Book Title: Anveshan
Author(s): Shilchandrasuri
Publisher: ZZ_Anusandhan

View full book text
Previous | Next

Page 2
________________ આ ગાથાના આધારે પઢમાણુઓમાં જિનપ્રતિષ્ઠા જેવા વિષયોને પણ સમાવેશ હશે તેમ કહપી શકાય. આ પછી આ હસ્તપ્રતિમાં, આ વાત સાથે જ સંબંધ ધરાવતી નીચેની ગાથા જોવા મળે છે : गुरु-मूलु-च्चिय निडवं (?). पडिकमण' पि फुडमिह विणिहिट्ठं / गुरु-विरहे तदमय-विहिण ठवणा य गुरु-सरिसी / / અર્થાત ગુરુની સાક્ષીએ જ નિત્ય પ્રતિક્રમણ કરવાનું સ્પષ્ટતઃ નિશાયું છે તેથી ગુરની અવેજીમાં તે (કે તેમની અમૃત વિધિ વડે (થયેલી) સ્થાપના પણ ગુરુ સમાન જ જાણવી) - આ છેલ્લી ગાથા “આવશ્યક-સત્રની હોવાનું પ્રતિમાં લખેલું છે. તે પરથી ઉપરોક્ત બે ગાથાઓ પણ “આવ. સૂત્રમાં કે અન્યત્ર) હોવાની કલ્પનાથી તે રીતે તપાસ કરી. પરંતુ હજી જડી નથી. . એ ગમે તેમ, પણ આ ગાથાઓમાં આવતા પઢમાનુગરના તથા તેમાં રજ થયેલા બે વિષયના નિર્દેશને લીધે તે ગાથાઓ આપણા માટે મૂલ્યવાન બની રહે છે, જે પ્રતિમાં આ ગાથાઓ છે, તે પ્રતિના આદિ-અંતનાં કેટલાંક પત્રો નથી. પરંતુ તેની લખાવટ, માપ, મધ્યમાં છેદ વગેરે સ્થિતિ જોતાં તેનું સ્વરૂપ મુષ્ટિપુસ્તક પ્રકારનું છે, અને અનુતાડપત્રકાલીન એટલે કે 14 મા સૈકાની તે પ્રતિ હોવાનું અનુમાન થઈ શકે તેમ છે. કોઈ અભ્યાસી મુનિરાજે, પિતાના અધ્યયન વાંચન દરમિયાન પિતાને રૂચેલા-ખપતા-ઉપયોગી વિવિધ શાસ્ત્ર સંદર્ભે આ પ્રતિમાં નોંધ્યા હેઈ, અંગત નોંધપોથી-સ્વરૂપની આ પ્રતિ છે તેમ માની શકાય. આમાં કયાંક મૂળ સ્થાનને ઉલ્લેખ છે અને ઘણું સ્થળે તે નથી. શીલચદ્રવિજય પૂર્વીય પ્રાકૃતોના એક તદ્ધિત પ્રત્યય વિશે - પ્રત્યયની પૂર્વે રહેલા હું સ્વરને દીર્થ સ્વરમાં ફેરફાર એ અધ. માગધી અને અશેકકાલીન પૂર્વ ભારતની ભાષાની એક વિશેષ લાક્ષણિકતા છે. - પ્રા. નલિની બલબીર (પરિસ, ક્રાંસ) પોતાના એક સંશોધનલેખમાં (Morphological evidence for dialectal variety in Jaina Maharastri', Dialectes dans les litteratures indo. arve. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2