Book Title: Aho Shruta gyanam Paripatra 09 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 1
________________ | ૐ હ્રીં શ્રૌ અહં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ || ( પુસ્તક અહો ! શુલાGવ શાહ બાબુલાલ સરેમલા વિકા©Gરત સુઝા જ્ઞાનપણી પ.પૂ.જિનશાસનશણગાર ગીતાર્થ-જ્ઞાની પંચમહાવ્રતધારી ગુરૂ ભગવંતોના ચરણોમાં શાહ બાબુલાલ સરેમલ બેડાવાળાની હાર્દિક વંદનાવલી અવધારશોજી. હસ્તલેખન બાદ યાંત્રિક મુદ્રણકાળ આવ્યો. જેમાં ઘણા જ્ઞાની વિદ્વાન-ગુરૂભગવંતોએ હસ્તપ્રતો. ઉપરથી સંશોધન-સંપાદન કરીને ગ્રંથો મુદ્રિત કરાવ્યા. આ યાદીમાં પ.પૂ.કર્મસાહિત્ય નિષ્ણાત પ્રેમસૂરીશ્વરજી, આગમોદ્ધારક આ.શ્રી આનંદસાગરસૂરિજી, વ્યાકરણાચાર્ય શ્રી લાવણ્યસૂરિજી, કાશીવાળા શ્રી ધર્મસૂરિજી, આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી, ઇતિહાસવેત્તા શ્રી કલ્યાણવિજયજી, શ્રી જિનવિજયજી અને શ્રી જયંતવિજયજી, આગમપ્રજ્ઞ શ્રી જંબૂવિજયજી જેવા અન્ય પણ અનેક ગુરૂભગવંતો અને શ્રાવકોમાં હીરાલાલ રસિકદાસ કાપડીયા, મોહનલાલ દલીચંદ દેસાઇ, અગરચંદ નાહટા અને એવા અન્ય પણ વિદ્વાનોનો સમાવેશ કરી શકાય. જેઓએ ઊંડી લગન અને શ્રુતભક્તિથી પ્રેરાઇને વર્તમાન જૈન સંઘ પર મહાન ઉપકાર કર્યો છે. આવા વિદ્વાનોએ સંશોધન-સંપાદન કરી હસ્તલિપિ (પ્રેસકોપી) કરેલ કેટલાય મહત્વના ગ્રંથો, ક્યાંક ટીપ્પણો, પાઠભેદો, ભાષાંતરણો, જરૂરી નોંધો હજી પણ અપ્રગટ હોવા પૂર્ણ સંભવ છે. આ બાબત ૨-૩ મુદા વિચારણીય છે. (૧) તેઓના કાળધર્મ બાદ અમૂલ્ય વારસો તેમના સમુદાયમાં, તેમની પ્રેરક સંસ્થાઓમાં અથવા ઇન્સ્ટીટયુટોમાં સચવાયેલો પડ્યો છે. તેને સુધારા વધારા સાથે ફરી પ્રકાશિત કરી તેઓના કાર્યનું યોગ્ય મૂલ્યાંકન કરવાનો આ અવસર છે. જરૂરી નથી કે અમુક જ સાધુ ભગવંત કે સમુદાય દ્વારા જ આ કાર્ય થાય. જે કોઇ સંશોધન-સંપાદનનિષ્ઠ હોય અને આવા ગ્રથોને પ્રકાશમાં લાવવાની ખેવનાવાળા હોય, તેઓને આવી પ્રેસ કોપીઓ કે અન્ય સામગ્રી કે જે હાલ જેઓના હસ્તક હોય તેઓએ વિશાલ હૃદયે-ઉદારતા પૂર્વક તે સામગ્રી પૂરી પાડવી જોઇએ. અને યોગ્ય સંશોધકોએ પણ આવા મહત્વના ગ્રંથો સંશોધન-સંપાદન પ્રત્યે જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. (૨) વળી, આવા વિદ્વાનો દ્વારા અલગ-અલગ સમયે તે કાળના માસિકોમાં સંશોધનપૂર્ણ લેખો લખાયેલા છે. પ્રકાશિત ગ્રંથોમાં ક્યાંક તેમની વિદ્વતાસભર પ્રસ્તાવનાઓ છપાયેલી છે. આ બધાનું સુંદર સંકલન કરીને પ્રકાશિત કરાય તો પણ ખૂબ મહત્વનું કાર્ય થાય. (૩) એક વાત અત્યંત ચોક્કસ અને સ્પષ્ટ છે કે પૂર્વકાળ કરતા હાલ વધુ અને સારા એવા પ્રમાણમાં સંશોધન સામગ્રી ઉપલબ્ધ થાય છે. આજે સંશોધનરત ટેલેન્ટેડ મહાત્માઓ પણ શાસનમાં જોવાય છે. પ્રાચીન હસ્તપ્રતોના આધારે સંશોધન કરતા ક્યારેક વર્તમાન પ્રણાલિકા કરતા ભિન્ન પ્રકારની અને છતાં શાસ્ત્રશુદ્ધ વિગતો.., પછી ભલે તે નીવીના કલયાણ બાબત હોય કે વિધિ-વિધાન, શિલ્પ બાબતની હોય.. તેના પર શ્રમણપ્રધાન શ્રી જૈન સંઘે ઉદારદ્રષ્ટિએ વિચારણા કરવી જોઇએ. વર્ષોથી જે કરીએ છીએ એમજ કરવું આવી માન્યતા પકડી રાખવા કરતા શાસ્ત્રદ્રષ્ટિએ જે વધુ શુદ્ધ જણાતું હોય અને જેને અપનાવવામાં અન્ય કોઇ બાધ ન હોય ત્યાં તેને સ્વીકારવાની પણ ખેલદિલી ચોક્સ રાખવી જ જોઇએ એમ અમારું માનવું છે. | જિનશાસનની નિઃસ્વાર્થ સેવાભાવનાથી આરંભાયેલ આ કાર્યમાં અમારી ક્યાંય શરતચૂક થતી હોય તો અવશ્ય ધ્યાન દોરવા વિનંતિ. લી. શાહ ૯Tબુલાલા સાલા થીયરીનીPage Navigation
1 2 3 4 5 6 7 8