Book Title: Anekantna Upyoge Vishal Drushti
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 2
________________ થથાલા 96 ] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા શત્રુતા ધારણ કરવી નહિ, તેમજ જૈનધર્મને નહિ પાળનારા મનુષ્યોની જાતિનિંદા કરવી નહિ. વિશાળ દૃષ્ટિમાં લેહચુંબકના જેવી શક્તિ રહી છે. જેમાં અનેકાન-વિશાળ દષ્ટિને ધારણ કરે છે અને તેને સમ્યક ઉપયોગ કરે છે, તેઓ અન્ય મનુષ્યોને પિતાના સુવિચારોનું દાન આપી શકે છે. જૈન શાસ્ત્રો અને જેનેતર ધર્મશાસ્ત્રોના રહસ્યોને જેઓ સારી પેઠે જાણી શકે છે અને વિશાળ દષ્ટિથી આત્માના સત્ય ધર્મને અવબોધે છે, તેઓ જૈનધર્મની ઉન્નતિ કરવાને સમર્થ થાય છે. અનેક પંથેના વચ્ચે ઉભા રહીને તેવા જૈનો ખરેખર અનેક મતવાદીઓને પણ “અનેકાન્ત” ધર્મનું અમૃત પાન કરાવવા સમર્થ થાય છે. ઉપાદાન–સાધન જેમ માટીમાં ઘડે થવાની સત્તા છે, પણ દંડ, ચક્ર, કુંભારાદિ સાધને મળે તે ઘડે થાય, તેમ આત્મા માટીરૂપ છે તે સદ્ગુરૂ આદિ સાધનો મળે તે આત્મજ્ઞાન થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2