Book Title: Arvachin Jain Jyotirdharo
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 14
________________ દાનવીર જૈનકુલભૂષણ શેઠ શ્રી માણિાંદ (જે. પી.) કૌટુંબિક જીવન : બાવીસ વર્ષની ઉંમરે ચતુર્મતિ સાથે તેમનું લગ્ન થયું હતું. વેપાર અને સમાજસેવા અંગેનાં વિવિધ કાર્યોના અધિક રોકાણને લીધે પોતાના કુટુંબ સાથે નિશ્ચિતતાથી સમય ગાળવાનો પ્રસંગ ઓછો બનતો. દાંપત્યજીવનના ફળરૂપે તેમને મગનબાઈ તથા ફૂલકુમારી નામની બે પુત્રીઓ અને બીજા લગ્ન દ્વારા એક પુત્રની પ્રાપ્તિ થઈ હતી. વિ. સં. ૧૯૩૭માં પિતાનું મૃત્યુ થયું. થોડા જ વખતમાં પુત્રીને વૈધવ્ય પ્રાપ્ત થયું. ત્યાર પછી (થોડા વખતમાં જ) તેમનાં પ્રથમ પત્નીનો પણ સ્વર્ગવાસ થયો. પ્રથમ પત્નીથી પુત્રપ્રાપ્તિ ન થઈ હોવાથી સ્વજનોના આગ્રહને વશ થઈ તેમણે બીજું લગ્ન કર્યું હતું. ૧૩ શેઠજીની ઉંમર ૪૦ વર્ષની હતી ત્યારે તેમણે મુંબઈમાં ચોપાટી ઉપર રૂપિયા દોઢ લાખના ખર્ચે ‘રત્નાકર પેલેસ” નામનું ભવ્ય નિવાસસ્થાન બનાવડાવ્યું હતું. આ નિવાસસ્થાનમાં તેમણે એક ચૈત્યાલયનું પણ નિર્માણ કર્યું હતું. જ્યારથી તેઓએ હીરાબાગ ધર્મશાળા માટે દાન જાહેર કરેલું ત્યારથી બ્રિટિશ સરકાર પણ તેમનાથી પ્રભાવિત થયેલી. તેથી દિનાંક ૧૪-૩-૧૯૦૬ના રોજ એક ભવ્ય સમારંભ યોજીને તેમને જે. પી.ની માનદ્ પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. ત્યાર પછી જૈન સમાજ તરફ્થી દિનાંક ૧૦–૨–૧૯૧૦ના રોજ તેમને “જૈન કુલભૂષણ”ની પદવી અર્પણ કરવામાં આવી હતી. ઈ. સ. ૧૯૧૧ના ડિસેમ્બરથી લગભગ બે માસ સુધી તેઓએ બ્રહ્મદેશનો પ્રવાસ કર્યો હતો. અંતિમ બે વર્ષો : શેઠજીના જીવનનાં અંતિમ વર્ષોમાં એક ખૂબ જ આધાતજનક બનાવ બન્યો. મુંબઈની પ્રસિદ્ધ સ્પેશી બૅન્કે દેવાળું કાઢયું, જેના પરિણામે શેઠજીને સખત આર્થિક ફટકો પડ્યો. આની તેઓના વ્યક્તિત્વ પર જબરદસ્ત અસર થઈ અને અંતે તે પ્રાણઘાતક નીવડી. દિનાંક ૧૬-૭-૧૯૧૪ના રોજ તેઓએ સવારે પૂજા વગેરે કરીને સાંજના ૬-૦૦ વાગ્યા સુધી હીરાબાગમાં તીર્થક્ષેત્ર કમિટીની ઑફિસમાં રોજિંદું કાર્ય કર્યું હતું. સાંજના ભોજન પછી તેઓ સમુદ્રકિનારે ફરવા ગયા હતા અને રાતના મોડે સુધી પુત્ર-પરિવાર સાથે ધાર્મિક શિક્ષણ અંગે વાર્તાલાપ કર્યો હતો. રાતના ૧૧-૦૦ વાગ્યા પછી તેઓની તબિયત એકાએક બગડી. તેઓએ પેટમાં અસહ્ય પીડા થતી હોવાની ફરિયાદ કરી એટલે સ્વજનોએ ડૉક્ટરને બોલાવવાની તજવીજ કરી. આવી પીડામાં પણ તેઓ અરિહંત-સિદ્ધનો જાપ કરતા રહ્યા અને લગભગ ૨-૦૦ વાગે તેઓનો આત્મા આ દેહ છોડી ચિરપ્રયાણ કરી ગયો. તેમના અંતિમ દેહસંસ્કારમાં હજારો મનુષ્યોએ અને ખાસ કરીને સમસ્ત જૈન સમાજે હાજર રહી તેઓશ્રીને શ્રદ્ધાંજલી અર્પણ કરી. દેશમાં ભિન્ન ભિન્ન સ્થળોએ શોકસભાઓ યોજવામાં આવી. સમાજોન્નતિનાં વિવિધલક્ષ્મી કાર્યો : મુંબઈ દિગંબર જૈન સભાની સ્થાપના : વિ. સં. ૧૯૪૯માં તેમને પંડિતવર્ય ગુરુ ગોપાલદાસજી બરૈયાનો મુંબઈમાં સમાગમ થયો. બરૈયાજીની શાસ્ત્રશૈલી અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 283