________________
અંખડકથાના આંતરપ્રવાહો : ૧૧૯
ઘણું સામ્ય છે. ‘બૃહત્કથા’, ‘વસુદેવ-હિંડી', ‘બૃહત્કથાશ્લોકસંગ્રહ ’ આદિ વાર્તાસંગ્રહોની માફક, અભડકથા અને વિક્રમનાં વાર્તાચક્રોમાં, એક મુખ્ય વાર્તા છે, જે સમગ્ર કથાને એકસૂત્રે સાંધે છે અને કથાની સમાપ્તિ આ મુખ્ય વાર્તાના કથાતંતુ દ્વારા થાય છે. મુખ્ય વાર્તામાંથી ઉપવાર્તાઓ ફૂટતી જાય છે. એક ઉપવાર્તામાંથી બીજી, અને ખીજીમાંથી ત્રીજી એમ ઉપવાર્તાઓ ફૂગ્યે જ જાય છે. એમાં દરેક વાર્તા સ્વતંત્ર વાર્તા તરીકેનું વ્યક્તિત્વ ધરાવે છે એટલું જ નહિ, પણ તે સમગ્ર કથાના સ્થાપત્યના અંશ તરીકે તેને શોલા અર્પે છે. વિક્રમનાં વાર્તાચક્રો અને અંબકથાનું સ્વરૂપઘટન આ રીતે એકબીજા સાથે ઘણું સામ્ય ધરાવે છે. અંબકથામાં સિંહાસનબત્રીસી, વૈતાલપચીસી અને પંચદંડત્રની વાર્તાઓના તાણાવાણા સુઘટ્ટ રીતે વણાયેલા છે.
જેમ વિક્રમ અનેક પ્રકારના અન્તરાય અને અવરોધોમાંથી પુરુષાર્થ અને પરાક્રમો વડે બહાર આવે છે, તેમ અંબા પણ એક વીર તરીકે અનેક મુશ્કેલીઓનો સામનો કરી, ધણાં સાહસ કરે છે. વિક્રમ અને અંખડ અને કાલ્પનિક વીર પાત્રો છે, છતાં તેઓના આંતર વ્યક્તિત્વ દ્વારા તેઓ જીવતીજાગતી તરવરતી વ્યક્તિઓ હોય એવી છાપ આપણા મન પર પડે છે. વાસ્તવિક જીવનમાં માનવી અનેક મુશ્કેલીઓના જતરડામાંથી પસાર થઈ, અનેક પ્રકારની કસોટીઓમાંથી તરી પાર ઊતરી જે તેજસ્વી, ભવ્ય અને પ્રાણવાન વ્યક્તિત્વની છાપ આપણા મન પર પાડે છે, તેવી જ માન અને પ્રશંસાની ભાવના, વિક્રમ અને અભંડ આપણા હૃદયમાં પેદા કરે છે.
પ્રૉ॰ ખ૦ ૩૦ ઠાકોરે અંબડકથા વિષે આ પ્રમાણે વિધાન કર્યું છે? :
...સિંહાસનબત્રીસી ’ નામે આપણા રાસજૂથમાં આવું જરૂરી પ્રથમપહેલું સ્થાન આ ‘ અબઙ વિદ્યાધર રાસ ’નું છે; સિંહાસનને જે મત્રીશ પૂતળીઓ છે, જેમાંની દરેક પોતાનો વારો આવતાં એક કથાનક કહે છે. એ ખત્રીશે પૂતળી મૂળ કોણ હતી, અને સિંહાસનમાં ક્યારે શાને જોડાઈજડાઈ ગઈ, તેની કથા જ આ · અંબડ વિદ્યાધર રાસ'. એ ખત્રીશ પૂતળીઓ તે અંબા વિદ્યાધરની ખત્રીશ રાણીઓ. અંખડ એક સામાન્ય નિર્ધન સાધનહીન ક્ષત્રિયમાંથી મહામોટો રાજા અને અનેક અલૌકિક વિદ્યાઓનો જ્ઞાતા વિદ્યાધર કેવી રીતે થયો તથા આ એક પછી એક આ ખત્રીશ રાણીઓને કેવી રીતે પરણ્યો, તે સર્વ અદ્ભુત બનાવોની કથા તે જ આ · અંબડ વિદ્યાધર રાસ ’.
(
આમ, પ્રૉ॰ ઠાકોર અંબકથાને ‘સિંહાસનબત્રીશી' સાથે ધણું સામ્ય ધરાવતી, ‘સિંહાસનબત્રીશી’ની પૂર્વઆવૃત્તિસમી ગણાવે છે. પણ ‘ પંચદંડછત્ર’—વિષયક વિક્રમના વાર્તાચક્રના મારા અધ્યયન દરમ્યાન અંબડકથાનું ‘ પંચદંડછત્ર ’ સાથે મને ધણું સામ્ય લાગ્યું છે. મુનિરત્નસૂરિએ ‘ અંબાચરિત્ર ’ની પોતાની સંસ્કૃત કૃતિની પુષિકામાં ‘ પંચદંડ છત્ર ’ અને ગોરખયોગિનીના સાત આદેશનો ઉલ્લેખ આ પ્રમાણે મળે છે ઃ यत्पुर्यामुज्जयिन्यां सुचरितविजयी विक्रमादित्यराजा, वैतालो यस्य तुष्टः कनकनरमदाद्विष्टरं पुत्रिकाश्रिः ।
अस्मिन्नारूढ एवं निजशिरसि दधौ पञ्चदण्डातपत्रं
चक्रे वीराधिवीरः क्षितितलमनृणां सोऽस्ति संवत्सरङ्कः ॥ ३६ ॥
૧
इत्थं गोरखयोगिनी वचनतः सिद्धोऽम्बडः क्षत्रियः सप्तादेशवरा सकौतुकभरा भूता न वा भाविनः । द्वात्रिंशन्मितपुत्रिकादिचरितं यद् गद्यपद्येन तत् । चक्रे श्रीमुनिरत्नसूरिविजयस्तद्वाच्यमानं बुधैः ॥ ३७ ॥
इत्याचार्यश्रीमुनिरत्नसूरिविरचिते अम्बडचरिते गोरखयोगिनीदत्तसप्ता देशकर अम्बडकथानकं सम्पूर्णम् ॥
ઠાકોર, અ૦ ૩૦ (સંપાદિત) : · અખંડ વિદ્યાધર રાસ ’, પ્રસ્તાવના, પૃ૦ ૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org