Book Title: Ante Ashwasan Konathi Male Che Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf Catalog link: https://jainqq.org/explore/249274/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ અંતે આશ્વાસન કોનાથી મળે છે? [૨] બાપુજી બ્રહ્મભાવ પામ્યાને આટલા દિવસ વીત્યા પણ આપણું આંસ બંધ પડતાં નથી, રુદન અટકતું નથી. રેડિયો ઉપર કોઈની આપેલી અંજલિ સાંભળીએ અગર કોઈ પણ પ્રકારનું છાપું સાંભળીએ –પછી ભલે દૈનિક, સાપ્તાહિક, માસિક કે અન્ય પ્રકારનું હોય, કોઈ પણ ભાષાનું હોય, કોઈ પણ કામ, પંથ કે રાષ્ટ્રનું હાય–તે તેમાંથી બાપુજીના નિધનથી વ્યાપેલ શકને જ વાંચીએ છીએ અને વાંચતાંવેંત જ આપણું હૃશ્ય ભરાઈ આવે છે. કોઈ બીજાને દિલાસ આપનાર બાકી રહેતું જ નથી. આવું રુદન અદ્વૈત જગતે એના ઈતિહાસમાં કદી પણ જોયું હોય તેમ જાણમાં નથી. આવું મહારુદન શા માટે? ઉતર મળે છે કે મહાકરુણાને વિગ પડ્યો છે. બાપુજીની કરુણા કેઈ પણ સંત કે મહંતની કરુણા કરતાં નોખા જ પ્રકારની હતી. ત્રિવિધ દુઃખના તાપથી તપી રહેલ માનવતાને શાનિત આપવા માટેની તેમની ધગશ અને તેમના પ્રયત્ન એ પણ જગતે આજ સુધી નહિ જોયેલ એવી જ વસ્તુ છે. એનું વર્ણન કરવા માટે બુદ્ધિ અને વાણીનાં સાધનો સર્વમિ િમવતિ-એ ન્યાયે અલ્પમાત્ર બની જાય છે, અધૂરાં પડે છે. - જ્યારે હિજરતીઓને કઈ આશ્વાસન કે દિલાસે આપવા અશક્ત હાય, જ્યારે અપહૃત સ્ત્રીઓને કેઈ પણ ખૂણામાંથી ઉદ્ધારની આશાનું કિરણ ન દેખાતું હોય, જ્યારે કે પણ એક વર્ગ ઉપર તેના વિરોધી વર્ગ દ્વારા અકથ્ય સતામણ ચાલી રહી હોય, અને જ્યાં સરકાર કે બીજા શુભેચ્છકેના કઈ પણ પ્રયત્ન કારગત ન થતા હેાય ત્યાં તે દરેક દુઃખીને પિતાના અંગત ચરિત્રબળ કે તપસ્યાબળથી રાહતને દમ કેણ ખેંચાવતું? એ તે બાપુજીની જીવતી અને અવિશ્રાન્ત કામ કરતી કરુણા જ હતી. બાપુજી અમારા માટે કાંઈક કરશે જ એવી ખાતરી દરેક દુઃખીને દિલાસે આપતી. અને બાપુજીને દુઃખની મહાહાળી હારવાનો પ્રયત્ન પણ કે અદ્દભુત ? ને આખલીમાં વર્તેલ કાળા કેરના અગ્નિને તેઓની કરુણા એક રીતે મારે તે કલકત્તામાં વર્તેલ હત્યાકાંડને બીજી રીતે. બિહારમાં સળગેલી હેળીને એક Page #2 -------------------------------------------------------------------------- ________________ →] દર્શન અને ચિંતન રીતે શમાવે તો દિલ્હીના મહાદાવાનળને ખીજી રીતે. આગમાં રહીને આગ ખૂઝવવાના પ્રયત્ન ચાલુ હોય ત્યારે પણ પાકિસ્તાનના દૂર દૂરના ભાગામાં સળગી રહેલ જ્વાળાને કેવી રીતે શમાવવી, એની સક્રિય વિચારણા પણ એકસરખી ચાલતી હોય. આવું મહાકરુણાનું વિરાટ દૃશ્ય શું જગતે કદી જોયું હતું? તેથી જ તો આજ બધા રડી રહ્યા છે, સહુને અનાથતા લાગે છે, પછી ભલે તે ગમે તેવા સમૃદ્ધ કે શૂર હોય, અગર નમ્ર સેવક કે મહાન અધિકારી હોય, એમ લાગે છે કે જે કામ આપણા ગજાની બહારનું હતું અને છે, તે કામને એક જ માણસ પોતાની સથી પહોંચી વળતા. આ લાગણી જ સૌને રડાવી રહી છે. હિંદુસ્તાનની બહારના સમજદાર લોકા પણ એમ માનતા કે આપણા વિશ્વશાંતિના પ્રયત્નો રેતી ઉપરના મહેલ જેવા છે. એ પ્રયત્નો પાછળ કાઈ નક્કર ભૂમિ નથી. વિશ્વશાન્તિ માટે જે નક્કર ભૂમિ જોઈએ તે કાઈને સમજાતી નથી અને સમજાય તે તે અવ્યવહારુ લાગતી, એવે વખતે આવી નક્કર ભૂમિકા સુઝાડનાર અને તેને એકલે હાથે વ્યવહારુ સિદ્ધ કરી બતાવનાર પુરુષને હિદે જન્મ આપ્યા છે, એ જ કયારેક લેશકલહથી ટેવાયેલ માનવતાને સ્થાયી સાન્તિના સંસ્કારો પૂરા પાડશે, આવા આશાસ્તભ પડે ત્યારે તે કેમ 4 રડે? અને આપણે જોઈએ છીએ કે હજી રુદન કરતાં કાઈ થાકતું નથી. જો બાપુજી મહાન કરુણાની વિરાટ મૂર્તિ હોય તો તેમના વિયેાગનું દુઃખ તેથી યે પણ વિરાટ હોય જ. આ ઉપરાંત ખીા કારણે પણ આપણા દુઃખમાં વૃદ્ધિ થાય છે. આપણે જાણતા હતા કે સોક્રેટિસની હત્યા શ્રીકાને હાથે થાય, ક્રાઈસ્ટની હત્યા ન્યૂ લકાને હાથે થાય, પણ હિંદુ માનસ તા એમના જેવા મહાસત કે ઋષિ કે તપસ્વીના ખૂનના વિચાર સુદ્ધાં કરી શકે નહિ. હિંદુ માનસના આવા ગૌરવથી આપણું મન ઉન્નત હતું. રાજલેાભના કારણે અને ખીજા કારણાએ હિંદુ જાતિમાં પણ અનેક ખૂન થયાં છે પણ કાઈ સાચા તપસ્વી કે સાચા સંતનું ખૂન તેના કટ્ટરમાં કટ્ટર વિરોધી હોય એવા હિંદુને હાથે કદી પણ થયું નથી. હિંદુ માનસમાં આવે જે ભવ્યતાના અને ધર્મના ઊડી સંસ્કાર હતા તે સંસ્કારના લાપથી—તેને લાગેલ કલંકથી આખું હિંદુ માનસ જાણે શરમાઈ ગયું છે અને એ જ ઊંડી શરમ પણ તેનાં આંસુની વાટે જાણે વહી રહી છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ અધ્ય હિંદુ કલ્પના પ્રમાણે માનવતારૂપ પુરુષનું મુખ બ્રાહ્મણ. બ્રાહ્મણ મુખ બને તે એના ગુણને કારણે. કયા ગુણે ? શું ઘાતક્તાના ? નહિ, નહિ, કદી નહિ. નરમેધ-પશુમેધ–ની પ્રાકૃત ભૂમિકામાંથી બ્રાહ્મણ ક્યારે ય ઊંચે ચડ્યો હતે અને તેણે તે યજ્ઞમાં પિષ્ટમય પશુને સ્થાન આપી અહિંસાની ઉચ્ચ ભૂમિકા પણ સિદ્ધ કરી હતી. એણે સમર્તિ તને પાઠ પણ સૌને શીખવવા માંડ્યો હતો. એ બ્રાહ્મણ સર્વ ભૂતોના હિતમાં દરેક રીતે રત થયે હતે. એનું જીવન તન્મય થયું હતું. આવા બ્રાહ્મણત્વને કલંકિત કરનાર કોઈ એક પણ બ્રાહ્મણ વ્યક્તિમાં કે નાનામોટા તેવા વર્ગમાં કેમ સંચર્યો હશે? શું હિંદુત્વ અને બ્રાહ્મણત્વને હવે શતમુખ વિનિપાત શરૂ થયું હશે કે જેથી તે સમૂતહિતે રતની જ હત્યાને સંકલ્પ કરે? મહાકરણનું અવસાન કરવાને સંકલ્પ પણ મહાન એ ખરું, પણ એ સંકલ્પ ક્રૂર અને કઠોર હોઈ અનાર્ય જ હોવાને. અને જે પુરુષના મુખસ્થાને વિરાજવા લાયક ગણાયેલ બ્રાહ્મણમાં અને તે પણ ચિત્તને પાવન કરવાની ખ્યાતિ પામેલ બ્રાહ્મણ વંશમાં તે અનાર્ય સંસ્કાર ઉદ્ભવે તે પછી હિંદુજાતિ અને બ્રાહ્મણશ્રેષ્ઠ માટે કયું સારું તત્વ બચવા પામ્યું ગણાય? આ વિચારથી પણ સમજદાર કકળી ઊઠે છે અને આંસુ ખાળી શકતા નથી. હવે દિલાસે કોણ આપશે?—એ જ એકમાત્ર આપણું ઝંખના છે. જે દિલાસે આપવા આવે તે જ દિલગીરી, ગમગીની અને શોકનો ભાગ બને છે. પ્રસન્ન વદને અને હિમ્મતભરેલ હૃદયે આવીને કોઈ આશ્વાસન આપે એવું નજરે નથી પડતું. ત્યારે પણ છેવટે બાપુજી જ પિતાના વિયેગથી કકળી ઊઠેલ દુનિયાને આશ્વાસન આપતા દેખાય છે. જાણે બાપુજી અદશ્ય રહી સહુને એકસરખી રીતે કહેતા ન હોય કે તમે શું મને નથી એાળખે? અને ઓળખે હોય તે રડે છે કેમ? શું હું ક્યારે ય રહ્યો હતે? શું મેં તમને પ્રસન્ન વદને કર્તવ્ય કરવા અને મરી ફીટવા નથી કહ્યું? મેં જે તમને કહ્યું હતું તે જ જે મેં આચર્યું છે એમ તમને લાગતું હોય અને તમે મારા ઉપર એ જ વિશ્વાસ ધરાવતા હો તો પછી રડે છે શાને ? ગળગળા થાઓ છો શાને ? રડવું, દીન બનવું, અનાથતા અનુભવવી એ ગીતામાં કે કોઈ પણ ધર્મશાસ્ત્રમાં વર્ષે જ મનાયું છે, તે તમે મને શ્રદ્ધાંજલિ આપનાર બધા બહાદુર બને અને સત્ય તેમ જ કરુણાનું આચરણ કરવાના મૃત્યુંજયી યુદ્ધમાં ખપી જાઓ.