Book Title: Agam Deep 22 Puffachuliyanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ 306 પુષ્કલિયાણું-૧ થી 10/1 પ્રવ્રજ્યા લેવા ઇચ્છે છે. તો હે દેવાનુપ્રિય ! આને અમે શિષ્યાપ ભિક્ષા તરિકે આપને આપીએ છીએ. તેથી હે દેવાનુપ્રિય ! આ શિષ્યાપ ભિક્ષાને આપ અંગીકાર કરો. ત્યારે ભગવાન બોલ્યા-હે દેવાનુપ્રિયો! જેમ તમને સુખ ઉપજે તેમ થાઓ. ત્યારપછી તે ભૂતા દારિકા, હર્ષ પામી યાવતુ ઈશાન દિશામાં જઈ પોતાની મેળે આભરણ, પુષ્પમાળા. અને અલંકાર પોતાના શરીર પરથી ઉતાર્યા. દેવાનંદની તેણીએ આય પુષ્પ ચૂલા પાસે દિક્ષા ગ્રહણ કરી યાવતુ ગુપ્ત બ્રહ્મચર્યવાળી થઈ. ત્યારપછી તે ભૂતા આયા એકદા કદાચિત્ શરીરની શુશ્રુષા કરનારી થઈ. તેથી તે વારંવાર હાથ ધોવા લાગી, પગ ધોવા લાગી. એ જ પ્રમાણે મસ્તક ધોવા લાગી, મુખ ધોવા લાગી, સ્તનના મધ્યભાગને ધોવા લાગી, કક્ષાની મધ્યે ધોવા લાગી. ગુહ્ય સ્થાનના મધ્યને ધોવા લાગી. તે જ્યાં જ્યાં સ્થાનને ધ્યાને કે આસનને કરતી હતી, ત્યાં ત્યાં પ્રથમ તે પાણીવડે તે સ્થાનને છાંટતી હતી અને ત્યારપછી ત્યાં સ્થાનને. શવ્યાને કે આસનને કરતી હતી. ત્યારે પુષ્પચૂલા આયએ કહ્યું કે હે દેવાનુપ્રિયા ! આપણે સાધ્વીઓ ઈય સમિતિ વાળી વાવતુ ગુપ્ત બંભચારી છીએ. આ શરીર શુશ્રુષા આપણને ન કહ્યું. માટે આલોચના કર. શેષ અધિકાર સુભદ્રા પ્રમાણે જાણવો. ત્યાર પછી તે ભૂતા આ અટકાયત વિનાની, સ્વયંદમતિવાળી થઈ અલગ રહેવા લાગી યાવતુ પાણી છાંટીને આસન કરવા લાગી ત્યારપછી તે ભૂતા આય ઘણા ચોથભક્ત, છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે તપ કરી ઘણા વર્ષો ચારિત્રપયિને પાળી તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના કાળસમયે કાળધર્મ પામીને સૌધર્મકલ્પમાં શ્રીવડીંસક વિમાનમાં ઉપપાત સભામાં દેવશય્યામાં યાવતુ અવUહ વડે શ્રીદેવીપણો ઉત્પન્ન થઈ આહાર આદિ છ પ્રકારની પયપ્તિ વડે પર્યાપ્ત પયાતિવાળી થઈ. આ પ્રમાણે નિશે હે ગૌતમ! શ્રીદેવીને આ દિવ્ય દેવી સંબંધી ઋષિ મળી છે, પ્રાપ્ત થઈ છે, તેની સ્થિતિ એક પલ્યોપમની છે. હે ભગવાન ! શ્રીદેવીને ત્યાંથી ચવીને વાવતું ક્યાં જશે? હે ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ દિક્ષા લઈ સિદ્ધિપદને પામશે. એ જ પ્રમાણે નિશે હે જંબૂ ! પ્રથમ અધ્યયનનો નિક્ષેપ જાણવો. એ જ પ્રમાણે શેષ નવ અધ્યયનો કહેવાં. તેના નામ નામવાળા વિમાનો, સૌધર્મકલ્પમાં ઉત્પત્તિ, પૂર્વભવે નગર, ચૈત્ય, માતાપિતા વિગેરે તથા પોતાનાં નામ વિગેરે જાણવું. સર્વે શ્રીપાર્શ્વનાથની પાસે દીક્ષિત થઈ. તેઓ સર્વે પુષ્પચૂલા આયની શિષ્યાઓ થઈ. શરીરની શુશ્રુષા કરનારી થઈ. સર્વે આંતરા રહિત ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ. દીક્ષા લઈ સિદ્ધિપદને પામશે. અધ્યયન-૧થી ૧૦નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ 22 | પુચૂલિયાણંગુર્જરછાયાપૂર્ણ | ઉવંગ-૧૧ ગુર્જરછાયાપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14