Book Title: Agam Sahitya nu Anushilan Author(s): Rasiklal C Sheth Publisher: Z_Jayantsensuri_Abhinandan_Granth_012046.pdf View full book textPage 3
________________ મોક્ષે જશે તેવા શ્રી ઘન્ના અણગાર આદિના અધિકારો છે. ૧૦ પ્રશ્નવ્યાકરણ સૂત્રઃ- પાંચ આશ્રવ ને પાંચ સંવરના દ્વારોનું રૂડું નિરૂપણ છે, હિંસા, મૃષાવાદ, અદત્તાદાન, અબ્રહ્મનિ પરિગ્રહ એ પાંચ આશ્રવ છે. તેના સેવનથી દુર્ગતિ મળે છે, અને તેના પ્રતિપક્ષી, અહિંસા, સત્ય, દત્તાદાન, બહ્મચર્ય ને અપરિગ્રહનું પાલન કરવાથી જીવાત્મા કર્મ મળથી સર્વથા વિમુક્ત થઈ અવસરે સિધ્ધગતિ પામે છે તેમ કહ્યું છે. ૧૧ વિપાક સૂત્રઃ- અશુભ કરણીથી દુઃખ અને શુભ કરણી. - સત્કાર્યોથી જીવ સુખ પામે છે તેના દ્રષ્ટાંતો સાથેનું કમવિપાકનું રૂડું નિરૂપણ છે. ૧૨ દૃષ્ટિવાદઃ- તેમાં ચૌદ પૂવદિનું અપૂર્વ જ્ઞાન હતું. હાલ વિચ્છેદ ૧. બાર ઉપાંગઃઉજવાઈ સૂત્ર :- કોણિક રાજાની ઋધ્ધિ ને ભક્તિનું, મહાવીરપ્રભુના સમવસરણનું, દેવ અને નારકીના ઉપ્પાત જન્મનું અને કેવળી સમુઘાતનું આમાં કથન છે. રાજપરોણીય સૂત્રઃ- અધર્મી પરદેશી રાજા કેમ ધર્મી બન્યો. અને રાણીએ ઝેર આપવા છતાં છતી શક્તિએ સમતા રાખી. તો સૂયભિદેવ બની, દેવના સુખ ભોગવી પરંપરાએ મોક્ષે. જશે તેનો અધિકાર છે. જીવાભિગમ સૂત્રઃ- ૧ થી ૧૦ પ્રકારે જીવના ભેદ કહ્યા છે, અજીવના ભેદ કહ્યા છે અને સંસારી ને સિધ્ધના જીવોનું નિરૂપણ છે. પન્નવણા સૂત્ર:- જીવના ભેદાનભેદ, અલ્પબહુક્ત, ગતિ વેશ્યા, વેદ, કષાય, દૃષ્ટિ, ઉપયોગ, જ્ઞાન, કર્મયોગ, આહાર, સંજ્ઞા, ભાષા, પયપ્તિ, ક્રિયા આદિનું ૩૬ પદોમાં કથન છે. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિઃ- જંબુ દ્વીપના ભરતાદિ ક્ષેત્રનું, કાળચક્ર ને છ આરાનું, ઋષભદેવ ભગવાન ને ભરતચક્રવર્તીના ચરિત્ર વગેરેનું વર્ણન છે. સૂર્ય પ્રજ્ઞપ્તિઃ- સૂર્ય આદિ જ્યોતિષ ચક્રની ગતિનું, ઉદય અને અસ્તનું દિવસ અને મુહુર્તના માનનું સંસ્થાનનું ગ્રહોનું તાપ ક્ષેત્રાદિનું કથન છે. ચંદ્ર પ્રજ્ઞપ્તિઃ- ચંદ્રના જ્યોતિષ ચક્રનું, ગતિ આદિનું, સૂર્યની જેમ કથન છે, ઉપરોકત ત્રણે પ્રજ્ઞપ્તિમાં જૈન ગણિતાનુયોગનું કથન છે. નિરયાવલિકા સૂત્ર:- લોભ-તૃષ્ણાદિને વશ પડેલા જીવો ને નકદિ દુગતિમાં જવું પડે છે તે કાલ આદિ ૧૦ કુમારોના દ્રષ્ટાંત આપી કહયું છે. ૯ કમ્પવડંસિયા. સૂત્રઃ- શ્રેણિક રાજાના કાલ આદિ ૧૦ કુમારો જે કષાયને વશ થયા તો નરકમાં ઉપજ્યા તેમ નિરિયાવલિકા સૂત્રમાં કહ્યું, તો તેમના જ દસે પુત્રો સંયમ લઈ દેવલોકમાં ઉપજ્યા તેમ કહી પરમાર્થથી. જીવાત્માના પતન, ઉત્થાન, દુગતિ ને સુગતિનું કારણ તેના પોતાના જ કરેલા શુભાશુભ કર્મો કે ભાવો પર આધારિત છે તેવું જિનવચન અને સિધ્ધ કર્યું છે. ૧૦ પુફિયા સૂત્રઃ- ચંદ્ર, સૂર્ય, શુક્ર, બૃહસ્પત્રિક આદિ દસ દેવો. પ્રભુ મહાવીરના દર્શને આવી નૃત્યાદિ કરતાં ગૌતમ સ્વામીના પ્રશ્નના - જવાબમાં પ્રભુ તેમના પૂર્વભવ કહી કમસિધ્ધાંત અને પુનર્જન્મનું નિરૂપણ કરી, સ્વસમય અને પરસમયના રૂડા ભાવો સમજાવે છે. ૧૧ પુફચૂલિયા સૂત્રઃ- શ્રી, હી, ધૃતિ આદિ દશે દેવીએ પૂર્વભવમાં પાર્શ્વનાથ પ્રભુ પાસે દીક્ષા લઈ શરીરની સુશ્રુષા કે જે કહ્યું નહિ તે કરી તો મોક્ષને બદલે દેવગતી પામી તેમ કહી પ્રભુ મહાવીરે નિરતિચાર સંયમ પાળવાનો, અને આલોચના કરવાનો પરમાર્થથી અત્રે બોધ આપ્યો છે. આ વહિણ દશા સૂત્રઃ- નિષધકુમાર આદિ બળભદ્રજીના બારે પુત્રોએ તેમનાથ પાસે સંયમ લઈ નિરતિચાર પાળ્યો તો બધા. એકાવતારીપણે સવથિ સિધ્ધ વિમાનમાં ઉપજ્યા છે, તે ત્યાંથી ચ્યવી, મહાવિદેશ ક્ષેત્રમાં માનવભવ પામી. સંયમ લઈ, શુધ્ધ ભાવે પાળી સિધ્ધ, બુધ્ધ, અને મુક્ત થશે. ઉપરોકત અંગ અને ઉપાંગ સૂત્રોને દિગંબર સિવાય સર્વ જૈનો માને છે, તદુપરાંત ૪ મૂળ, ૬ છેદ, ૨ ચૂલિકા અને ૧૦ પયત્રા સૂત્રો મળી કુલ ૪૫ આગમને શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાય માને છે. જે નીચે છે. ચાર મૂળ સૂત્રઃઆવશ્યક સૂત્રઃ- સામાયિકાદિ છ આવશ્યક જે સાધુ-સાધ્વીજીએ. ઉભય કાળ અવશ્ય કરવાનું ફરમાવ્યું છે તેનું કથન છે. ૨ દશ વૈકાલિક સૂત્રઃ- સાધુના આચાર ધર્મનું રૂડું નિરૂપણ છે. ૩ ઉત્તરાધ્યયન સૂત્રઃ- પ્રભુ મહાવીર સ્વામીએ છેલ્લા. સોળ પ્રહર આપેલ ૩૬ અધ્યયન રૂપ વિનયાદિ અંતિમ દેશનાનું કથન ૧ ૪ પિંડ નિયુક્તિ સૂત્રઃ- ૪૨ દોષરહિત આહારદિ કેમ ગ્રહણ કરવા, ઈત્યાદિનું આત્મકલ્યાણકારી કથન છે. છ છેદ સૂત્રઃદશાશ્રુતસ્કંધ સૂત્રઃ- ૨૦ અસમાધિના દોષ, ૨૧ સબળ દોષ, ૩૩ આશાતના, આચાર્યની ૮ સંપદા, ચિત્ત. સમાધિના ૧૦ સ્થાન, શ્રાવકની ૧૧. પડિમા, સાધુના ૧૨ પડિમાં, મહાવીર સ્વામીના પ કલ્યાણક, મહામોહનિયના ૩૦ સ્થાનક, અને નિયાણ કરવાથી મળતી દુગતિ એમ ૧૦ દશાનું કથન છે. ૨ બૃહતકલ્પસૂત્રઃ- સાધુને કલય અને અકથ્ય વસ્તુનું કથન છે. માયાવરણદિ અભિનદનીય ગણી વિભાગ) अधर्म हिंसा क्रोध है, आने मत दो पास । जयन्तसेन अडिग रहो, फैले दिव्य प्रकाश ।। www.jainelibrary.org Jain Education International For Private & Personal Use OnlyPage Navigation
1 2 3 4