________________ નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ઈ. સ. ૧૩૦૫)માં સિદ્ધરાજે સોરઠ વિજય પશ્ચાત્ (ઈ. સ. 1115) સોરઠમાં દંડનાયક રૂપે નીમેલા શ્રીમાલવંશીય સજ્જનને અન્યથા “જાંબવંશજ' કહ્યો છે : અન્યથા પણ વનરાજ ચાવડાના મંત્રીનું નામ પણ જાંબ કે જંબ} હતું એટલે એમ માનવાને કારણ હતું કે સજ્જન જાંબનો વંશ જ હોવાનું સંભવી શકે નહીં, પરંતુ આ ઐરવાડાના લેખનો “જંબ'—–જે મૂળરાજનો મંત્રી હોવાનું નિર્દેશિત થાય છે-–તે સજ્જનનો પૂર્વજ હોવાનો સંભવ કલ્પવામાં વાંધો નથી. અલબત્ત, લેખમાં જંબની જ્ઞાતિવિષયક નોંધ નથી લેવામાં આવી; પણ તે શ્રીમાળી જ્ઞાતિનો હોવાનું અસંભવિત પણ નથી. જંબના પુત્ર ઠઠ વર્ધમાનની મિતિ ઈ. સ. ૧૦૫૧ની છે, તે જોતાં એમ લાગે છે કે જંબ મૂળરાજના અંતિમ દશકના અરસામાં મંત્રી બન્યો હોય અને વર્ધમાને જિનપ્રતિમા તેની મોટી ઉંમરે ભરાવી હોય. જો દંડનાયક સજ્જન અને વર્ધમાન વચ્ચે ખૂટતી બે'એક પેઢીનાં નામ મળી આવે તો સજ્જનનું પૂરું વંશવૃક્ષ બની શકે : (મંત્રી) જંબ (જંબક, જાંબ) 6. વર્ધમાન (ઈ. સ. 1051) દંડનાયક સજ્જન (ઈ. સ. 1129 યા 1120) દંડનાયક પરશુરામ અભિલેખ આમ એક વિખ્યાત જૈન પરિવારના પૂર્વજ પર પ્રકાશ પાડતો હોઈ મહત્ત્વનો છે. ટિપ્પણોઃ 1. “પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય”, (1) “પ્રાચીન લેખ સંગ્રહ" (ત્રણ લેખો), શ્રી જૈન સત્યપ્રકાશ, 2.11.9, પૃ. 507. 2. ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઈતિહાસ, અમદાવાદ 1953, પૃ. 170. સજન મંત્રી વનરાજ ચાવડા મંત્રી જંબનો વંશજ હતો એમ પણ પ્રબંધો કહે છે, પરંતુ એવી દંતકથા વિ, સંધના ચૌદમા શતકમાં પ્રચલિત હતી એથી વધારે અર્થ એમાંથી કાઢવાની જરૂર નથી.” (શાસ્ત્રી. પૃ. 38). 3, For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org