Book Title: Aho Shruta gyanam Paripatra 08 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 1
________________ II ૐ હ્રીં શ્રીં અહં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ || પુરત BISII ganda ત્રીના શાહ બાબુલાલ સરેમલા લીલી 96 'જ્ઞાન-ધ્યાન કિરિયા સાધતાં, કરંતા, કર્મનિકાલ’ એવા પૂજ્ય સર્વ ગુરૂભગવંતોના શ્રીચરણોમાં શાહ બાબુલાલ સરેમલ બેડાવાળાની સાદર અનંતશઃ વંદનાવલી... | જિનશાસન એ વિશ્વશાસન છે. વિશ્વની ઉચ્ચત્તમ અને પવિત્રત્તમસંસ્થા છે. દરેક સંસ્થાની જેમ જિનશાસનનું પણ સાત ક્ષેત્રાદિનું વહીવટીય બંધારણીય માળખું શાસ્ત્રમર્યાદાબદ્ધ છે જ. વહીવટ ઉપરાંત કાર્યક્ષેત્રીય માળખું પણ વ્યવસ્થિત સુચારુ હોવું જરૂરી છે. જે બાબત કેટલાક મુદા વિચારણીય છે. | (૧) શ્રી જૈન સંધમાં થતા સંશોધન-સંપાદનની એક ચોક્કસ નિયત પધ્ધતિ હોવી જરૂરી છે. આપણા કેટલાક અતિમહેનતું, સુંદર સંશોધન-સંપાદનોને, આ પધ્ધતિને અભાવે ક્યારેક સ્કોલરો તેને અણઘડતામાં ખપાવતા હોય છે. સંશોધનાત્મક વિશિષ્ટ ગ્રંથો એક નિયત ફોર્મમાં જ સંશોધિત થાય તો યત્ર-તત્ર-સર્વત્ર સર્વગ્રાહી બની શકે. અનેક પરિબળોનો વિચાર કરીને એક મુદાસરની સંશોધન પધ્ધતિ શ્રી જૈન સંઘના વિદ્ધાનો સુધી પહોંચાડવી જરૂરી ગણાય. (૨) જિનશાસનના વિદ્વાન શ્રમણ-શ્રમણીઓ દ્વારા સંશોધિત-સંપાદિત વિશિષ્ટ પ્રકાશનો(સ્તવન, સજ્જાય કે વ્યાખ્યાનની બુકો નહી) યુનિવર્સિટીઓ સુધી પહોંચાડવી જરૂરી છે. અને તો જ સાધુઓની ઉચ્ચત્તમ સક્ષમતા બાબત કહેવાતા ઉચ્ચ સ્કોલર વર્ગમાં જાગૃતિ ને અહોભાવ આવશે. (૩) કેટલીક સરકારી કે અર્ધસરકારી સંસ્થાઓ કે જે જૈન સંઘની જ હસ્તપ્રતો વિ.ને આધારે સમૃદ્ધ થયેલ હોય છે. તેઓને આપણા પંચમહાવ્રતધારી, જ્ઞાની, વિદ્વાન, સંશોધનરત ગુરૂભગવંતો કરતાં પણ વિદેશી સ્કોલરો પ્રત્યે વિશેષ આદર, સત્કાર અને ભક્તિભાવ જણાતો હોય છે. મહાત્માઓ સંપર્ક કરી કરીને થાકી જાય તો એ સફળતાનો વિકલ્પ રહે એવી તેમના માટેની સાર્વજનિક ફરીયાદો સંભળાતી હોય છે. જો ખરેખર આવું હોય તો તે એક પ્રકારનો સંઘદ્રોહ જ કહેવાય. આપણા ગુરૂભગવંતો તથા શ્રી સંઘોએ આ બાબત સક્રીય થવું જોઇએ. (૪) જિનશાસનમાં ઘણી સંસ્થાઓ પુસ્તકોના પુનર્મુદ્રણાદિ કરે છે. જે યોગ્ય છે, પણ તેઓનું કોઇપણ રીતે કોમ્યુનીકેશન સધાવું જરૂરી છે, કે જેથી એક જ પ્રકારના ગ્રંથોના પુનર્મુદ્રણાદિ થવા દ્વારા થતા સમય, શક્તિ અને જ્ઞાનદ્રવ્યના વ્યય અટકી શકે. (૫) વર્ષે દહાડે કેટકેટલીયે અનુપયોગી કે અલ્પ ઉપયોગી પુસ્તકો છપાતી રહે છે ને ગૃહસ્થોના ઘરોમાં તેના ભરાવા થતા રહે છે.” આશાતના નિવારણ અભિયાન' દરમ્યાન આવા પુસ્તકાદિ ઉઘરાવતા જથ્થાબંધ પુસ્તકો એકઠી થાય છે. મોટા શહેરોમાં જૈન યુવા ગ્રુપ એવા હોય કે આવા ઉઘરાવેલા પુસ્તકો જ્યાં જે યોગ્ય હોય તે પહોંચાડવા દ્વારા શ્રુતભક્તિ કરે. કોઇ સક્રીય પૂજ્ય ગુરૂદેવોના માર્ગદર્શનમાં આ કાર્ય થાય. (૬) અન્યાન્ય ગચ્છ, પંથ, સમુદાયાદિના પણ સર્વગ્રાહી પ્રકાશનોથી સર્વ વિદ્વાનો માહીતગાર રહી શકે એ જરૂરી હોય છે. જેથી જ્ઞાનનું, સંશોધનનું સ્તર ઉંચુ આવે. એ માટે યોગ્ય વ્યવસ્થા વિચારવી જોઇએ. (6) જૈન સંઘમાં ન્યાય વ્યાકરણના અભ્યાસ માટે છેક બનારસથી પંડિતો બોલાવીને અહીં સંઘને ખર્ચે તૈયાર કરાય છે. જ્યારે જે જિનશાસનનું વાર્ષિક બજેટ જિનમંદિર અને જિનમૂર્તિ એ બે ક્ષેત્રનું ૭૦% જેટલું છે. ત્યારે એના પૂરક છતાં અણખેડાયેલા 'શિલ્પ’ના વિષયની ઉપેક્ષા કેમ થઇ રહી છે. એ પણ વિચારણીય છે. લી. શ્રી હીયાસણોણIFAીક શાહ બાબુલાલ સરેમલાPage Navigation
1 2 3 4 5 6 7 8