Book Title: Ante Ashwasan Konathi Male Che
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 2
________________ →] દર્શન અને ચિંતન રીતે શમાવે તો દિલ્હીના મહાદાવાનળને ખીજી રીતે. આગમાં રહીને આગ ખૂઝવવાના પ્રયત્ન ચાલુ હોય ત્યારે પણ પાકિસ્તાનના દૂર દૂરના ભાગામાં સળગી રહેલ જ્વાળાને કેવી રીતે શમાવવી, એની સક્રિય વિચારણા પણ એકસરખી ચાલતી હોય. આવું મહાકરુણાનું વિરાટ દૃશ્ય શું જગતે કદી જોયું હતું? તેથી જ તો આજ બધા રડી રહ્યા છે, સહુને અનાથતા લાગે છે, પછી ભલે તે ગમે તેવા સમૃદ્ધ કે શૂર હોય, અગર નમ્ર સેવક કે મહાન અધિકારી હોય, એમ લાગે છે કે જે કામ આપણા ગજાની બહારનું હતું અને છે, તે કામને એક જ માણસ પોતાની સથી પહોંચી વળતા. આ લાગણી જ સૌને રડાવી રહી છે. હિંદુસ્તાનની બહારના સમજદાર લોકા પણ એમ માનતા કે આપણા વિશ્વશાંતિના પ્રયત્નો રેતી ઉપરના મહેલ જેવા છે. એ પ્રયત્નો પાછળ કાઈ નક્કર ભૂમિ નથી. વિશ્વશાન્તિ માટે જે નક્કર ભૂમિ જોઈએ તે કાઈને સમજાતી નથી અને સમજાય તે તે અવ્યવહારુ લાગતી, એવે વખતે આવી નક્કર ભૂમિકા સુઝાડનાર અને તેને એકલે હાથે વ્યવહારુ સિદ્ધ કરી બતાવનાર પુરુષને હિદે જન્મ આપ્યા છે, એ જ કયારેક લેશકલહથી ટેવાયેલ માનવતાને સ્થાયી સાન્તિના સંસ્કારો પૂરા પાડશે, આવા આશાસ્તભ પડે ત્યારે તે કેમ 4 રડે? અને આપણે જોઈએ છીએ કે હજી રુદન કરતાં કાઈ થાકતું નથી. જો બાપુજી મહાન કરુણાની વિરાટ મૂર્તિ હોય તો તેમના વિયેાગનું દુઃખ તેથી યે પણ વિરાટ હોય જ. આ ઉપરાંત ખીા કારણે પણ આપણા દુઃખમાં વૃદ્ધિ થાય છે. આપણે જાણતા હતા કે સોક્રેટિસની હત્યા શ્રીકાને હાથે થાય, ક્રાઈસ્ટની હત્યા ન્યૂ લકાને હાથે થાય, પણ હિંદુ માનસ તા એમના જેવા મહાસત કે ઋષિ કે તપસ્વીના ખૂનના વિચાર સુદ્ધાં કરી શકે નહિ. હિંદુ માનસના આવા ગૌરવથી આપણું મન ઉન્નત હતું. રાજલેાભના કારણે અને ખીજા કારણાએ હિંદુ જાતિમાં પણ અનેક ખૂન થયાં છે પણ કાઈ સાચા તપસ્વી કે સાચા સંતનું ખૂન તેના કટ્ટરમાં કટ્ટર વિરોધી હોય એવા હિંદુને હાથે કદી પણ થયું નથી. હિંદુ માનસમાં આવે જે ભવ્યતાના અને ધર્મના ઊડી સંસ્કાર હતા તે સંસ્કારના લાપથી—તેને લાગેલ કલંકથી આખું હિંદુ માનસ જાણે શરમાઈ ગયું છે અને એ જ ઊંડી શરમ પણ તેનાં આંસુની વાટે જાણે વહી રહી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3