Book Title: Agam Deep 31 Ganivijja Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ ગાથા– 17. નક્ષત્ર કહેવાય છે. [૧૮-૨૦સધ્યાગત નક્ષત્રમાં ઝઘડો થાય છે અને વિલંબી નક્ષત્ર માં વિવાદ થાય છે. વિફેરમાં સામાનો જય થાય અને આદિત્યગત માં પરમ દુઃખ પ્રાપ્ત થાય છે. સગ્રહ નક્ષત્રમાં નિગ્રહ થાય, રાહુહત માં મરણ થાય અને ગ્રહભિન્ન માં લોહીની ઉલટી થાય છે. સધ્યાગત, રાહુગત અને આદિત્ય ગત નક્ષત્રો દુબળ અને રૂક્ષ છે. સંધ્યાદિ ચાર થી અને ગ્રહનક્ષત્રથી વિમુક્ત બાકીના નક્ષત્રો બળવાન જાણવા. ૨૧-૨૮)પુષ્ય, હસ્ત, અભિજિત, અશ્વિની અને ભરણી આ નક્ષત્રોમાં પાદપોપગમન કરવું. શ્રવણ, ધનિષ્ઠા અને પુનર્વસુ માં નિષ્ક્રમણ- દિક્ષા) કરવી નહીં. શતભિષા, પુષ્ય, હસ્ત નક્ષત્રમાં વિદ્યારંભ કરવો. મૃગશિર્ષ, આદ્રા પુષ્ય, ત્રણે પૂર્વમૂળ, આશ્લેષા, હસ્ત, ચિત્રા આ દશ જ્ઞાનના વૃદ્ધિકારક નક્ષત્રો કહયા છે. પુનર્વસુ, પુષ્ય શ્રવણ અને ઘનિષ્ઠા આ ચાર નક્ષત્રોમાં લોચકર્મ કરવું. ત્રણ ઉત્તરા અને રોહિણીમાં નવ દીક્ષિત ને નિષ્ક્રમણ (દિક્ષા) ઉપસ્થાપના (વડી દીક્ષા) અને ગણિ કે વાચક ની અનુજ્ઞા કરવી, ગુણસંગ્રહ કરવો, ગણધર સ્થાપના કરવી. અવગ્રહ વસનિ, સ્થાનમાં સ્થિરતા કરવી. [૨૯-૩૦]પુષ્ય, હસ્ત, અભિજિત, અશ્વિની આ ચાર નક્ષત્ર કાયરિંભ માટે સુંદર અને સમર્થ છે. (કયા કાર્યો તે જણાવે છે) વિદ્યા ધારણ કરવી, બ્રહ્મયોગ. સાધના, સ્વાધ્યાય, અનુજ્ઞા, ઉદ્દેશ અને સમુદ્દેશ. 3i1-32] અનુરાધા, રેવતી, ચિત્રા અને મૃગશિર્ષ આ ચાર મૃદુ નક્ષત્રો છે તેમાં મૃદુ કાર્યો કરવા. ભિક્ષાચરણ થી પિડિત ને ગ્રહણ ધારણ કરવું. બાળ અને વૃદ્ધો માટે સંગ્રહ-ઉપગ્રહ કરવો. [૩૩-૩૪]આદ્ર, આશ્લેષા, જયેષ્ઠા અને મૂલ આ ચાર નક્ષત્રમાં ગુરુપ્રતિમા. અને તપકર્મ કરવું, દેવ-મનુષ્ય-તિર્યંચના ઉપગ સહેવા, મૂળગુણ- ઉત્તરગુણ પુષ્ટી કરવી. ૩૫-૩૬મધા,ભરણી, ત્રણેપૂવને ઉગ્ર નક્ષત્ર કહ્યા છે. તેમાં બાહ્ય અત્યંતર તપ કરવો. 360 તપ કર્મ કહ્યા છે. ઉગ્રનક્ષત્રના યોગમાં તેનાથી બીજા તપ કરવા. 37-38 કૃતિકા અને વિશાખા આ બે ઉષ્ણ નક્ષત્રમાં લેપન અને સીવણ. તથા સંથારો-અવગ્રહ ધારણ કરવા. ઉપકરણ-ભાંડ (પાત્ર) આદિ, વિવાદ અવગ્રહ અને વસ્ત્રો ધારણ કરવા) આચાર્ય દ્વારા ઉપકરણ અને વિભાગ કરવા, - ૩૯-૪૧]ઘષ્ઠિા , શતભિષા, સ્વાતિ, શ્રવણ અને પુનર્વસુ આ નક્ષત્રોમાં ગુરુસેવા, ચૈત્યપૂજન, સ્વાધ્યાયકરણ કરવું. વિદ્યા અને વિરતિ કરાવવી. વ્રતઉપસ્થાપના ગણિ તથા વાચકની અનુજ્ઞા કરવી. ગણસંગ્રહ, શિષ્યદીક્ષા અને ગણાવચ્છેદક થકી સંગ્રહ-અવગ્રહ કરવો. ૪ર-૪૪]બવ, બાલવ, કોલવ, શ્રિલોચન, ગર-આદિ, વણિજ, વિષ્ટી, શુકલ પક્ષના નિશાદિ કરણો છે : શકુનિ, ચતુષ્પાદ, નાગ, કિંતુષ્મ એ ધ્રુવ કરણો છે. કૃષ્ણ ચૌદશની રાત્રિના શકુનિકરણ હોય છે. તિથિ ને બમણી કરી અંધારી રાત ન ગણતા સાત વડે ભાગ કરતા જે શેષ ભાગ રહે તે કરણ. (સામાન્ય વ્યવહારમાં એક તિથિના બે કરણ કહ્યા છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15