Book Title: Airwadana Alpagyat Jinpratimana Lekh Vishe
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 1
________________ ઐરવાડા ગામના અલ્પજ્ઞાત જિનપ્રતિમાના લેખ વિશે (સ્વ) મુનિરાજ જયંતવિજયજીની જૈન પ્રતિમા લેખોની ખોજ અને તેને ઉકેલીને પ્રકાશમાં લાવવાની પ્રશસ્ય પ્રવૃત્તિ રહેલી. ગુજરાત-રાજસ્થાનના મધ્યકાલીન જૈન ઇતિહાસ સંબંધી તેમાં મહત્ત્વની હકીકતો પ્રાપ્ત થાય છે. પરંતુ તેમનાં આબૂ અને તેની આસપાસનાં ગ્રામોના જૈન અભિલેખો સંબંધનાં પ્રસિદ્ધ પુસ્તકો અતિરિક્ત તેમણે જૈન સામયિકાદિમાં પ્રકટ કરેલ અન્ય અનેક સ્થાનોના અભિલેખો સંબંધમાં, થોડાક અપવાદો છોડતાં, ઝાઝું લક્ષ અપાયું નથી. એમણે વર્ષો પહેલાં પ્રકાશિત કરેલો શંખેશ્વર-પંચાસર-વણોદર પંથકમાં આવેલા ઐરવાડા ગામનો લેખ ઐતિહાસિક દષ્ટિએ મહત્ત્વનો હોઈ અહીં તેને પુનઃપ્રકાશિત કરી, તેના પર ટૂંકી ચર્ચા કરવા વિચાર્યું છે. પ્રસ્તુત લેખ આ પ્રમાણે છે : ॐ सं० ११०७ फाल्गुन वदि ८ बुध दिने श्रीकक्कुदाचार्यगच्छे તચિ (ગ) (સંપૂણ માસ ?) વનેન વિરાટવા ચૈત્વે ૩ર શ્રી वर्धमान श्रावकेण श्रीमूलराजगुरुराज्यचित्रक (चिंतक ?) जंबसुतेन ધ તિતિ ! અહીં ઉલ્લિખિત “અવિરપાટકગ્રામ” તે હાલનું ઐરવાડા ગામ (કે જ્યાંથી આ લેખવાળી પ્રતિમા ખોદકામમાં નીકળી આવેલી) તે જ છે. કક્દાચાર્ય સંભવતઃ ઉકેશગચ્છીય મુનિ જણાય છે, કેમ કે તે ગચ્છમાં જ આચાર્યોનાં નામોમાં તે નામ મધ્યયુગ(તમ જ વિશેષ ઉત્તર-મધ્યકાળ)માં મળી આવે છે. પ્રતિમા ભરાવનાર શ્રાવક વર્ધમાનને “જંબનો પુત્ર કહ્યો છે. જંબને મૂલરાજના મોટા રાજયનો (હિતચિંતક?) કહ્યો હોઈ, આ મૂળરાજ તે સોલંકી મૂળરાજ (પ્રથમ) (ઈ. સ.૯૪૬૯૯૫) હોવાનો ઘણો સંભવ છે. તો પછી લેખનો “જબ તે હેમચંદ્રના દ્વયાશ્રયકાવ્યમાં કહેલ મહામંત્રી જંબક' હોવાનો પૂરતો સંભવ બની રહે છે. આ સંબંધમાં ઇતિહાસમાર્તડ (સ્વ) દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રીનું, મૂળરાજના મંત્રીમંડળ ઉપલક્ષે કરેલી ચર્ચામાં આવતું એક વિધાન ઉપયુક્ત બને છે. “વળી દ્વયાશ્રયમાં જંબક અને જેહુલનાં નામ મળે છે. અને એના ટીકાકારના કહેવા પ્રમાણે જેહુલ ખેરાળુનો રાણક તથા મહાપ્રધાન હતો (જુઓ સ. ૨, શ્લો, પ૬). નામો કદાચ સાચાં ન હોય, પણ પદવીઓ સાચી માનવામાં વાંધો નથી.” પરંતુ ઉપરકથિત અભિલેખીય “બ” એ જ “જંબક હોવાની સંભાવના બનતી હોઈ હેમચંદ્ર-કથિત નામમાં સંશયને ઓછો અવકાશ રહે છે. હવે, નાગેન્દ્રગચ્છીય મેરૂતુંગાચાર્યના પ્રબંધચિંતામણિ (વિ. સં. ૧૩૬૧ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2