Book Title: Ambad katha na Antar Pravaho Author(s): Somabhai Parekh Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_ View full book textPage 3
________________ ૧૨૦ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ રથ “પંચદંડ છત્રના વાચક્રમાં દમની ગાછણ, જાદૂઈ દંડની રેખા દોરી વજીની દીવાલ ઊભી કરે છે. વિક્રમ તેના પરાક્રમી સેન્સ વડે પણ એ દીવાલ તોડી શકતો નથી, ત્યારે તેણે દમનીને બોલાવી પૂછ્યું કે, આ દીવાલ કેવી રીતે તોડી શકાય? દમનીએ કહ્યું કે, મારા પાંચ આદેશનું પાલન કર; મેં આપેલા પાંચ આદેશ તું પૂરા કરીશ તો આ વજીની દીવાલ તું તોડી શકીશ. અંડકથામાં પણ અંબડ ગોરખયોગિની પાસે આવે છે અને પોતે નિર્ધન હોઈ, ધન અને રિદ્ધિસિદ્ધિની યાચના કરે છે. ગોરખયોગિની તેની પાસે એક શરત મૂકે છે કે, મારા આપેલા સાત આદેશનું જે તું પાલન કરીશ તો તું અનેક પ્રકારની વિદ્યાઓ અને અખૂટ ધન પ્રાપ્ત કરી શકીશ. આમ, બન્ને વાર્તાઓની મુખ્ય કથા લગભગ સરખી છે. આ આદેશ સાહસ અને પરાક્રમો કરનાર વીર અને તેજસ્વી વ્યક્તિઓના માર્ગમાં મૂકવામાં આવતા અન્તરાય અને અવરોધો જ છે, એમ કહી શકાય. ક્ષેમંકરની “સિંહાસનધાત્રિશિકા ચૌદમાં શતકમાં આપણને પ્રાપ્ત થઈ તે પહેલાં ‘સિંહાસનબત્રીશી'ની કેટલીક વાર્તાઓ પ્રાચીન સાહિત્યમાં સારી પેઠે પ્રચલિત હતી; અને વાતોનાયક વિક્રમના ભાગમાં અનેક અન્તરાયો આવતા, એવા ઉલેખ મ છે. ભોજ રાજા જેવો સિંહાસન પર બેસવા જાય છે કે, તરત જ સિંહાસનની પૂતળીઓ એક પછી એક ભોજને રાજા વિક્રમનાં સાહસ અને પરાક્રમોની વાર્તા કહે છે; અને દરેક પૂતળી રાજા ભોજ સમક્ષ એક અવરોધ મૂકે છે કે, જે તું આવાં સાહસ અને પરાક્રમો કરી શકે તો જ આ સિંહાસન પર બેસ. આવી રીતે, રાજા ભોજના માર્ગમાં બત્રીશ અન્તરાય ઊભા કરવામાં આવે છે. “વેતાલપચીસી'નું વાર્તાચક્ર વિક્રમનાં સર્વ વાતચક્રોમાં પ્રાચીન છે એટલું જ નહિ, પણ ભારતીય લોકવાર્તાની પ્રાચીનમાં પ્રાચીન કેટલીક વાર્તાઓનાં પ્રતિરૂપ આ વાર્તાચક્રમાં મળે છે. લોકમુખે વહેતા સાહિત્ય તરીકે (floating literature તરીકે) “વેતાલપચીસી'ની વાર્તાઓ ઈસવી સનની પહેલી કે બીજી સદી પૂર્વેની હોય એમ જણાય છે. આ વાર્તાચક્રમાં વિક્રમ મૃતદેહને ખભે મૂકી, બોલ્યા વિના, તેને ઊંચકીને ચાલે છે. મૃતદેહમાં પ્રવેશેલા વેતાલે વિક્રમ સમક્ષ એવી શરત મૂકી હતી કે, મૃતદેહને ખભે ઊંચકી, બોલ્યા વિના જો તું નક્કી કરેલા સ્થળે પહોંચીશ તો તું મને જીતી શકીશ. વિક્રમ આ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત ન કરી શકે તે માટે, મૃતદેહમાં પ્રવેશેલા તાલે વિક્રમને એક પછી એક વાર્તાઓ કહેવા માંડી. અને દરેક વાર્તાના અને તે એવી સમસ્યા કે કોયડો મૂકતો કે જેથી તેના ઉકેલ માટે વિક્રમને મૌનનો ત્યાગ કરી બોલવું પડતું. આવી રીતે તે પચીસ વખત આવી કસોટીએ ચડ્યો, પણ અને વિક્રમ વેતાલની આ યુક્તિ સમજી ગયો અને છેલ્લે, વેતાલે તેને બોલાવવી અનેક પ્રયત્ન કર્યા છતાં તે વગર બોલ્ય ધારેલા સ્થળે પહોંચી ગયો. આમ, “વેતાલપચીસીમાં સમસ્યા કે કોયડાના સ્વરૂપમાં, વીર પાત્રના માર્ગમાં અન્તરય કે અવરોધો ઊભા કરવામાં આવે છે. અંબાકથામાં, અંબડે ગોરખયોગિની પાસે જઈ ધન, વિદ્યા અને રિદ્ધિસિદ્ધિની યાચના કરી, એટલે ગોરખયોગિનીએ અબડને પોતે આપેલા સાત આદેશનું પાલન કરવા કહ્યું. પહેલા આદેશમાં ગોરખયોગિનીએ આદેશ આપ્યો કે, હે અંબઇ, પૂર્વ દિશામાં જા અને ત્યાં ગુણવર્ધન વાડીમાં આવેલા શતશર્કરા નામના વૃક્ષનું પાકું ફળ લઈ આવ. આ આદેશનું પાલન કરતાં, અંબડ ભદ્રાવલી નામની જાદૂઈ વિદ્યાઓની જાણકાર સ્ત્રીના સંપર્કમાં આવ્યો. ભદ્રાવલીએ અંબાને કહ્યું કે, તું મારી પુત્રી ચંદ્રાવલી સાથે કંદુકની રમત રમ અને રમતમાં જે તું જીતીશ તો તે તને પરણશે; અને જો તું હારીશ તો તારે ચંદ્રાવલીની સેવા કરવી પડશે. અંબડ રમતમાં ચંદ્રાવલીને જીતી ગયો; અને તે ચંદ્રાવલીને પરણ્યો તેમ જ તેની પાસેથી નભગામિની, આકષિણ, કામિની અને ચિંતિત-રૂપંકરા–એ ચાર જાદૂઈ વિદ્યાઓ પણુ પામ્યો, અને શતશર્કરા વૃક્ષનું પાકું ફળ પણ મેળવી શક્યો. “પંચદંડની ’ની વાર્તામાં દમની ગાણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6