Book Title: Aho Shruta gyanam Paripatra 43 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 8
________________ asitolo જ્ઞાનભંડાર સંકલન સેતુ | શ્રી તપાગચ્છીય પ્રવર સમિતી દ્વારા પૂ.આ.શ્રી મુનિચંદ્રસૂરિજી મ.સા.ના નેજા હેઠળ જ્ઞાનભંડાર માટેની કમીટી બનાવવામાં આવી હતી, તેમાં અગ્યાર શ્રાવકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. પ્રવર સમિતી દ્વારા નિયુક્ત જ્ઞાનભંડાર સમિતીના ગુરુભગવંતોની નિશ્રા-માર્ગદર્શનમાં શ્રાવકોની કમીટીની ત્રણ મીટીંગ અમદાવાદ મુકામે થઇ અને તેમાં બધાજ જ્ઞાનભંડારો તેમજ પ્રકાશકોનો સંપૂર્ણ માહિતી સાથેનો ડેટાબેઝ બનાવવાનું નક્કી કરવામાં આવેલ અને તેને અનુલક્ષીને ભારતભરના બધા જ જ્ઞાનભંડારોને તેમજ પલીશરને ઉપલબ્ધ સરનામા પ્રમાણે ફોર્મ મોકલવામાં આવેલ છે. જો કોઇપણ જ્ઞાનભંડાર કે પ્રકાશકને વિગત ભરવા માટેનું ફોર્મ ન મળ્યું હોય તો નીચેના નંબર ઉપર વોટ્સઅપ કે મેસેજ કરીને તાત્કાલિક મંગાવીને તુરત જ ભરીને મોકલવા વિનંતી છે. વિગત સાથે આવેલ ફોર્મ ઉપરથી જ્ઞાનભંડાર તેમજ પ્રકાશકોની યાદી બનાવીને બધાને મોકલવામાં આવશે. જેથી ભવિષ્યમાં પ્રકાશિત થનાર બધા જ પુસ્તકો તેઓને ભેટ તરીકે મળી શકશે અને માહિતીના આદાન-પ્રદાન માટે પણ ખૂબ જ ઉપયોગી બની રહેશે. જૈનમભાઇ દોશી મો.નં. 9879320001 Email: jainamdoshi771@gmail.com રાગોપનિષદ્ પૂ.આ.શ્રી તીર્થભદ્રસૂરીશ્વરજી મ.સા. દ્વારા અધાવધિ અપ્રકાશિત 24 રાગમાળાઓનું પ્રાચીન હસ્તપ્રતો ઉપરથી સંપાદન કરીને સંગીતકળા, ચિત્રકળા, સંપાદનકળા અને સાહિત્યકળાનો સુભગ સમન્વય કરીને સુંદર મુદ્રણ દ્વારા ગ્રંથને વિશિષ્ટ કક્ષાનો બનાવેલ છે. આણંદ મુકામે પદ્મભૂષણ સરરવતી લધુપ્રસાદ પૂ.આ.શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા. તથા પૂ.આ.શ્રી તીર્થભદ્રસૂરીશ્વરજી મ.સા. ની નિશ્રામાં આલાપ દેસાઇના શાસ્ત્રીય સંગીતમય વાતાવરણમાં આલોક શાહના કુશળ સંચાલન દ્વારા ભવ્ય વિમોચન સમારોહ, પ્રવજ્યા ગ્રહણના પ્રસંગે થયેલ. જેમાં ભારતભરમાંથી અગ્રણી સંગીતકારો, ગાયક કલાકારો વગેરે હાજર રહ્યા હતા. ચેન્નાઇના સંઘોના અગ્રણીઓ તેમજ પંડિતવર્ય ડૉ.શ્રી જીતેન્દ્રભાઇ શાહ અને મૃતોપાસક શ્રાવક શ્રી બાબુલાલ સરેમલ તેમજ અગ્રણીઓ દ્વારા ગ્રંથનું લોકાર્પણ કરવામાં આવેલ. છે .) Printed Matter BookPosted 1147) U/C, 5A P&T Guide hence not be taxed અહો ! શ્રવજ્ઞાળા Rs. 1 Ticket પ્રકાશક : શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા.વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવના હિરાજેન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો : 9426585904 (ઓ) 22132543 E-mail : ahoshrut.bs@gmail.com Website : www.ahoshrut.org રિણ 1 અહો ! શ્રુતજ્ઞાનમ્ - 43 8) તો શરીર SVCI! Ids estPage Navigation
1 ... 6 7 8