Book Title: Aho Shruta gyanam Paripatra 08 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 8
________________ લાભ સવાયા દેજો...... શ્રુતજ્ઞાનને વંદન હોજ..... આપને ત્યાં રહેલ હસ્તલિખિત જ્ઞાનભંડારને સુરક્ષિત કરવા માટે સ્કેન કરાવીને (પીડીએફ) ફાઇલ બનાવી લેવી જરૂરી છે. આપ આ કાર્ય કરી શકો તે ઉત્તમ છે. અન્યથા અમે પણ તેની વ્યવસ્થા કરાવી આપીશું આ બાબત આપને કોઇપણ જાતનો ખર્ચ કરવાનો રહેશે નહીં, તેમ છતાં તે ગ્રંથની એક ડીવીડી આપને ત્યાં પણ રહેશે તો આ કાર્ય માટે ખાસ સેવાનો લાભ આપવા વિનંતિ. | પ્રાયઃ અપ્રાપ્ય અને પુનર્મુદ્રણ યોગ્ય એવા તથા અભ્યાસ ઉપયોગી ગ્રંથો, જે સંશોધન-સંપાદન-લિવ્યંતરણ, ભાષાંતરણાદિ કરવાની જરૂર હોય તેની વિગત મોકલવા કૃપા કરશોજી. જેથી એ વિગતો અમે આ કાર્ય કરતા પૂજ્ય ગુરૂભગવંતો ને પહોંચાડી શકીએ. આ રીતે માહિતિના આદાન-પ્રદાનથી સમયોચિત સંપાદનપ્રકાશનો દ્વારા શ્રી જિન સંઘને મહત્તમ લાભ થાય. "અહો શ્રુતજ્ઞાનમ" માં અમે શ્રુતજ્ઞાન સંબંધી વિગતો છાપીએ છીએ. આપને શ્રુતજ્ઞાન બાબત કોઇ વિશેષ સૂચન/લેખ વિગેરે હોય તો ખાસ મોકલવા અનુગ્રહ કરશો. પૂજ્ય ગુરૂભગવંતોની અસીમકૃપાથી તેઓ દ્વારા જ શ્રુતજ્ઞાન સંબંધી ગ્રંથ પ્રકાશન...અપ્રગટ... અપ્રાપ્ય... સંશોધન-લિવ્યંતરણાદિ યોગ્ય ગ્રંથોની ઘણી બધી માહિતિઓ અમને મળે છે. જે કોઇ પૂજ્યશ્રી ને આ બાબતની વિશેષ જાણકારી જોઇતી હોય તેઓએ અમારા સરનામે પત્ર વ્યવહાર કરવા નમ્ર વિનંતિ છે. ફોન ઉપર આ સંબંધી માહિતિમાં ભૂલચૂક થવાની શક્યતા રહેલી છે. પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને નમ્ર વિનંતિ છે કે આપને અત્યાર સુધીમાં અમોએ સ્વદ્રવ્યથી મોકલેલ પરિપત્ર 1 થી 8 આપના અભ્યાસાદિમાં સહાયક બન્યા હશે. તેમ છતાં આપને આ પરિપત્રની નકલની જરૂર ન હોય તો વધારાના અંકો આપને ત્યાં પડ્યા રહેતા હોય અથવા ગમે ત્યાં રખડતા દેખાય તો એ અંકો અમને પાછા મોકલવા નમ્ર વિનંતિ છે. જેથી બીજા વિદ્વાનની માંગણી સંતોષી શકાય. તેથી તેને પાઠવશો પણ નહીં, પણ પાછા મોકલવા યોગ્ય કરી શકાય. આપના જ્ઞાનભંડારોમાં કે પુસ્તક પ્રકાશક સંઘોમાં જ્ઞાનવ્યથી છપાયેલ પ્રતો-પુસ્તકો સ્ટોકમાં પડ્યા જ રહેતા હોય તો તેની વિગત મોકલવા યોગ્ય કરી શકાય જેથી નવા બનતા-વિકસતા જ્ઞાનભંડારોમાં તેને ઉપલબ્ધ કરવાની કાર્યવાહી વિચારી શકાય. Printed Matter BookPosted 11417) U/C, 5A P & T Guide hence not be taxed Rs. 1 Ticket હો ! (ડીલીવી પ્રકાશક : શી થાણIJEણી IFઈબાથ ઉવી ઊંબી 9tsa ચા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવના હિરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો : 9426585904 (ઓ) 22132543Page Navigation
1 ... 6 7 8