Book Title: Agyatkartuk Girnar Chaitya Paripati Ras Author(s): Vidhatri Vora Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf View full book textPage 1
________________ અજ્ઞાત કતૃક “શ્રી ગિરનાર ચેત્ય પરિપાટી રાસ” સં. વિધાત્રી વેરા ગિરનારતીર્થની યાત્રાના પ્રસંગવર્ણનનું વિ.સં. ૧૬મી સદીમાં લખાયેલી પ્રતિનું જ આ પણ કાવ્ય છે. એટલે વિષય, વર્ણન સામગ્રી અને વર્ણન પદ્ધતિમાં સ્વાભાવિક રીતે જ સામ્ય અનુ. ભવાય છે. છતાં પાટણની શ્રી સંધ જૈન ભંડારની અને અમદાવાદની લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરસ્થ પુણ્યવિજયજી ભંડારની અનુક્રમે નં. ૩૧૩૨ અને ૮૬૦૧ની ગિરનાર ચિત્ય પરિપાટી' ની સાથે સાથે આ કાવ્ય વાંચતાં અને કથાવસ્તુ મેળવતાં પ્રસ્તુત કર્તાની ઐતિહાસિક વિગતે નેધવાની સૂઝ અને સાહિત્યિક અભિરુચિ વિશેષ વરતાય છે. કારણ કે જે કડીમાં નોંધપાત્ર સ્થાન આવતું હોય એની ઐતિહાસિક ભૂમિકાને નિર્દેશ કરવો કવિ ચૂકતા નથી. કથાવસ્તુ -કવિ “ઉપરકેટથી યાત્રારંભ કરે છે. જેમાં તેજલપુર પાર્શ્વનાથ (તેજપાલકારિત)', “શનું જ્યાવતાર – આદીશ્વર', હમીરને છત્યાના ઉલ્લેખ સાથે “સત્યપુરમંડન મહાવીર–ને પૂજન અર્ચન કરી, જુનાગઢની બજારમાં ફરી, તળેટીમાં આવતાં, ધોરીમાગે જમણે હાથે આવેલા નેમિનાથના મંદિરની નેંધ લે છે. “સેવ(ન) રેખ (સુવર્ણરેખા–સોનરેખ)', નદી (કડી ૬); “દામોદર કુંડ' તેમજ કાળમેઘ - ક્ષેત્રપાલના મંદિરે (કડી ૭.) થઈને સુંદર વનરાજી પસાર કરી, “અજીયડ મહેતા (અભયડ દંડનાયક ના પુત્ર “બાહડમંત્રિએ કરાવેલી “પાજ' સુધી (કડી ૯) કવિ આવી પહોંચ્યા – ૧૦મી કડીમાં બાહડ દે ને ફરીથી ધન્યવાદ આપે છે કે પાજ બંધાવ્યાથી રસ્તે સુગમ ભજે. કડી ૧૧-૧૨માં રમણીય ઝાડી અને છાંયડીને સુખદ અનુભવ કવિહૃદયને સ્પર્યો અને ૧૩મી કડીથી કવિએ જાણે પાછા વાસ્તવિકતામાં પ્રવેશ કર્યો, ગિરનાર ઉપરનું “કોટ’નું વર્ણન શરૂ કર્યું. કેટમાંના નેમિમંદિર, ગજપદ કુંડના જળથી પ્રભુને નવરાવી, આંગિ રચી, વસ્તુપાળ બંધાવેલા કલ્યાણત્રય (મિ) મંદિરે” કવિ જાય છે. ચંદ્રગુફામાં ચંદ્રપ્રભુની ચંદનથી પૂજા કરી, નાગઝરા-મરઝરાની મુલાકાત લઈ, “શનું જ્યાવતાર” મંદિરમાં પૂજા કરે છે. રાજમોતી – રથનેમિના મંદિરે જઈ, ત્યાંથી “અંબાજી' જતાં એની સાથે સંકળાયેલી અનુશ્રુતિ નેધે છે. ત્યારબાદ “સહસારામ (શેષાવન–સંહસ્ત્રારામ)' થઈને “અવલોણું (અવકન-ગુરુદત્તાત્રય) શિખરે તેમજ “સાંબ (શાખ– ગોરખનાથ) અને પજુન (પ્રદ્યુમ્ન–ઓઘડનાથ)ની ટૂંક જાય છે. “સિદ્ધિવિનાયકની સિદ્ધિની સ્તવના કરી, રત્નશ્રાવકે બનાવરાવેલા “કના કમંડપમાં (કાંચન બાળાણિક)માં ચાર પ્રતિમાઓને વંદન કરે છે. પાછા નેમિમંદિર (કોટ) જઈ ચૈત્ય પરિક્રમા પૂરી કરે છે. કવિએ આ કાવ્ય “રાસ” પ્રકારનું બનાવ્યું છે હરખિઈ રાસ રમેસિવું'—કડી ૨૭. કુલ ૩૬ કડીનું કાવ્ય છે. કવિહૃદય પ્રકૃતિ સૌંદર્યથી ભાવુક બની જતું લગભગ દરેક કડીમાં અનુભવાય છે, છતાં કડી ૭, ૮, ૧૨, ૧૨, ૧૩, ૧૫, ૨૫ એ માટે નમૂના છે. કાવ્યને સમય નેધતાં કવિ-૬૧મા વર્ષે આવદ અમાસને દિવસ નોંધે છે. સાલ આપી નથી. પ્રતિ વિ.સં. ૧૬મા સૈકાની લખેલી માનવામાં આવે છે. એટલે મોડામાં મોડે વિ.સં.૧૫૬૧/ ઈ.સ. ૧૫૦૫નું વર્ષ રચના સમય-માટે અંદાજે મૂકી શકાય. લાદ.ભા.સં. વિદ્યામંદિરમાં નં.૩૨૧૧ ની, ૨૬૪૧૧.૧ સે.મિ. પરિમાણની પ્રતિના પથી ૬માં આ રચના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4