Book Title: Antaratma Darshan
Author(s): Fatehchand Z Shah
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Catalog link: https://jainqq.org/explore/230021/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ अंतरात्म दर्शन ફત્તેચંદ ઝવેરભાઈ શાહ ભૌતિક સૃષ્ટિમાં મનુષ્યને ત્રણ અવસ્થાઓ હોય છે : બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. તેવી રીતે * આધ્યાત્મિક સૃષ્ટિમાં પણ ત્રણ અવસ્થાઓ હોય છેઃ બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. આ ત્રણે અવસ્થાઓ જૈન દર્શનના પારિભાષિક શબ્દોમર્યો છે. ત્યાં સુધી આત્મા અને શરીરને ભિન્ન જાણ્યા નથી–આત્મા છે, કર્મ છે, કર્મનો કર્તા છે, કર્મનો ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે, આ સમજણ–શ્રદ્ધા આમામાં જન્મી નથી–ત્યાં સુધી તે બહિરામા કહેવાય છે. આ શ્રદ્ધા અને સમજણના અભાવે અખિલ જીવનમાં આત્માનું કાર્ય ભોગવિલાસને સર્વસ્વ માની તેમાં જ રમણતાવાળું હોય છે પરંતુ ઉપર્યુક્ત છ વિભાગોની વિચારણા વિવેકપૂર્વક કરે તે બહિરાત્મપણું દૂર થવા માંડે છે અને અંતરામપણામાં પ્રવેશ થાય છે. શ્રીમદ્ આનંદધનજી કહે છે કે, “બહિરાતમાં તેજી અંતર આતમ, રૂપ થઈ સ્થિર ભાવ, પરમાતમનું આતમ ભાવવું, આતમ અર્પણ દાવ”—મતલબ કે સમર્પિત જીવનની ગતિશીલ આચારસંહિતા તે અંતરાત્માપણું છે. અંતરામપણું એ કેટલાંક પાયાનાં મૂલ્યોમાંથી પ્રેરણા મેળવતો જીવનમાર્ગ છે; ચેતના અને સર્જકતાનો પ્રેરણાસ્ત્રોત છે. અંતરાત્મપણાનું મૂલ્ય નૈતિક અને આધ્યાત્મિક વ્યવસ્થા, વિચાર, વાણી અને વર્તનની એકવાક્યતા, સમર્પણ ભાવના, પરમાતમાં આગળ “અહં નું વિગલિતપણું અને પ્રભુને જીવન સમર્પણ કરી દેવાની તમન્ના. વ્યકિતગત અને સામૂહિક જીવનમાં પ્રસ્તુત મૂલ્યોનો વિનિયોગ કરવા માટે વાસના, પ્રલોભન, દ્વેષ વગેરેનું ઉદાત્ત મહત્ત્વાકાંક્ષામાં (પ્રશરત ભાવોમાં) રૂપાંતર કરવાનું હોય છે. આરસના અચેતજડ અને કઠિન પથ્થરને શિ૯પકાર પ્રતિમા બનાવી સાક્ષાત તીર્થકર સ્વરૂપ પ્રકટાવે છે, તેમ, બહિરામ સ્વરૂપમાંથી અંતરામ સ્વરૂપનો આવિર્ભાવ કરવાનો છે. મનુષ્યનો ચરમ ઉદેશ એ છે કે આત્માનો વિકાસ કરી આખરે તેનો પરમ આત્મામાં લય કરી શદ્ધામાં પ્રકટાવવો અને જેને આપણે “હું” કહીએ છીએ તેને એક પરમ સમરસ ચિતન્યઘનમાં અભેદપણે પરિણાવવું. જેમ પોતાના સંબંધમાં દેહ અને આત્માને વિવેક થયો અને અલગ દેખવાનું શરૂ થયું તે જ Page #2 -------------------------------------------------------------------------- ________________ અંતરાત્મદર્શન : ૫ પ્રમાણે જે જે શરીરો આપણી નજર આગળ આવે તેને દેહ રૂપે નહિ જોતાં—દેહ તરફ દષ્ટિ ન આપતાં તેની અંદર રહેલા અ૯૫પ્રકાશને જ જોવાની ટેવ પાડવી તે અંતરાત્મદર્શન છે. આટલું કામ જો આ જન્મમાં કરવામાં આવે તો ભવાંતરમાં મોક્ષ તેનાથી છેટું નથી. આત્મા પરમાત્મા બની રહેશે. આવી આત્મદષ્ટિ જાગ્રત થવા માટે નિરંતર અભ્યાસની જરૂર છે. આ જ સમ્યગુ દર્શન-સમ્યગ જ્ઞાન છે. જંગની બાહ્ય અને આંતર ઘટનાઓ વિચિત્રપણે લાગવા છતાં જે આત્માઓ એ ઘટનાને સ્વાભાવિક માને છે, તે આત્માએ ખરેખરી રીતે સ્થિતપ્રજ્ઞપણે દાખવ્યું છે. આખું વિશ્વ તેના સાથે સંબંધવાળું અનુભવાય છે. પોતે વિશ્વનો છે, વિશ્વ તેનું છે એવું ઉગ્ર ભાન તેને રહ્યા કરતું હોય છે. શ્રીમદ યશોવિજયજી ઉપાધ્યાય કહે છે કે, નિશ્ચય દૃષ્ટિ હૃદય ધરીજી, પાળે જે વ્યવહાર”—એ અંતરાત્મપણાનું લક્ષણ છે. સાધ્યદૃષ્ટિ તે મનુષ્ય ચૂકતો નથી–તેમાં સતત જાગ્રત્ રહ્યા કરે છે. સ્વામી રામતીર્થ કહે છે કે, “I was never born, yet my births of breath are as many as waves on the sleepless sea.”– અર્થાત્ હું અમર છું, જોકે આ શ્વાસોચ્છવાસની સૃષ્ટિમાં હું અખંડ મહાસાગરના તરંગોની સંખ્યામાં જમ્યો છું, છતાં વાસ્તવમાં હું અજન્મા છું–આવા પ્રકારના અમરત્વનો ભાનથી તે મનુષ્યમાં ભય, તિરસ્કાર, ખેદ, ગ્લાનિ, ધિક્કાર, આદિનો અભાવ થતો જાય છે. તે માનવો અત્યંત માયાળુ હોય છે, પ્રસન્નવદનવાળા હોય છે, પ્રાણીઓ તરફ અંધત્વ-એ સિદ્ધાંત તેમનાં રોમેરોમમાં પરિણમેલો હોય છે, વિશ્વ અને પ્રાણીપદાર્થ તરફથી તેની દષ્ટ ફેરવાઈ ગયેલ હોય છે. અમક સારું અને અમુક ખોટું એ ભાવના તરફ વિવેકથી જાગ્રત થતો મનુષ્ય અંતરાત્મકોટિમાં પ્રવેશ કરવાને લાયક હોય છે. અહીં પ્રશસ્ત રાગની માન્યતા હોય છે. ક્રોધ અને ધિક્કારની જે લાગણીઓ પરનિંદા ખાતર પ્રબલ થતી હતી તે હવે ઉપયોગી અને અન્યને હિતકારી પરિણામવાળી પરિસ્થિતિમાં પ્રકટે છે. સ્વ-પરનું હિત આ કોટિના મનુષ્યો યુક્તિથી જુદી જુદી લાગણીઓ પ્રદર્શિત કરી સાધતા હોય છે. એમની યુક્તિઓ સ્વાર્થ સાધવા ખાતર હોતી નથી, પરંતુ સ્વ-પરના હિત ખાતર જ યોજાય છે. પ્રત્યેક ક્રિયાઓ સમજણપૂર્વક અને હેતુપૂર્વક કરતા હોય છે. મનુષ્ય જીવન કોઈ ઉચ્ચ હેતુ માટે છે એવું જાગ્રત્ ભાન તેમને આ પરિસ્થિતિમાં નિરંતર હોય છે. ઈદ્રિયના વિકારો ઉપર બને તેટલું સંયમન રાખવા પ્રયત્નશીલ જણાય છે. તેમનો વ્યવહાર એવો સુંદર હોય છે કે બીજાઓ તેનું અનુકરણ કરવા લલચાય છે. શરીરબળ અને મનોબળનો વિકાસ આ કોટિના મનુષ્યોને જરૂરવાળો લાગે છે. જ્યારે જ્યારે નિઃસ્વાર્થી કાર્ય તેમના હાથે બને છે ત્યારે સ્વાભાવિક શાંતિ પ્રકટી નીકળે છે. પૂર્વાવસ્થાના બાળ ખ્યાલો તરફ હસવું આવે છે તેમ જ અત્યાર સુધીના પાપગ્ય વર્તન માટે પશ્ચાત્તાપ પ્રકટે છે. જિનેશ્વર પ્રભુની પ્રશાંત મૂર્તિમાં સાક્ષાત્ જિનેશ્વરને વિરાટ સ્વરૂપમાં જોવા એ પણ અંતરાત્મ દર્શનવાળા આમાની કળા હોય છે. પ્રાથમિક દૃષ્ટિએ તેમની સાથે હાલોડહં બની પછી સોડમાં પ્રવેશ કરવાનો છે. અને “જિનવર પૂજા રે તે નિજપૂજના રે' એ શ્રીમદ્દ દેવચંદ્રજીના કથન મુજબ પ્રકટ કરવું એ સમ્ય દર્શનનું ઉચ્ચ સ્વરૂપ છે. બીજો માર્ગ બુદ્ધિમાન પ્રકૃતિના મનુષ્યોને અનુકૂળ થાય તેવો છે. સભ્યશ્રદ્ધા પ્રકટ થયા પછી આ વિશ્વ, આત્મા અને કર્મને મહાપ્રશ્ન બુદ્ધિના વ્યાપારોથી, તર્કોથી, શોધખોળથી, ચિંતનથી, વિજ્ઞાનથી અને માનસ-જ્ઞાનના પ્રયત્નોથી ઉકેલવાનો માર્ગ છે. ગુક્તિમત્વને ચર્ચા તસ્ય વાર્થ ઘર એ શ્રીમદ્ હરિભદ્રસૂરિના વાક્યનું અવલંબન લઈ ફિલોસોફરો, તવો, મનોવિજ્ઞાનશાસ્ત્રના અભ્યાસકો અને તેજસ્વી બુદ્ધિનાં સ્ત્રી-પુ સર્વજ્ઞસિદ્ધાંતનું વાસ્તવિક રીતે પૃથક્કરણ કરે છે. એમણે કેળવેલી બુદ્ધિપ્રકૃતિને એ માર્ગ બહુ બંધબેસતો છે. શાસ્ત્રમાં તેને અભિનવજ્ઞાન અથવા જ્ઞાનયોગ કહેલો છે. સુ૦ ગ્ર૦૫ Page #3 -------------------------------------------------------------------------- ________________ ૬૬: શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ રથ આત્માની શક્તિ વિકસાવવી અને ક્રમે ક્રમે તેને ઊર્ધ્વતામાં લઈ જવા માટે આ માનવજન્મનું મૂલ્ય છે. સંક૯પબલ વડે માનસિક શક્તિઓ ઉપર આધિપત્ય સ્થાપવું, આપણી પ્રકૃતિના નિમ્ન અંશોને ઉચીકરણ-કાર્યમાં લેવા, મનને વાસનાના માર્ગ ઉપર જતું અટકાવી ઇષ્ટમાર્ગમાં વળગાડી દેવાનું સામર્થ્ય ફુરાવવું, અને મનની સહાય વડે આત્મવિકાસને પરમ ઉદ્દેશ સિદ્ધ કરવું એને શાસ્ત્રકારોએ “રાજયોગ” કહેલો છે. | સમન્દર્શનશાનચારિત્રાળ મોક્ષમા એ તત્ત્વાર્થનું સૂત્ર છે. મોક્ષમાર્ગના બધા ભાગે એકબીજા સાથે એવા સંકળાયેલા છે કે પોતાની પ્રકૃતિને અનુકૂળ પડે તેવો ગમે તે શુભ માર્ગ ગ્રહણ કરે છતાં તે સ્વીકારેલા માર્ગ સિવાય અન્ય માર્ગો તરફ તે લેશ પણ ઉપેક્ષા રાખે એ વાસ્તવિકતાથી વિરુદ્ધ છે. આ માર્ગો તે “નયો છે. કોઈપણ નયને” મુખ્ય કરી બીજા નયોને ગૌણ કરી તત્ત્વજ્ઞાન સૃષ્ટિમાં અને ભૌતિક સૃષ્ટિમાં પ્રવર્તવાનું છે. જૈન પરિભાષામાં આનું નામ “સ્યાદ્વાદ” છે. દરેક “નયનું રહસ્ય અને સારભૂત તત્વ મનુષ્ય સમજવું જોઈએ, પરંતુ તે સર્વે માર્ગમાં એક માર્ગ નયનું પ્રાધાન્ય—તેના અંતઃકરણ ઉપર હોવાં જોઈએ. આત્માની ઉન્નતિ માટે યોગ અસંખ્ય છે જિન કહ્યાં’——એ શ્રીમદ ઉપાધ્યાયજીના વચન પ્રમાણે આત્માની પ્રસન્નતા માટે તે તે યોગોનું અવલંબન લઈ ભક્તિમાર્ગ તરફ પ્રયાસ કરવાનો છે. જૈન સિદ્ધાંતના ગુણસ્થાનકની પરિભાષામાં અંતરાત્મપણું ચતુર્થ ગુણસ્થાનકમાં “સ્થિરા દૃષ્ટિથી” શરૂ થાય છે અને તે બારમાં ગુણસ્થાનક સુધી ગણાય છે. તેમાં ગુણસ્થાને પરમાત્મપણું--અરમાની પૂર્ણાવસ્થા—પ્રકટે છે. ચતુર્થ ગુણસ્થાનકથી માંડીને બારમા ગુણસ્થાનક સુધીમાં આત્માને અસંખ્ય પ્રકારની અવસ્થાઓમાં પસાર થવાનું હોય છે. સમ્ય દષ્ટિ દર્શનની પ્રાપ્તિ ચતુર્થગુણસ્થાનકમાં પ્રગટે છે. આ અંતરાત્મ-પ્રાપ્ત મનુષ્યનું વિશિષ્ટ લક્ષણ એ હોય છે કે આખા વિશ્વમાં તે એક પ્રકારનું મહાન જીવન અનુભવે છે અને પોતે મહાઇવનનો (પરમાત્મપણાનો) વિભાગ છે એમ જુએ છે. એ મહાઇવન– પરમાત્મપણે-તે સંગ્રહત્યની દૃષ્ટિએ “હું જ છું” તે અને “હું છું” એ જ મહાઇવને છે. તેથી જ શાંતિનાથજીના સ્તવનમાં શ્રીમદ્ આનંદઘનજીએ કહ્યું છે કે “અહો હો હું મુઝને કહું, નમો મુઝ નમો મુઝ રે, અમિતલ દાન દાતારની જેહની ભેટ થઈ તુઝ રે.” પ્રસ્તૃત અંતરાત્મા પોતાની આસપાસના મનુષ્યો માટે મૈત્રી, પ્રમોદ, કાર અને માધ્યરશ્ય ભાવનાવાળું વિશાળ હૃદય રાખતા હોય છે અને જ્યાં જ્યાં અનિષ્ટ ગુણો કે વર્તનનો તે ભાવ જુએ છે. ત્યાં ત્યાં તે પ્રકારે હોવા યોગ્ય છે એમ ધારી સમભાવમાં રહે છે. ક્રોધ માને માયા લોભમાં રકત થયેલા માનવો તરફ કરણ દૃષ્ટિથી જુએ છે. પુરુષની દૃષ્ટિ માટે ઉપમિતિ ભવપ્રપંચો કથાકારે પાઘુત: કતાં દૃષ્ટો એ વાય વાપરેલું છે. તેને અનુસરીને અંતરાત્મ અવસ્થાવાળો માનવ મછવાણથી સલાહ આપે છે કે, “ભાઈ, આ પશુની ભૂમિકાને યોગ્ય લક્ષણોને તમારે સંયમમાં રાખવા ઘટે છે, તેની પાસેથી તમારે સ્વામી તરીકે કામ લેવાનું છે, તે વૃત્તિઓના સેવક બની તેની ગુલામીમાં રહેવું યોગ્ય નથી. અને એમ થશે ત્યારે ઉચ્ચ જીવન જીવવાનો અનુભવ થશે. છતાં તે પ્રમાણે તે ન કરે તો તે બંધુ ઉપર તિરસ્કાર આવતો નથી. ધિક્કારની અવસ્થાને તે ઓળંગી ગયેલો હોય છે. આત્માના “ઉરચ અને અધો’ એ ઉભય અંશો તેને અનુભવગમ્ય હોય છે. આત્માની સર્વાવસ્થામાં કેવી કેવી તેની રિથતિઓ હોવા યોગ્ય છે તે સમજી શકે છે. તે જાણે છે કે મારો અજ્ઞાત બંધુ અનુભવના અંતે ઘડાયા પછી એક વખત સુધરશે અને વાસ્તવિક રીતે અંતરાત્મપણું પ્રાપ્ત કરશે. પરમાત્મા સાથે પોતાની એક્યતા છે તેવી સમજણમાંથી જે નિશ્ચિતપણે ઉદભવે છે તેથી આ અંતરાત્મ અવસ્થાવાળો મનુષ્ય ભયરહિત રહે છે. શ્રીમદ્ આનંદધનજીએ કહ્યું છે કે, “ભય ચંચળતા હો જે Page #4 -------------------------------------------------------------------------- ________________ અંતરાત્મદર્શન : 67 પરિણામની રે'—જેથી તે વ્યક્તિ વર્તમાન અને ભાવી એ ઉભયની સાથે નિર્ભયપણે સામે મોઢે લડે છે અને આનંદપૂર્વક પરમાત્મપદ મેળવવાની અભિલાષાના મહાસાહસમાં પ્રગતિ કરે છે. અંતરાત્મ અવસ્થાનું આ સંક્ષિપ્ત દર્શન છે. ઉપસંહારમાં અંતરાત્મપણાના નિચોડરૂપે જણાવવાનું કે વાસ્તવિક રીતે “આત્મા’ એ જ “સંસાર” છે અને “આત્મા” એ જ “મોક્ષ' છે એ પ્રકારનું રહસ્ય અર્પતી પૂ૦ હેમચંદ્રાચાર્યજીએ યોગશાસ્ત્રમાં નિરૂપણ કરેલો માંગલિક શ્લોક સાદર કરી વિરમું છું. अयमात्मैव संसारः कषायेन्द्रियनिर्जितः / ___ तमेव तद्विजेतारं मोक्षमाहुर्मनीषिणः / / કષાય અને ઇન્દ્રિયોથી જિતાયેલો આત્મા એ જ સંસાર છે, પરંતુ આત્મા જ્યારે તેમના ઉપર જ્ય મેળવે છે ત્યારે તે જ આત્માને પંડિતજનો મોક્ષ કહે છે.” કંડક * :