Book Title: Airwadana Alpagyat Jinpratimana Lekh Vishe Author(s): M A Dhaky Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2 Catalog link: https://jainqq.org/explore/249379/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ ઐરવાડા ગામના અલ્પજ્ઞાત જિનપ્રતિમાના લેખ વિશે (સ્વ) મુનિરાજ જયંતવિજયજીની જૈન પ્રતિમા લેખોની ખોજ અને તેને ઉકેલીને પ્રકાશમાં લાવવાની પ્રશસ્ય પ્રવૃત્તિ રહેલી. ગુજરાત-રાજસ્થાનના મધ્યકાલીન જૈન ઇતિહાસ સંબંધી તેમાં મહત્ત્વની હકીકતો પ્રાપ્ત થાય છે. પરંતુ તેમનાં આબૂ અને તેની આસપાસનાં ગ્રામોના જૈન અભિલેખો સંબંધનાં પ્રસિદ્ધ પુસ્તકો અતિરિક્ત તેમણે જૈન સામયિકાદિમાં પ્રકટ કરેલ અન્ય અનેક સ્થાનોના અભિલેખો સંબંધમાં, થોડાક અપવાદો છોડતાં, ઝાઝું લક્ષ અપાયું નથી. એમણે વર્ષો પહેલાં પ્રકાશિત કરેલો શંખેશ્વર-પંચાસર-વણોદર પંથકમાં આવેલા ઐરવાડા ગામનો લેખ ઐતિહાસિક દષ્ટિએ મહત્ત્વનો હોઈ અહીં તેને પુનઃપ્રકાશિત કરી, તેના પર ટૂંકી ચર્ચા કરવા વિચાર્યું છે. પ્રસ્તુત લેખ આ પ્રમાણે છે : ॐ सं० ११०७ फाल्गुन वदि ८ बुध दिने श्रीकक्कुदाचार्यगच्छे તચિ (ગ) (સંપૂણ માસ ?) વનેન વિરાટવા ચૈત્વે ૩ર શ્રી वर्धमान श्रावकेण श्रीमूलराजगुरुराज्यचित्रक (चिंतक ?) जंबसुतेन ધ તિતિ ! અહીં ઉલ્લિખિત “અવિરપાટકગ્રામ” તે હાલનું ઐરવાડા ગામ (કે જ્યાંથી આ લેખવાળી પ્રતિમા ખોદકામમાં નીકળી આવેલી) તે જ છે. કક્દાચાર્ય સંભવતઃ ઉકેશગચ્છીય મુનિ જણાય છે, કેમ કે તે ગચ્છમાં જ આચાર્યોનાં નામોમાં તે નામ મધ્યયુગ(તમ જ વિશેષ ઉત્તર-મધ્યકાળ)માં મળી આવે છે. પ્રતિમા ભરાવનાર શ્રાવક વર્ધમાનને “જંબનો પુત્ર કહ્યો છે. જંબને મૂલરાજના મોટા રાજયનો (હિતચિંતક?) કહ્યો હોઈ, આ મૂળરાજ તે સોલંકી મૂળરાજ (પ્રથમ) (ઈ. સ.૯૪૬૯૯૫) હોવાનો ઘણો સંભવ છે. તો પછી લેખનો “જબ તે હેમચંદ્રના દ્વયાશ્રયકાવ્યમાં કહેલ મહામંત્રી જંબક' હોવાનો પૂરતો સંભવ બની રહે છે. આ સંબંધમાં ઇતિહાસમાર્તડ (સ્વ) દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રીનું, મૂળરાજના મંત્રીમંડળ ઉપલક્ષે કરેલી ચર્ચામાં આવતું એક વિધાન ઉપયુક્ત બને છે. “વળી દ્વયાશ્રયમાં જંબક અને જેહુલનાં નામ મળે છે. અને એના ટીકાકારના કહેવા પ્રમાણે જેહુલ ખેરાળુનો રાણક તથા મહાપ્રધાન હતો (જુઓ સ. ૨, શ્લો, પ૬). નામો કદાચ સાચાં ન હોય, પણ પદવીઓ સાચી માનવામાં વાંધો નથી.” પરંતુ ઉપરકથિત અભિલેખીય “બ” એ જ “જંબક હોવાની સંભાવના બનતી હોઈ હેમચંદ્ર-કથિત નામમાં સંશયને ઓછો અવકાશ રહે છે. હવે, નાગેન્દ્રગચ્છીય મેરૂતુંગાચાર્યના પ્રબંધચિંતામણિ (વિ. સં. ૧૩૬૧ ! Page #2 -------------------------------------------------------------------------- ________________ નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ઈ. સ. ૧૩૦૫)માં સિદ્ધરાજે સોરઠ વિજય પશ્ચાત્ (ઈ. સ. 1115) સોરઠમાં દંડનાયક રૂપે નીમેલા શ્રીમાલવંશીય સજ્જનને અન્યથા “જાંબવંશજ' કહ્યો છે : અન્યથા પણ વનરાજ ચાવડાના મંત્રીનું નામ પણ જાંબ કે જંબ} હતું એટલે એમ માનવાને કારણ હતું કે સજ્જન જાંબનો વંશ જ હોવાનું સંભવી શકે નહીં, પરંતુ આ ઐરવાડાના લેખનો “જંબ'—–જે મૂળરાજનો મંત્રી હોવાનું નિર્દેશિત થાય છે-–તે સજ્જનનો પૂર્વજ હોવાનો સંભવ કલ્પવામાં વાંધો નથી. અલબત્ત, લેખમાં જંબની જ્ઞાતિવિષયક નોંધ નથી લેવામાં આવી; પણ તે શ્રીમાળી જ્ઞાતિનો હોવાનું અસંભવિત પણ નથી. જંબના પુત્ર ઠઠ વર્ધમાનની મિતિ ઈ. સ. ૧૦૫૧ની છે, તે જોતાં એમ લાગે છે કે જંબ મૂળરાજના અંતિમ દશકના અરસામાં મંત્રી બન્યો હોય અને વર્ધમાને જિનપ્રતિમા તેની મોટી ઉંમરે ભરાવી હોય. જો દંડનાયક સજ્જન અને વર્ધમાન વચ્ચે ખૂટતી બે'એક પેઢીનાં નામ મળી આવે તો સજ્જનનું પૂરું વંશવૃક્ષ બની શકે : (મંત્રી) જંબ (જંબક, જાંબ) 6. વર્ધમાન (ઈ. સ. 1051) દંડનાયક સજ્જન (ઈ. સ. 1129 યા 1120) દંડનાયક પરશુરામ અભિલેખ આમ એક વિખ્યાત જૈન પરિવારના પૂર્વજ પર પ્રકાશ પાડતો હોઈ મહત્ત્વનો છે. ટિપ્પણોઃ 1. “પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય”, (1) “પ્રાચીન લેખ સંગ્રહ" (ત્રણ લેખો), શ્રી જૈન સત્યપ્રકાશ, 2.11.9, પૃ. 507. 2. ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઈતિહાસ, અમદાવાદ 1953, પૃ. 170. સજન મંત્રી વનરાજ ચાવડા મંત્રી જંબનો વંશજ હતો એમ પણ પ્રબંધો કહે છે, પરંતુ એવી દંતકથા વિ, સંધના ચૌદમા શતકમાં પ્રચલિત હતી એથી વધારે અર્થ એમાંથી કાઢવાની જરૂર નથી.” (શાસ્ત્રી. પૃ. 38). 3,