Book Title: Aho Shruta gyanam Paripatra 43
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 1
________________ મહો. હોગામ હો. हो હો. મહો અંહો હો!" મહો હો બહો ! હો ! नही IST! अही હો 5] હો ગો હો. હો अही અડો [16] અહો II શ્રી ચિંતામણિ-શંખેશ્વર-આશાપૂરણ પાર્શ્વનાથાય નમઃ II પુસ્તક ૪૩ અહીં <5[][] અહો ! શ્રુતજ્ઞાનમ 1811 હો. હો.... ગ્રહો જીવ શ્રી સંઘમાં જો જ્ઞાનભંડાર હોય તો તેને વ્યવસ્થિત કરવા માટેનો પ્રોજેક્ટ ચાર્તુમાસ દરમ્યાન લઇ શકાય અને જે પણ ગુરુભગવંતો પધાર્યા હોય તેમના માર્ગદર્શન, સલાહ મુજબ Up to Date કરવો જોઇએ. ચાર્તુમાસમાં શ્રી સંઘના કર્તવ્ય મુજબ જે પણ કાર્ય કરવાના હોય તેમાં સંઘના જ્ઞાનભંડારને વ્યવસ્થિત કેટલોગ બનાવીને પુંઠા વગેરે જરૂર મુજબ બદલાવીને જ્ઞાનભંડારને ઉપયોગી બનાવવું તે પણ જરૂરી કર્તવ્ય છે. આપણા સંઘોના જ્ઞાનભંડારમાં જ્ઞાનખાતામાંથી છપાયેલ ભેટ આવેલા પુસ્તકો ઘણા બધા હોય છે. પરંતુ અભ્યાસ ઉપયોગી કર્મગ્રંથ, સંસ્કૃત બુક, વ્યાકરણ અને શબ્દકોષનો ઘણો અભાવ હોય છે. તેથી પધારેલ ગુરુભગવંતોને પોતાના જ્ઞાનભંડારમાંની યાદી બતાવીને તેઓ સાથે ચર્ચા વિચારણા કરીને જરૂરી ખૂટતા પુસ્તકો તુરત જ ખરીદીને કે ભેટ ગમે તે રીતે વસાવવા જોઇએ. ગુરુની હાજરીમાં માર્ગદર્શનની તકનો સુવર્ણ ઉપયોગ કરીને તેમના જ્ઞાનના ઉચિત ઉપયોગ દ્વારા જ્ઞાનભંડાર સમૃદ્ધ બનાવવો જોઇએ. સમૃદ્ધ અને વ્યવસ્થિત જ્ઞાનભંડાર એ દરેક સંઘનું ગૌરવ છે. અને જ્ઞાનભંડારને અધતન બનાવીને જ્ઞાનદાન પણ વૈયાવચ્ચ ભક્તિનો પ્રકાર છે. આપણે જ આમંત્રણ વિનંતી કરીને બોલાવેલા ગુરુભગવંતોને તેમના મુખ્ય કાર્ય એવા સ્વાધ્યાય-અભ્યાસ માટે પુસ્તકો સમયસર ઝડપથી ન આપી શકાય તે વિચારવા યોગ્ય છે. અનુસંધાન પાન નં. ઉપર વાસો。 સર્વ સાધૂનામ્ " લી. જિનશાસનચરણસેવક બાબુલાલ સરેમલ અહીં અહો ! શ્રુતજ્ઞાનમ્- ૪૩ FYBA 3] આઈ સાલ ડો 119 5[ાળ સંકલન શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા સં-૨૦૦૪, અષાઢ સુદ - ૫ જિનશાસનના અણગાર, શાસનના શણગાર, સંયમી, વિદ્વાન જ્ઞાની ગુરૂભગવંતોના ચરણોમાં ચરણસેવક શાહ બાબુલાલ સરેમલ બેડાવાળાના કોટિ કોટિ વંદન... જિનાજ્ઞા સમારાધક પંડિતવર્યશ્રી / શ્રુતભક્ત શ્રાવક આદિને પ્રણામ. દેવગુરૂની અસીમકૃપાને લીધે નવ વર્ષથી ચાર્તુમાસિક માસિકના ૪૨ અંકો દ્વારા શ્રુતજ્ઞાનનો અનેકવિધ માહિતીનો રસથાળ પીરસવામાં આવ્યો છ.જે ગુરુભગવંતો, વિદ્વાનો અને જ્ઞાનભંડારના સંચાલકોને ખૂબ જ ઉપયોગી બની રહ્યો છે. ચાર્તુમાસનો પ્રારંભ થઇ રહ્યો છે. અને ઘણા બધા ગુરુભગવંતોનો પ્રવેશ પણ ધામધૂમ પૂર્વક ઉત્સાહ ઉલ્લાસ પૂર્વક થઇ રહ્યો છે. શ્રી સંઘમાં આરાધના કરાવવા માટે તથા સાધુ આચારને અનુલક્ષીને ગુરુદેવો ચાર માસ સ્થિરતા કરતા હોય છે. શેષકાળમાં વિહાર આદિ કાર્યને લીધે નૂતન દિક્ષિત અને મુમુક્ષુઓને સ્વાધ્યાયઅભ્યાસ ક્યારેક નિયમિત થતો નથી. પરંતુ ચાર્તુમાસમાં એક જ જગ્યાએ સ્થિરતા હોવાથી અભ્યાસ-સ્વાધ્યાય-સંશોધન-સંપાદન કાર્ય ખૂબ જ સરળતાથી અને સચોટ રીતે થઇ શકે છે. જેના લીધે ચાર્તુમાસ દરમ્યાન દરેક ગુરુભગવંતોને પોતાના અભ્યાસ માટે આગમ પ્રકરણ, ન્યાય, વ્યાકરણ તેમજ ચરિત્ર ગ્રંથોની જરૂર પડતી હોય છે ત્યારે સંઘમાં જો જ્ઞાનભંડાર હોય તો ત્યાંથી અને નહીંતર બહારથી પણ પુસ્તક-પ્રત વગેરે મંગાવવાની વ્યવસ્થા જે તે સંઘના ટ્રસ્ટીઓ-કાર્યકરોએ કરવાની નૈતિક ફરજ છે. Sta 21 21 211 247 210 تره 211 21 20

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8