Book Title: Antaratma Darshan
Author(s): Fatehchand Z Shah
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 3
________________ ૬૬: શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ રથ આત્માની શક્તિ વિકસાવવી અને ક્રમે ક્રમે તેને ઊર્ધ્વતામાં લઈ જવા માટે આ માનવજન્મનું મૂલ્ય છે. સંક૯પબલ વડે માનસિક શક્તિઓ ઉપર આધિપત્ય સ્થાપવું, આપણી પ્રકૃતિના નિમ્ન અંશોને ઉચીકરણ-કાર્યમાં લેવા, મનને વાસનાના માર્ગ ઉપર જતું અટકાવી ઇષ્ટમાર્ગમાં વળગાડી દેવાનું સામર્થ્ય ફુરાવવું, અને મનની સહાય વડે આત્મવિકાસને પરમ ઉદ્દેશ સિદ્ધ કરવું એને શાસ્ત્રકારોએ “રાજયોગ” કહેલો છે. | સમન્દર્શનશાનચારિત્રાળ મોક્ષમા એ તત્ત્વાર્થનું સૂત્ર છે. મોક્ષમાર્ગના બધા ભાગે એકબીજા સાથે એવા સંકળાયેલા છે કે પોતાની પ્રકૃતિને અનુકૂળ પડે તેવો ગમે તે શુભ માર્ગ ગ્રહણ કરે છતાં તે સ્વીકારેલા માર્ગ સિવાય અન્ય માર્ગો તરફ તે લેશ પણ ઉપેક્ષા રાખે એ વાસ્તવિકતાથી વિરુદ્ધ છે. આ માર્ગો તે “નયો છે. કોઈપણ નયને” મુખ્ય કરી બીજા નયોને ગૌણ કરી તત્ત્વજ્ઞાન સૃષ્ટિમાં અને ભૌતિક સૃષ્ટિમાં પ્રવર્તવાનું છે. જૈન પરિભાષામાં આનું નામ “સ્યાદ્વાદ” છે. દરેક “નયનું રહસ્ય અને સારભૂત તત્વ મનુષ્ય સમજવું જોઈએ, પરંતુ તે સર્વે માર્ગમાં એક માર્ગ નયનું પ્રાધાન્ય—તેના અંતઃકરણ ઉપર હોવાં જોઈએ. આત્માની ઉન્નતિ માટે યોગ અસંખ્ય છે જિન કહ્યાં’——એ શ્રીમદ ઉપાધ્યાયજીના વચન પ્રમાણે આત્માની પ્રસન્નતા માટે તે તે યોગોનું અવલંબન લઈ ભક્તિમાર્ગ તરફ પ્રયાસ કરવાનો છે. જૈન સિદ્ધાંતના ગુણસ્થાનકની પરિભાષામાં અંતરાત્મપણું ચતુર્થ ગુણસ્થાનકમાં “સ્થિરા દૃષ્ટિથી” શરૂ થાય છે અને તે બારમાં ગુણસ્થાનક સુધી ગણાય છે. તેમાં ગુણસ્થાને પરમાત્મપણું--અરમાની પૂર્ણાવસ્થા—પ્રકટે છે. ચતુર્થ ગુણસ્થાનકથી માંડીને બારમા ગુણસ્થાનક સુધીમાં આત્માને અસંખ્ય પ્રકારની અવસ્થાઓમાં પસાર થવાનું હોય છે. સમ્ય દષ્ટિ દર્શનની પ્રાપ્તિ ચતુર્થગુણસ્થાનકમાં પ્રગટે છે. આ અંતરાત્મ-પ્રાપ્ત મનુષ્યનું વિશિષ્ટ લક્ષણ એ હોય છે કે આખા વિશ્વમાં તે એક પ્રકારનું મહાન જીવન અનુભવે છે અને પોતે મહાઇવનનો (પરમાત્મપણાનો) વિભાગ છે એમ જુએ છે. એ મહાઇવન– પરમાત્મપણે-તે સંગ્રહત્યની દૃષ્ટિએ “હું જ છું” તે અને “હું છું” એ જ મહાઇવને છે. તેથી જ શાંતિનાથજીના સ્તવનમાં શ્રીમદ્ આનંદઘનજીએ કહ્યું છે કે “અહો હો હું મુઝને કહું, નમો મુઝ નમો મુઝ રે, અમિતલ દાન દાતારની જેહની ભેટ થઈ તુઝ રે.” પ્રસ્તૃત અંતરાત્મા પોતાની આસપાસના મનુષ્યો માટે મૈત્રી, પ્રમોદ, કાર અને માધ્યરશ્ય ભાવનાવાળું વિશાળ હૃદય રાખતા હોય છે અને જ્યાં જ્યાં અનિષ્ટ ગુણો કે વર્તનનો તે ભાવ જુએ છે. ત્યાં ત્યાં તે પ્રકારે હોવા યોગ્ય છે એમ ધારી સમભાવમાં રહે છે. ક્રોધ માને માયા લોભમાં રકત થયેલા માનવો તરફ કરણ દૃષ્ટિથી જુએ છે. પુરુષની દૃષ્ટિ માટે ઉપમિતિ ભવપ્રપંચો કથાકારે પાઘુત: કતાં દૃષ્ટો એ વાય વાપરેલું છે. તેને અનુસરીને અંતરાત્મ અવસ્થાવાળો માનવ મછવાણથી સલાહ આપે છે કે, “ભાઈ, આ પશુની ભૂમિકાને યોગ્ય લક્ષણોને તમારે સંયમમાં રાખવા ઘટે છે, તેની પાસેથી તમારે સ્વામી તરીકે કામ લેવાનું છે, તે વૃત્તિઓના સેવક બની તેની ગુલામીમાં રહેવું યોગ્ય નથી. અને એમ થશે ત્યારે ઉચ્ચ જીવન જીવવાનો અનુભવ થશે. છતાં તે પ્રમાણે તે ન કરે તો તે બંધુ ઉપર તિરસ્કાર આવતો નથી. ધિક્કારની અવસ્થાને તે ઓળંગી ગયેલો હોય છે. આત્માના “ઉરચ અને અધો’ એ ઉભય અંશો તેને અનુભવગમ્ય હોય છે. આત્માની સર્વાવસ્થામાં કેવી કેવી તેની રિથતિઓ હોવા યોગ્ય છે તે સમજી શકે છે. તે જાણે છે કે મારો અજ્ઞાત બંધુ અનુભવના અંતે ઘડાયા પછી એક વખત સુધરશે અને વાસ્તવિક રીતે અંતરાત્મપણું પ્રાપ્ત કરશે. પરમાત્મા સાથે પોતાની એક્યતા છે તેવી સમજણમાંથી જે નિશ્ચિતપણે ઉદભવે છે તેથી આ અંતરાત્મ અવસ્થાવાળો મનુષ્ય ભયરહિત રહે છે. શ્રીમદ્ આનંદધનજીએ કહ્યું છે કે, “ભય ચંચળતા હો જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4