________________ અધ્ય હિંદુ કલ્પના પ્રમાણે માનવતારૂપ પુરુષનું મુખ બ્રાહ્મણ. બ્રાહ્મણ મુખ બને તે એના ગુણને કારણે. કયા ગુણે ? શું ઘાતક્તાના ? નહિ, નહિ, કદી નહિ. નરમેધ-પશુમેધ–ની પ્રાકૃત ભૂમિકામાંથી બ્રાહ્મણ ક્યારે ય ઊંચે ચડ્યો હતે અને તેણે તે યજ્ઞમાં પિષ્ટમય પશુને સ્થાન આપી અહિંસાની ઉચ્ચ ભૂમિકા પણ સિદ્ધ કરી હતી. એણે સમર્તિ તને પાઠ પણ સૌને શીખવવા માંડ્યો હતો. એ બ્રાહ્મણ સર્વ ભૂતોના હિતમાં દરેક રીતે રત થયે હતે. એનું જીવન તન્મય થયું હતું. આવા બ્રાહ્મણત્વને કલંકિત કરનાર કોઈ એક પણ બ્રાહ્મણ વ્યક્તિમાં કે નાનામોટા તેવા વર્ગમાં કેમ સંચર્યો હશે? શું હિંદુત્વ અને બ્રાહ્મણત્વને હવે શતમુખ વિનિપાત શરૂ થયું હશે કે જેથી તે સમૂતહિતે રતની જ હત્યાને સંકલ્પ કરે? મહાકરણનું અવસાન કરવાને સંકલ્પ પણ મહાન એ ખરું, પણ એ સંકલ્પ ક્રૂર અને કઠોર હોઈ અનાર્ય જ હોવાને. અને જે પુરુષના મુખસ્થાને વિરાજવા લાયક ગણાયેલ બ્રાહ્મણમાં અને તે પણ ચિત્તને પાવન કરવાની ખ્યાતિ પામેલ બ્રાહ્મણ વંશમાં તે અનાર્ય સંસ્કાર ઉદ્ભવે તે પછી હિંદુજાતિ અને બ્રાહ્મણશ્રેષ્ઠ માટે કયું સારું તત્વ બચવા પામ્યું ગણાય? આ વિચારથી પણ સમજદાર કકળી ઊઠે છે અને આંસુ ખાળી શકતા નથી. હવે દિલાસે કોણ આપશે?—એ જ એકમાત્ર આપણું ઝંખના છે. જે દિલાસે આપવા આવે તે જ દિલગીરી, ગમગીની અને શોકનો ભાગ બને છે. પ્રસન્ન વદને અને હિમ્મતભરેલ હૃદયે આવીને કોઈ આશ્વાસન આપે એવું નજરે નથી પડતું. ત્યારે પણ છેવટે બાપુજી જ પિતાના વિયેગથી કકળી ઊઠેલ દુનિયાને આશ્વાસન આપતા દેખાય છે. જાણે બાપુજી અદશ્ય રહી સહુને એકસરખી રીતે કહેતા ન હોય કે તમે શું મને નથી એાળખે? અને ઓળખે હોય તે રડે છે કેમ? શું હું ક્યારે ય રહ્યો હતે? શું મેં તમને પ્રસન્ન વદને કર્તવ્ય કરવા અને મરી ફીટવા નથી કહ્યું? મેં જે તમને કહ્યું હતું તે જ જે મેં આચર્યું છે એમ તમને લાગતું હોય અને તમે મારા ઉપર એ જ વિશ્વાસ ધરાવતા હો તો પછી રડે છે શાને ? ગળગળા થાઓ છો શાને ? રડવું, દીન બનવું, અનાથતા અનુભવવી એ ગીતામાં કે કોઈ પણ ધર્મશાસ્ત્રમાં વર્ષે જ મનાયું છે, તે તમે મને શ્રદ્ધાંજલિ આપનાર બધા બહાદુર બને અને સત્ય તેમ જ કરુણાનું આચરણ કરવાના મૃત્યુંજયી યુદ્ધમાં ખપી જાઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org