રહેતા તેમણે ભાલેજ ગામના શેઠ યશોધવલ ભંસાલીને કુટુંબ સાથે જેનધમી બનાવ્યા. પૂનમિયાગચ્છમાં આર્યરક્ષિતસૂરિ વિજયચંદ્ર નામે પ્રસિદ્ધિ પામ્યા. કેટલાક વર્ષ પછી ફરીથી નાણાવાલગચ્છમાં આવ્યા. વળી તેમની ખ્યાતિ આર્ય રક્ષિત નામે થવા લાગી. ગચ્છ - પરિવર્તન કરવાથી પણ તેમને સંતોષ ન થયો. આથી નાણાવાલગચ્છમાં રહીને જ તેમણે કિયેદ્ધાર કર્યો અને નવા નિયમો બનાવ્યા. વિ. સં. ૧૧૯૯માં તેમણે વિધિપક્ષગચ્છની અને વિ. સં. ૧૨૧૩માં અચલગચ્છની સ્થાપના કરી. અચલગચ્છે ચૈત્યવાસીઓ દ્વારા પિપિત શિથિલાચાર વિરુદ્ધ કાંતિકારક પગલું ભર્યું. શ્રાવકોને પૌષધ તથા સામાયિકની ક્રિયા કરતી વખતે વસ્તુ વિશેષ મુખવસ્ત્રિકા રૂપે અંચલ વિશેષ રાખવાનો નિર્દેશ કર્યો. અંચલગચ્છની સામાચારીનું વર્ણન ધર્મઘોષસૂરિએ વિ. સં. 1263 માં “શતપદિકા” પ્રાકૃત ગ્રંથમાં કર્યું, પરંતુ તે ગ્રંથ વર્તમાનમાં મળતા નથી. એ ગ્રંથને આધારે મહેન્દ્રસૂરિએ વિ. સં. ૧૨૯૪માં સંસ્કૃતમાં શતપદી ગ્રંથ લખે. આ ગ્રંથ વર્તમાનમાં મળે છે. અચલગચ્છની સામાચારીનું જ્ઞાન આ ગ્રંથથી મેળવી શકાય છે. રાજા સિદ્ધરાજ જયસિંહે શ્રી આરક્ષિતસૂરિની વચનદઢતાના કારણે આ ગચ્છને અચલગચ્છ તરીકે સંબોધિત કર્યો. પટ્ટાવલીઓમાંથી મળતા ઉલ્લેખ મુજબ પાટણમાં ગુજરનરેશ કુમારપાળની સભામાં વિરાજમાન શ્રી આર્ય રક્ષિતસૂરિને તેમના ભક્ત મંત્રી કદપિએ પિતાના ઉત્તરસંગ (એસ) ના એક છેડાથી ભૂમિનું પ્રમાજન કરીને વસ્ત્રાલથી વંદના કરી. ત્યારથી આ વિધિપક્ષને રાજા કુમારપાળ દ્વારા અંચલગચ્છ એવું સૂચક નામ આપાયું. અંચલગચ્છમાં મહત્તરપદ પર સાધ્વી સમયશ્રીની સ્થાપના થઈ. તેમણે લક્ષમીસંપન પરિવારને છોડી 25 બહેન સાથે આર્ય રક્ષિતસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી. શ્રી આર્ય રક્ષિતરસૂરિએ ગુજરાત, સિંધ, સૌરાષ્ટ્ર, મધ્યપ્રદેશ આદિ પ્રદેશમાં વિહાર કર્યો. અંચલગચ્છના સૌ પ્રથમ શ્રાવક બનવાનું ગૌરવ મેળનાર શ્રી યશોધન ભણશાલીએ આ ગચ્છને પ્રચાર-પ્રસાર કરવામાં તનમન-ધનને ઉલટભેર ભેગ આપ્યો હતો. અંચલગચ્છની પટ્ટાવલી, પ્રાચીન ગ્રંથે અને શિલાલેખમાંએમ અનેક સ્થળે તેમના નામનો ઉલ્લેખ જોવા મળે છે. આચાર્યશ્રી આર્યરક્ષિતસૂરિને સ્વર્ગવાસ વિ. સં. ૧૦૨૬માં 91 વર્ષની વયે થયો, શ્રી મહેન્દ્રસૂરિની શતપદી અને લઘુ શતપદીમાં આ સંવતને ઉલ્લેખ છે. શ્રી મેરૂતુંગસૂરિની પટ્ટાવલી મુજબ, આર્યશક્ષિતસૂરિ 100 વર્ષની ઉંમરે વિ. સં. ૧૨૩૬માં પાવાગઢમાં 7 દિવસના અનશનપૂર્વક સ્વર્ગવાસી થયા હતા. આ જ સમયે, પણ પાવાગઢમાં નહિ, બેણપ (બનાસકાંઠા)માં દિવંગત થયાના ઉલ્લેખ મળે છે. મુનિ લાખા રચિત ગુરુ પટ્ટાવલી પ્રમાણે આર્ય રક્ષિતસૂરિને સ્વર્ગવાસ 100 વર્ષની ઉંમરે રેણુ નદીના કિનારે થયું હતું. આ હકીકતેના આધારે શ્રી આર્ય રક્ષિતસૂરિ વિક્રમની ૧૨મી–૧૩મી શતાબ્દીના પ્રભાવક આચાર્ય સિદ્ધ થાય છે. આચાર્ય આર્ય રક્ષિતસૂરિને પરિચય “અચલગચ્છના પ્રભાવક પૂર્વાચાર્યો” વિભાગમાં પણ પ્રગટ કરેલ છે. ] Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2