Book Title: Ambad katha na Antar Pravaho
Author(s): Somabhai Parekh
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Catalog link: https://jainqq.org/explore/230022/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અં બડકથાના આંતર પ્રવાહો સોમાભાઈ પારેખ ન પુરાણુવિદ્યામાં અંબડ વિદ્યાધરની કથા અતિ મહત્વની છે, પણ તેના તરફ વિદ્વાનોનું જોઈએ તેટલું ' ધ્યાન દોરાયું નથી એટલું જ નહિ, પણ પ્રસિદ્ધ ભારતીય વિદ્યાવિદ્ પ્રો. લૂમફિડે અને પ્રો. એ વેબરે ભારતીય લોકકથાની પરંપરાની ચર્ચામાં જેનો સારો એવો ઉલ્લેખ કર્યો છે તેવી મુનિરત્નસૂરિ-વિરચિત ગદ્યપદ્યકૃતિ “સખ્યારિત્ર'ની સમીક્ષિત આવૃત્તિ પણ આપણે તૈયાર કરી શક્યા નથી. જૈન આગમો જેટલું જ સાંસ્કૃતિક ઇતિહાસની સામગ્રીમાં સમૃદ્ધ, આચાર્ય હેમચન્દ્રાચાર્યકૃત ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર” મહાકાવ્ય છે, અને છતાંય, ડૉ. હેલન જોહાન્સને તેનો કરેલો અંગ્રેજી અનવાદ અને આત્માનંદ જૈન સભા-ભાવનગર તરફથી પ્રસિદ્ધ થયેલો તેનો ગુજરાતી અનુવાદ–આ. અનુવાદો દ્વારા જ એ મહાકાવ્ય-વિષયક અધ્યયન અને સંશોધન ચાલે છે, પણ તેની સમીક્ષિત : હજી આપણી પાસે તૈયાર નથી. આવી જ સ્થિતિ અબડકથા-વિષયક “ અશ્વત્ર”ની છે. તેરમા શતકમાં રચાયેલી આ કૃતિની છાપેલી પ્રત મુનિમાનવિજયે સંપાદિત કરી, શ્રી સત્યવિજય ગ્રન્થમાલામાં ગ્રન્થાાંક ૧૧ તરીકે, ઈસ. ૧૯૨૮માં પ્રસિદ્ધ કરી છે. આ જ સંસ્કૃત કૃતિનો જૂની ગુજરાતીમાં વાચક મંગલભાણિયે કરેલો અનુવાદ (વિ. સં. ૧૬૩૯ = ઈ. સ. ૧૫૮૩), પ્રૉ. બળવંતરાય ક. ઠાકોરે સંપાદિત કરી ઈ. સ. ૧૯૫૩માં પ્રસિદ્ધ કર્યો છે. મેં મારી ચર્ચામાં, સંસ્કૃત કૃતિ “અન્નવરિત્ર” અને પ્રૉ૦ બ૦ ક. ઠાકોર-સંપાદિત “અંબડ વિદ્યાધર રાસનો ઉપયોગ કર્યો છે. અંબડકથાના બાહ્યસ્વરૂપ (Morphology) પર તેના પુરોગામી કથાગ્રન્થો—ગુણાટ્યકૃત બહત્કથા, શ્રીસંઘદાસગણિ વાચકચિત “વસુદેવ-હિંડી', બુધસ્વામીત બૃહત્કથાલોકસંગ્રહ', સોમદેવવિરચિત “કથાસરિત્સાગર', ક્ષેમેન્દ્રકૃત “બૃહત્કથામંજરી', આચાર્ય હેમચન્દ્રાચાર્યવિરચિત “ત્રિષષ્ટિશલાકાપર ચરિત્ર', “પરિશિષ્ટ પર્વ આદિ ગ્રન્થો–ની સારી વ્યાપક અસર પડેલી છે, જ્યારે તેરમા શતક પછી, સંસ્કત કે જૂની ગુજરાતીમાં રચાયેલ, વિક્રમ-વિષયક વાર્તાચક્રો—‘સિંહાસનબત્રીસી', ‘વેતાલપચીસી' અને “પંચદંડ છત્ર'—પર આ અબડકથાની પ્રબળ અસર પડેલી છે. વિક્રમનાં ઉપર્યુક્ત ત્રણેય વાર્તાચક્રનાં તેમ જ દરેક વાર્તાચકની અલગ ઉપવાર્તાનાં સ્વરૂપઘટન, આયોજન, કથાઘટકો અને સાંસ્કૃતિક પરંપરામાં Page #2 -------------------------------------------------------------------------- ________________ અંખડકથાના આંતરપ્રવાહો : ૧૧૯ ઘણું સામ્ય છે. ‘બૃહત્કથા’, ‘વસુદેવ-હિંડી', ‘બૃહત્કથાશ્લોકસંગ્રહ ’ આદિ વાર્તાસંગ્રહોની માફક, અભડકથા અને વિક્રમનાં વાર્તાચક્રોમાં, એક મુખ્ય વાર્તા છે, જે સમગ્ર કથાને એકસૂત્રે સાંધે છે અને કથાની સમાપ્તિ આ મુખ્ય વાર્તાના કથાતંતુ દ્વારા થાય છે. મુખ્ય વાર્તામાંથી ઉપવાર્તાઓ ફૂટતી જાય છે. એક ઉપવાર્તામાંથી બીજી, અને ખીજીમાંથી ત્રીજી એમ ઉપવાર્તાઓ ફૂગ્યે જ જાય છે. એમાં દરેક વાર્તા સ્વતંત્ર વાર્તા તરીકેનું વ્યક્તિત્વ ધરાવે છે એટલું જ નહિ, પણ તે સમગ્ર કથાના સ્થાપત્યના અંશ તરીકે તેને શોલા અર્પે છે. વિક્રમનાં વાર્તાચક્રો અને અંબકથાનું સ્વરૂપઘટન આ રીતે એકબીજા સાથે ઘણું સામ્ય ધરાવે છે. અંબકથામાં સિંહાસનબત્રીસી, વૈતાલપચીસી અને પંચદંડત્રની વાર્તાઓના તાણાવાણા સુઘટ્ટ રીતે વણાયેલા છે. જેમ વિક્રમ અનેક પ્રકારના અન્તરાય અને અવરોધોમાંથી પુરુષાર્થ અને પરાક્રમો વડે બહાર આવે છે, તેમ અંબા પણ એક વીર તરીકે અનેક મુશ્કેલીઓનો સામનો કરી, ધણાં સાહસ કરે છે. વિક્રમ અને અંખડ અને કાલ્પનિક વીર પાત્રો છે, છતાં તેઓના આંતર વ્યક્તિત્વ દ્વારા તેઓ જીવતીજાગતી તરવરતી વ્યક્તિઓ હોય એવી છાપ આપણા મન પર પડે છે. વાસ્તવિક જીવનમાં માનવી અનેક મુશ્કેલીઓના જતરડામાંથી પસાર થઈ, અનેક પ્રકારની કસોટીઓમાંથી તરી પાર ઊતરી જે તેજસ્વી, ભવ્ય અને પ્રાણવાન વ્યક્તિત્વની છાપ આપણા મન પર પાડે છે, તેવી જ માન અને પ્રશંસાની ભાવના, વિક્રમ અને અભંડ આપણા હૃદયમાં પેદા કરે છે. પ્રૉ॰ ખ૦ ૩૦ ઠાકોરે અંબડકથા વિષે આ પ્રમાણે વિધાન કર્યું છે? : ...સિંહાસનબત્રીસી ’ નામે આપણા રાસજૂથમાં આવું જરૂરી પ્રથમપહેલું સ્થાન આ ‘ અબઙ વિદ્યાધર રાસ ’નું છે; સિંહાસનને જે મત્રીશ પૂતળીઓ છે, જેમાંની દરેક પોતાનો વારો આવતાં એક કથાનક કહે છે. એ ખત્રીશે પૂતળી મૂળ કોણ હતી, અને સિંહાસનમાં ક્યારે શાને જોડાઈજડાઈ ગઈ, તેની કથા જ આ · અંબડ વિદ્યાધર રાસ'. એ ખત્રીશ પૂતળીઓ તે અંબા વિદ્યાધરની ખત્રીશ રાણીઓ. અંખડ એક સામાન્ય નિર્ધન સાધનહીન ક્ષત્રિયમાંથી મહામોટો રાજા અને અનેક અલૌકિક વિદ્યાઓનો જ્ઞાતા વિદ્યાધર કેવી રીતે થયો તથા આ એક પછી એક આ ખત્રીશ રાણીઓને કેવી રીતે પરણ્યો, તે સર્વ અદ્ભુત બનાવોની કથા તે જ આ · અંબડ વિદ્યાધર રાસ ’. ( આમ, પ્રૉ॰ ઠાકોર અંબકથાને ‘સિંહાસનબત્રીશી' સાથે ધણું સામ્ય ધરાવતી, ‘સિંહાસનબત્રીશી’ની પૂર્વઆવૃત્તિસમી ગણાવે છે. પણ ‘ પંચદંડછત્ર’—વિષયક વિક્રમના વાર્તાચક્રના મારા અધ્યયન દરમ્યાન અંબડકથાનું ‘ પંચદંડછત્ર ’ સાથે મને ધણું સામ્ય લાગ્યું છે. મુનિરત્નસૂરિએ ‘ અંબાચરિત્ર ’ની પોતાની સંસ્કૃત કૃતિની પુષિકામાં ‘ પંચદંડ છત્ર ’ અને ગોરખયોગિનીના સાત આદેશનો ઉલ્લેખ આ પ્રમાણે મળે છે ઃ यत्पुर्यामुज्जयिन्यां सुचरितविजयी विक्रमादित्यराजा, वैतालो यस्य तुष्टः कनकनरमदाद्विष्टरं पुत्रिकाश्रिः । अस्मिन्नारूढ एवं निजशिरसि दधौ पञ्चदण्डातपत्रं चक्रे वीराधिवीरः क्षितितलमनृणां सोऽस्ति संवत्सरङ्कः ॥ ३६ ॥ ૧ इत्थं गोरखयोगिनी वचनतः सिद्धोऽम्बडः क्षत्रियः सप्तादेशवरा सकौतुकभरा भूता न वा भाविनः । द्वात्रिंशन्मितपुत्रिकादिचरितं यद् गद्यपद्येन तत् । चक्रे श्रीमुनिरत्नसूरिविजयस्तद्वाच्यमानं बुधैः ॥ ३७ ॥ इत्याचार्यश्रीमुनिरत्नसूरिविरचिते अम्बडचरिते गोरखयोगिनीदत्तसप्ता देशकर अम्बडकथानकं सम्पूर्णम् ॥ ઠાકોર, અ૦ ૩૦ (સંપાદિત) : · અખંડ વિદ્યાધર રાસ ’, પ્રસ્તાવના, પૃ૦ ૯. Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ રથ “પંચદંડ છત્રના વાચક્રમાં દમની ગાછણ, જાદૂઈ દંડની રેખા દોરી વજીની દીવાલ ઊભી કરે છે. વિક્રમ તેના પરાક્રમી સેન્સ વડે પણ એ દીવાલ તોડી શકતો નથી, ત્યારે તેણે દમનીને બોલાવી પૂછ્યું કે, આ દીવાલ કેવી રીતે તોડી શકાય? દમનીએ કહ્યું કે, મારા પાંચ આદેશનું પાલન કર; મેં આપેલા પાંચ આદેશ તું પૂરા કરીશ તો આ વજીની દીવાલ તું તોડી શકીશ. અંડકથામાં પણ અંબડ ગોરખયોગિની પાસે આવે છે અને પોતે નિર્ધન હોઈ, ધન અને રિદ્ધિસિદ્ધિની યાચના કરે છે. ગોરખયોગિની તેની પાસે એક શરત મૂકે છે કે, મારા આપેલા સાત આદેશનું જે તું પાલન કરીશ તો તું અનેક પ્રકારની વિદ્યાઓ અને અખૂટ ધન પ્રાપ્ત કરી શકીશ. આમ, બન્ને વાર્તાઓની મુખ્ય કથા લગભગ સરખી છે. આ આદેશ સાહસ અને પરાક્રમો કરનાર વીર અને તેજસ્વી વ્યક્તિઓના માર્ગમાં મૂકવામાં આવતા અન્તરાય અને અવરોધો જ છે, એમ કહી શકાય. ક્ષેમંકરની “સિંહાસનધાત્રિશિકા ચૌદમાં શતકમાં આપણને પ્રાપ્ત થઈ તે પહેલાં ‘સિંહાસનબત્રીશી'ની કેટલીક વાર્તાઓ પ્રાચીન સાહિત્યમાં સારી પેઠે પ્રચલિત હતી; અને વાતોનાયક વિક્રમના ભાગમાં અનેક અન્તરાયો આવતા, એવા ઉલેખ મ છે. ભોજ રાજા જેવો સિંહાસન પર બેસવા જાય છે કે, તરત જ સિંહાસનની પૂતળીઓ એક પછી એક ભોજને રાજા વિક્રમનાં સાહસ અને પરાક્રમોની વાર્તા કહે છે; અને દરેક પૂતળી રાજા ભોજ સમક્ષ એક અવરોધ મૂકે છે કે, જે તું આવાં સાહસ અને પરાક્રમો કરી શકે તો જ આ સિંહાસન પર બેસ. આવી રીતે, રાજા ભોજના માર્ગમાં બત્રીશ અન્તરાય ઊભા કરવામાં આવે છે. “વેતાલપચીસી'નું વાર્તાચક્ર વિક્રમનાં સર્વ વાતચક્રોમાં પ્રાચીન છે એટલું જ નહિ, પણ ભારતીય લોકવાર્તાની પ્રાચીનમાં પ્રાચીન કેટલીક વાર્તાઓનાં પ્રતિરૂપ આ વાર્તાચક્રમાં મળે છે. લોકમુખે વહેતા સાહિત્ય તરીકે (floating literature તરીકે) “વેતાલપચીસી'ની વાર્તાઓ ઈસવી સનની પહેલી કે બીજી સદી પૂર્વેની હોય એમ જણાય છે. આ વાર્તાચક્રમાં વિક્રમ મૃતદેહને ખભે મૂકી, બોલ્યા વિના, તેને ઊંચકીને ચાલે છે. મૃતદેહમાં પ્રવેશેલા વેતાલે વિક્રમ સમક્ષ એવી શરત મૂકી હતી કે, મૃતદેહને ખભે ઊંચકી, બોલ્યા વિના જો તું નક્કી કરેલા સ્થળે પહોંચીશ તો તું મને જીતી શકીશ. વિક્રમ આ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત ન કરી શકે તે માટે, મૃતદેહમાં પ્રવેશેલા તાલે વિક્રમને એક પછી એક વાર્તાઓ કહેવા માંડી. અને દરેક વાર્તાના અને તે એવી સમસ્યા કે કોયડો મૂકતો કે જેથી તેના ઉકેલ માટે વિક્રમને મૌનનો ત્યાગ કરી બોલવું પડતું. આવી રીતે તે પચીસ વખત આવી કસોટીએ ચડ્યો, પણ અને વિક્રમ વેતાલની આ યુક્તિ સમજી ગયો અને છેલ્લે, વેતાલે તેને બોલાવવી અનેક પ્રયત્ન કર્યા છતાં તે વગર બોલ્ય ધારેલા સ્થળે પહોંચી ગયો. આમ, “વેતાલપચીસીમાં સમસ્યા કે કોયડાના સ્વરૂપમાં, વીર પાત્રના માર્ગમાં અન્તરય કે અવરોધો ઊભા કરવામાં આવે છે. અંબાકથામાં, અંબડે ગોરખયોગિની પાસે જઈ ધન, વિદ્યા અને રિદ્ધિસિદ્ધિની યાચના કરી, એટલે ગોરખયોગિનીએ અબડને પોતે આપેલા સાત આદેશનું પાલન કરવા કહ્યું. પહેલા આદેશમાં ગોરખયોગિનીએ આદેશ આપ્યો કે, હે અંબઇ, પૂર્વ દિશામાં જા અને ત્યાં ગુણવર્ધન વાડીમાં આવેલા શતશર્કરા નામના વૃક્ષનું પાકું ફળ લઈ આવ. આ આદેશનું પાલન કરતાં, અંબડ ભદ્રાવલી નામની જાદૂઈ વિદ્યાઓની જાણકાર સ્ત્રીના સંપર્કમાં આવ્યો. ભદ્રાવલીએ અંબાને કહ્યું કે, તું મારી પુત્રી ચંદ્રાવલી સાથે કંદુકની રમત રમ અને રમતમાં જે તું જીતીશ તો તે તને પરણશે; અને જો તું હારીશ તો તારે ચંદ્રાવલીની સેવા કરવી પડશે. અંબડ રમતમાં ચંદ્રાવલીને જીતી ગયો; અને તે ચંદ્રાવલીને પરણ્યો તેમ જ તેની પાસેથી નભગામિની, આકષિણ, કામિની અને ચિંતિત-રૂપંકરા–એ ચાર જાદૂઈ વિદ્યાઓ પણુ પામ્યો, અને શતશર્કરા વૃક્ષનું પાકું ફળ પણ મેળવી શક્યો. “પંચદંડની ’ની વાર્તામાં દમની ગાણ Page #4 -------------------------------------------------------------------------- ________________ અંબડકથાના આંતરપ્રવાહો ઃ ૧૨૧ વિક્રમને પોતાની પુત્રી દેવદમની સાથે સારિપાશ દૂત રમવા આદેશ આપે છે. એમાં એવી શરત હોય છે કે, જે દેવદમની છતે તો વિક્રમે તેની સેવા કરવી; પણ જે વિક્રમ છતે તો વિક્રમ દેવદમનીને પરણે. છેવટે વિક્રમ જીત્યો અને દેવદમનીને પરણ્યો. અંબડકથાની ઉપર્યુક્ત વાર્તા સાથે “પંચદંડ ની આ પહેલી વાર્તાનું ઘણું સામ્ય છે. અંબડ ગોરખયોગિનીને બીજી વખત મળ્યો ત્યારે ગોરખયોગિનીએ અંબાને બીજો આદેશ આપ્યો કે, દક્ષિણ સાગરમાં હરિબંધ નામના દ્વીપમાં રહેતા કમલકાંચન નામના યોગી પાસેથી “અંધારી” નામનું જઈ વસ્ત્ર લઈ આવ. આ આદેશ સિદ્ધ કરતાં, અંબડ રોલગપુર પટ્ટણના રાજા હંસરાજની પુત્રી ગુણવતીના સમાગમમાં આવ્યો. આ ગુણવતીને સૂર્ય તરફથી જાદૂઈ કાંચળી ભેટ મળી હતી. આ કાંચળી અભેદ્ય હતી. ગુણવતી અને તેની બીજી સાત સખીઓ સરસ્વતી પંડિતા નામની જાદુઈ વિદ્યાઓની જાણકાર બ્રાહ્મણ સ્ત્રીને ત્યાં ભણવા જતી હતી. સરસ્વતીએ, યોગિનીઓ પાસેથી ઊંચી જાતની સિદ્ધિ પ્રાપ્ત કરવા, તેની ઉપર્યુક્ત આઠેય વિદ્યાર્થિનીઓનું યોગિનીઓને બલિદાન આપવા ગુપ્ત સંકેત તો. ગુણવતીએ આ સંકેત જાણ્યો અને જાઈ કાંચળીની મદદથી તે અને તેની સંખીઓ બચી ગઈ અને યોગિનીઓ સરસ્વતી પંડિતાનો ભક્ષ કરી ગઈ. આ આડકથાનું પ્રતિરૂપ આપણને “પંચદંડ”ની “ઊડણુડ”ની વાર્તામાં મળે છે. સરસ્વતી પંડિતા ઊમદે સાથે, અને ગુણવતી રાજકુમારી વિક્રમ સાથે સામ્ય ધરાવે છે. ત્રીજા આદેશમાં ગોરખયોગિનીએ એબડને આદેશ આપ્યો કે, સિંહલદીપમાં સોમચંદ્ર રાજાની પત્રી ચંદ્રવ્યશા પાસે રત્નમાલા છે તે તું લઈ આવ. આ રત્નમાલાની વાર્તા “પંચદંડની ‘અભયદંડ” અથવા “રત્નમંજા ની વાર્તાની પૂર્વ આવૃત્તિ છે. “અંબડકથા’ની ચંદ્રયશા “પંચદંડ”માં રત્નમંજરીના પાત્ર તરીકે આવે છે. બને વાર્તાઓમાં રત્નમાલા અને રત્નમંજૂષા જાદૂઈ વિદ્યાના પ્રતીકરૂપ છે. ચોથા આદેશમાં, ગોરખોગિનીના આદેશ પ્રમાણે, અંબડ નવલખ પાટણમાં બોહિ૭ નામના વણિકને ત્યાંથી નવલખી માકડી લેવા જાય છે. બોહિછ વાણિયાની પુત્રી રૂપિણી પાસે આ માકડી હતી. રૂપિણીએ અંબાને કહ્યું કે, હું તને સિદ્ધિકરી વિદ્યા આપું છું. તે વિદ્યા વડે નગરના રાજા વિમલચંદનને અજારૂપ બનાવ અને પછી તેને તેનું મૂળ સ્વરૂપ આપવાનો દંભ કરી, તેની પાસે તેની વીરમતી નામની પુત્રી પરણવાની યાચના કરજે. અંબડે રૂપિણીના કહ્યા પ્રમાણે યુક્તિ કરી, એટલે રાજાએ પ્રસન્ન થઈ અર્થે રાજય અને પોતાની પુત્રી વીરમતી અંબાને આપ્યાં. અંબાની સિદ્ધિવિદ્યાથી આકર્ષાઈ રૂપિણી તેની માકડી સાથે અંબને પરણી. - યોગિનીના પાંચમા આદેશ પ્રમાણે, અંબડ સોરઠમાં આવેલા દેવકા પાટણમાં, ત્યાંના રાજા દેવચંદ્રના પ્રધાન બુદ્ધિસાગર પાસેથી રવિચંદ્ર નામનો દીપ લાવવા જાય છે. એબડે દેવકા પાટણમાં જઈ એક માલણને ત્યાં ઉતારો કર્યો. માલણ મારફતે આંબડે જાયું કે, ત્યાંના રાજા અને પ્રધાન મહાવ્યા પીડાતા હતા. અબડે પોતાની સિદ્ધિવિદ્યા પ્રભાવથી નગરનાં ઘણું દુઃખી લોકનાં દુઃખદર્દ દૂર કરવા માંડ્યાં. માલણે આ વાત રાજા અને પ્રધાનને કહી. રાજાએ એબડને પોતાની પાસે બોલાવ્યો. અબડે રાજા અને પ્રધાનના વ્યાધિની વાત જાણી, અને કહ્યું કે, રાજપુત્રી અને પ્રધાનપુત્રી અને પરણાવવામાં આવે અને અર્થે રાજ્ય આપવામાં આવે તેમ જ પ્રધાન તેમની પાસેનો રવિચંદ્ર દીપ મને આપે તો તમારા બનેનો જીવલેણ વ્યાધિ હું ભાડું. રાજા અને પ્રધાને એબડની શરતો કબૂલ કરી. અબડે રાજા અને પ્રધાનને સિદ્ધવિદ્યા પ્રભાવથી વ્યાધિમુક્ત કર્યા; અને રાજપુત્રી, પ્રધાનપુત્રી, તેમ જ માલણપુત્રી (પોતે જે માલણને ત્યાં ઊતર્યો હતો તેની પુત્રી) અને રવિચંદ્ર દીપ લઈ પાછો ફર્યો. ગોરખયોગિનીએ અંબડને છઠ્ઠી વાર આદેશ આપ્યો કે, કૂર્મકોડિ નગરમાં દેવચંદ્ર રાજા રાજ્ય કરે Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ છે. ત્યાંના સોમેશ્વર નામના વિપ્ર પાસે સર્વાર્થશંકર નામનો જાદૂઈ દંડ છે, તું લઈ આવ. અંબડે પોતાના ધ્યેયની સિદ્ધિ માટે પ્રવાસ આદર્યો. રસ્તામાં તે એક યોગીના સમાગમમાં આવ્યો. યોગી પાસે એ કંબા હતી—એક રક્ત કંબા અને બીજી શ્વેત કંબા, રક્ત કંબાના પ્રહારથી હરિણી હોય તે સ્ત્રી બની જતી અને શ્વેત કંબાના પ્રહારથી, સ્ત્રી હોય તે હરિણી બની જતી, યોગી ધૂર્ત હતો. તેણે ઊંચા પ્રકારની સિદ્ધવિદ્યા પ્રાપ્ત કરવા કલિંગ દેશના ભોજક્ટ નગરના રાજાનું યજ્ઞમાં બલિદાન આપ્યું હતું અને તે રાજાની પુત્રીને હરી ગયો હતો. તે રાજપુત્રીને યોગી હંમેશાં હરિણીના સ્વરૂપમાં રાખતો. અંબડે યોગીને હણી, રાજપુત્રીને છોડાવી અને રક્ત કંબા તેમ જ શ્વેત કંબા પ્રાપ્ત કરી. આગળ પ્રવાસ કરતાં, અંખડ કૂર્મકરોડ નગરમાં આવી પહોંચ્યો. ત્યાં આવી તેણે સોમેશ્વર વિપ્રનું ધર શોધ્યું, પણ કોઈ એ તેને તેનું ધર બતાવ્યું નહિ. રાત્રે તે નગર બહાર એક કામદેવના મંદિરમાં સૂતો હતો, ત્યાં મોડી રાત્રે, સોમેશ્વરની પુત્રી ચંદ્રકાન્તા આવી. જેવી તે મંદિરમાં પ્રવેશી કે તરત જ ક્યાંકથી બીજી ત્રણ પૂતળીઓ પ્રગટ થઈ. એ ચારેય સખીઓ પાતાળમાં જવા વાતચીત કરતી હતી તેવામાં અબડે છુપાઈ ને મોટી ભૂમ પાડી. સર્વ સખીઓએ તપાસ કરી તો અંખડ મળી આવ્યો. સખીઓએ પંચશીર્ષ એ નામથી અંખડને એક મજૂર તરીકે લીધો. બધાં ખળદ વિનાની ગાડીમાં એઠાં અને ગાડી આપોઆપ ચાલવા લાગી. અંખડે પોતાના પ્રભાવથી રસ્તામાં વચ્ચે ગાડી અટકાવી. છેવટે, ચંદ્રકાન્તા આદિ સખીઓએ પોતાની જાદૂઈ વિદ્યા તેને શીખવી ત્યારે ગાડી આગળ ચાલી, સર્વ પાતાળમાં ગયાં. ત્યાં નાગશ્રી અને વાસવદત્તા નામની એ સખીઓએ સર્વનું સ્વાગત કર્યું, પણ ધૂર્ત અંબરે પોતાની પાસેના જાદૂઈ ફલચૂર્ણથી નાગશ્રીને રાસબી બનાવી, અને જાદૂઈ શ્વેત કંબાના પ્રહારથી અન્ય સર્વ સખીઓને હરિણી બનાવી દીધી; અને અંખડ પોતે છાનોમાનો ગાડી લઈ નાસી છૂટ્યો. સર્વ સખીઓ બેબાકળી બની પંચશીર્ષ(અંખડ)ને શોધવા લાગી, પણ અંખડ મળ્યો નહિ. છેવટે, રાસબી અનેલી સખી પાતાળમાં રહી અને બીજી સર્વ સૂર્યકરોડિમાં આવી પહોંચી. ચન્દ્રકાન્તા છાની રીતે સોમેશ્વરના ઘરમાં પેસી ગઈ અને બાકીની સખીઓ કામદેવના મન્દિરમાં ગઈ. વગર બળદે પોળમાં ગાડી હાંકતા અંબડને રાજાએ ખોલાવી, ચન્દ્રકાન્તાને સ્ત્રીસ્વરૂપમાં લાવવા વિનંતી કરી. એટલે અંડે શરત કરી કે, હે રાજા, તમારી પુત્રી મને પરણાવો અને તમારું અર્ધું રાજ્ય આપો તેમ જ ચંદ્રકાન્તા તેની પાસેનો સર્વાર્થશંકર દંડ મને આપે તો જ હું ચન્દ્રકાન્તા અને તેની સખીઓને સ્ત્રીસ્વરૂપમાં લાવું. રાજાએ તેમ જ ચન્દ્રકાન્તાએ અંબાની શરત કબૂલ કરી; એટલે અંડે રક્ત કંબાના પ્રહારથી ચન્દ્રકાન્તા અને અન્ય ત્રણ સખીઓને સ્ત્રી બનાવી. રાજાએ પોતાની પુત્રી અંબાને પરણાવી અને પોતાનું અર્ધું રાજ્ય તેને આપ્યું. ચન્દ્રકાન્તા અને તેની ત્રણ સખીઓ અંબાને પરણી અને ચન્દ્રકાન્તાએ તેને પોતાનો સર્વાર્થશંકર દંડ આપ્યો. ચન્દ્રકાન્તાની વિનંતીથી અંબડે નાગશ્રીને રાસભામાંથી સ્ત્રી બનાવી, એટલે નાગશ્રી અંબડને પરણી અને પોતાની પાસેનો હર્ષદંડ તેણે અંખડને આપ્યો. આ આખી વાર્તા ‘પંચદંડછત્ર’ની ‘વિષાપહાર દંડ'ની વાર્તાને ધણી રીતે મળતી છે. વિશ્વાપહાર દંડ'ની વાર્તામાં પણ વિક્રમ ચાર સખીઓના દૂત તરીકે પાતાળમાં જાય છે, સ્નાન કરવા સરોવરમાં પડેલી સખીઓનાં વસ્ત્ર લઈ નાસી જાય છે, અને નાગકન્યાને પરણવા આવેલા વરરાજાનું હરણ કરે છે. છેવટે સર્વ સખીઓ વિક્રમને પરણે છે અને નાગકન્યા પોતાનો વિધાપહાર દંડ વિક્રમને આપે છે. અંબડકથાનું ઉપર્યુકત વસ્તુ ‘પંચદંડ’ની આ વાર્તાના વસ્તુ સાથે સારા પ્રમાણમાં સામ્ય ધરાવે છે. સાતમા આદેશમાં ગોરખયોગિની અંબાને સોપારાના રાજા ચંડેશ્વરનો મહામુકુટ લાવવાનો આદેશ આપે છે. અંખડ સોપારા જઈ, મોહક રૂપ ધારણ કરી, રાજા ચડેશ્વરની પુત્રીને મોહિત કરે છે. મોહ પામેલી રાજકુંવરી સુરસુંદરી અંખડને પરણવાનો નિશ્ચય કરે છે, રાજા આવા વટેમાર્ગુને પોતાની પુત્રી Page #6 -------------------------------------------------------------------------- ________________ અંડકથાના આંતરપ્રવાહો H 123 પરણાવવા ઈચ્છતો નથી, અને તેણે અંબાને કેદ પકડવા સૈનિકો મોકલ્યા. અંબડ અને સૈનિકો વચ્ચે યુદ્ધ થતાં સૈનિકો હારી ગયા. રાજા અંબાની જાદૂઈ અને સિદ્ધવિદ્યાઓના પ્રભાવથી અંજાઈ ગયો અને પોતાની પુત્રી તેને પરણાવી અને સિદ્ધિવિદ્યાના પ્રતીકરૂપ પોતાને મહામુકુટ પણ તેને ભેટ આપ્યો. આ રીતે, અંબેડકથા જૂની ગુજરાતીમાં અવતાર પામેલી ‘સિંહાસનબત્રીશી', “વેતાલપચીસી” અને “પંચદંડ છત્ર' જેવી વિક્રમની વાર્તાઓ પર વ્યાપક અસર કરનાર કથા છે; જયારે અંડકથાનું વસ્તુ બૃહત્કથા”, “વસુદેવ-હિંડી”, “બૃહત્કથાશ્લોકસંગ્રહ”, “કથાસરિત્સાગર’ અને ‘બૃહત્કથામંજરી' આદિ કથા ગ્રંથોની અસરથી વિકાસ પામ્યું છે. ઉપર્યુકત સર્વ વાર્તાગ્રન્થોમાં જાદૂઈ વિદ્યા એ મુખ્ય કથાઘટક (Motif) તરીકે પ્રયોજાયું છે. અંબકથામાં અબડે અનેક સિદ્ધિવિદ્યાઓ અને જાદૂઈ વિદ્યાઓ પ્રાપ્ત કરી માટે તે વિદ્યાધર (Holder of Magic Sciences) કહેવાયો. સિદ્ધવિદ્યાનાં પ્રતીકરૂપ તાલ અને વિક્રમ, એ વિક્રમનાં વાર્તાચકોને સળંગસૂત્રથી સાંધતાં પાત્રો છે. વિક્રમ એ કોઈ રાજા, મહારાજા કે સમ્રાટ હતો કે કેમ એ સમસ્યા બાજુએ રાખીએ તો, તે સર્વ જાદૂઈ વિદ્યામાં પારંગત એક વિદ્યાધર હતો. એમ વિક્રમ-વિષયક વાર્તાચક્રોમાંથી નિષ્પન્ન થાય છે; અને બૃહત્કથા” તેમ જ “કથાસરિત્સાગરની વાર્તાઓનો નાયક નરવાહનદત્ત, “વસુદેવ-હિંડી’નો નાયક વસુદેવ, અને આચાર્ય મુનિરત્નસૂરિ-વિરચિત “અંબડચરિત્ર”નો નાયક અંબડ વિદ્યાધર આદિ પાત્રોનું રૂપાન્તર થતાં, આપણને પ્રસિદ્ધ વિક્રમ વાર્તાચક્રોના નાયક વિક્રમનું લોકપ્રિય પાત્ર મળ્યું છે. આચાર્ય હેમચંદ્રાચાર્યવિરચિત ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રમાંના ભરત આદિ ચક્રવર્તીઓએ પણ કેટલેક અંશે વિક્રમના પાત્રના ઘડતરમાં ઠીક ફાળો આપ્યો છે. આમ સમગ્ર રીતે જોતાં, પુરોગામી અને અનુગામી ભારતીય કથાસાહિત્યમાં, અંબડકથા અને તેનો નાયક અંબડ વિદ્યાધર એક મહત્વની કડીરૂપ સ્થાન ધરાવે છે. અનેક પ્રકારની મુશ્કેલીઓ, વિટંબનાઓ અને વિપત્તિઓમાંથી પસાર થઈ અનેક પરાક્રમો અને પ્રચંડ પુરુષાર્થ કરનાર, અનેક જાદૂઈ વિદ્યાઓ સિવિદ્યાઓ, તાંત્રિક વિદ્યાઓ અને રસવિદ્યા પ્રાપ્ત કરનાર વીર અંબડ વિદ્યાધરનું તેજસ્વી, ભવ્ય અને પ્રાણવાન પાત્ર ખરેખર લોકોનાં હૃદય, કલ્પના અને જિજ્ઞાસાવૃત્તિને લાંબા સમય સુધી સતેજ રાખશે. એમાં શંકા નથી.