Book Title: Agam Sampadan nu Dushkar Karya Author(s): Punyavijay Publisher: Punyavijayji View full book textPage 2
________________ 296 ] જ્ઞાનાંજલિ કેવી વસ્તુ છે ને તેનું કેટલું મહત્વ છે. ડૉ. આસડેટ્ટે તેના અધ્યયનને કાવ્યમય બનાવ્યું છે. હું નથી ધારતો કે અમારામાંથી કેઈનેય એનો ખ્યાલ હોય કે આ અધ્યયન કાવ્યમય છે કે તેના છંદોને ખ્યાલ હોય. અમે ત્યાં સુધી પહોંચ્યા નથી. બધા આગમો ભેગા કરવામાં આવે તો સહકારથી અશુદ્ધિઓનું સંશોધન થાય; એ એકાએક શક્ય નથી. તેમ છતાં પ્રાચીન આદર્શો એકત્ર કરીએ તો કેટલીક વાર શુદ્ધ પાઠ મળે છે. એ આધારે અત્યારનું કાર્ય કરવામાં આવે છે. સામાન્ય રીતે અમારી દૃષ્ટિ કંઈક શ્રદ્ધાભિમુખ છે. કેટલીક વખત એમ કહેવામાં આવે છે કે શ્રદ્ધા મૌલિક વિચારોને રોકે છે. એમ બનતું હશે, પણ શ્રદ્ધાની મર્યાદા કરી બીજા પાઠભેદો વિચારતાં ઘણી વસ્તુઓ વિચારાય છે. માત્ર એક ગ્રંથના પ્રત્યંતરના આધારે આ સંશોધન કરવામાં નથી આવતું. પણ તે ગ્રંથનાં અવતરણો, ઉદ્ધરણેને પ્રાચીન પ્રમાણેને અને આગમના પાઠોને ટીકાકારે, ચૂર્ણિકા, ટિપ્પનકારે ને વૃત્તિકારોએ–બધાએ જ્યાં જ્યાં નિર્દેશ કર્યો છે તે તે સ્થળોની તપાસ થાય છે. અત્યાર સુધી જે જે આગમ છપાયા છે તેને, પ્રાચીન તાડપત્રીઓની જે જે પ્રતો મળી શકી તે પ્રતે સાથે સરખાવી શુદ્ધ કરી રાખ્યા છે. તેને આધારે પાઠોને નિર્ણય કરીએ છીએ. ઘણી વાર એવું બને છે કે સંશોધનકારે સંશોધનમાં કોઈ સ્થળે જરૂર જણાય ત્યાં પાઠ દાખલ કરેલો હોય છે. તે યોગ્ય સ્થળે દાખલ થયો છે કે કેમ એ વિષે શંકા જાગે છે. અમારી આ મોટી મુશ્કેલી છે. એટલે શુદ્ધ પાઠે નક્કી કરવા મુશ્કેલ છે. કઈ પ્રતિમાં જોઈ પાઠો દાખલ કર્યા છે કે કેમ એ જેસલમેર, પાટણ, ડેક્કન કોલેજ, સુરત, વડોદરાના ભંડારો જોઈને, તથા ખંભાતના ભંડારની પણ પ્રાચીન પ્રતિઓની તપાસ કરીને નક્કી કરીએ છીએ. પ્રાચીન કાળથી ત્યાં પાઠો પડી ગયા છે. આજ સુધી અમે એક જ કામ કર્યું છે. દરેક પ્રાચીન ગ્રંથોને અનેકાનેક પ્રતિઓ સાથે સરખાવ્ય છે. એને આધારે એ રીતે એક એક આગમનું સંપાદન થાય છે. ભવિએ પણ એ જ પદ્ધતિ રહેશે. આ આગમો તૈયાર કરીએ છીએ તે વિદ્વાને તપાસે; તપાસીને ખલના હોય તેમ જ સંપાદનપદ્ધતિમાં દોષ હોય તો તેનું ભાન કરાવશે તો અમે રાજી થઈશું. સ્તુતિ કરનાર તે ઘણું મળે છે, પરંતુ ત્રુટિઓ દેખાડનારા એવા વિદ્વાનો ઘણું ઓછા મળે છે. હું ઇચ્છું છું કે કોઈ ત્રુટિઓ બતાવે. અમે એ વસ્તુ લક્ષમાં લઈ તેને ભવિષ્ય અમારાં સંપાદનોમાં ઉપયોગ કરીશું. અત્યારે દલસુખભાઈ વગેરે અહીં છે નહીં. તે બધા સહકાર્યકરોનો આ કાર્યમાં સહકાર છે. આત્મીય ભાવે પોતાનું જીવન એ ઓતપ્રત કરીને રહેલ છે. એવા કાર્યકરો ન હોય તો આ કામ ન થાય. પ્રાચીન કાળમાં અભયદેવાચાર્યું પણ લખ્યું છે કે ટીકાઓ રચતાં પહેલાં દરેક આગમની શુદ્ધ પ્રતિઓ તૈયાર થતી; અનેક જાતનાં પાઠાંતરો જોઈ જવાતાં. એવાં પાઠાંતરે કે જેના પાઠભેદ મૂંઝવી નાંખે કે સેંકડે કૃતિઓના પાઠભેદોમાંથી ક પાઠ સ્વીકારે અને કયાને જતે કરવો ? શ્રી અભયદેવાચાર્યને તેથી જ લખવું પડયું કે वाचनानामनेकत्वात् पुस्तकानामशुद्धितः। सूत्राणामतिगाम्भीर्यात् मतभेदाच्च कुत्रचित् / / દરેક ગ્રંથોમાં ક્યાંક થડા ને થોડા વધતા, ક્યાંક નાના ને ક્યાંક મોટા, ક્યાંક શુદ્ધ ને ક્યાંક અશુદ્ધ પાઠભેદે મળી આવે છે. સેંકડો વર્ષોથી લિપિના વિકારોથી, લહિયાઓ લિપિ સમજતા નહીં તેથી તેમ જ વિદ્વાને ભાષા ન જાણે તેથી પાઠભેદો વધતા રહ્યા છે. બધાને વિચાર કરવો દુષ્કર છે. તેમ છતાં અમે વીતરાગદેવના પ્રતાપે જે કંઈ બુદ્ધિનું બિંદુ મળ્યું છે, તેને આરાધનામાં ઉપયોગ કર્યો છે. વિધાને ગુટિઓ ક્ષમા કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2