Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02 Author(s): Jaykirtisuri Publisher: Bhadrankar Prakashan View full book textPage 9
________________ તે હેતુથી અમારા ઉપકારી પરમપૂજ્ય સુવિશાલગચ્છાપતિ આચાર્યભગવંત શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન અધ્યાત્મયોગી પંન્યાસપ્રવર શ્રીભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીના શિષ્યરત્ન હાલારના હીરલા પરમપૂજય આચાર્યભગવંત શ્રીમદ્વિજય કુંદકુંદસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પરમપૂજય પંન્યાસ શ્રીવજસેનવિજયજી મહારાજની શુભપ્રેરણાથી પરમપૂજ્ય વ્યાખ્યાનવાચસ્પતિ રામચંદ્રસૂરીશ્વરજી મહારાજના સામ્રાજયવર્તી તથા પ્રશાંતમૂર્તિ પ્રવર્તિની પૂજયસાધ્વીવર્યા શ્રીરોહિતાશ્રીજીમહારાજના શિષ્યરત્ના વિદુષી સાધ્વી શ્રીચંદનબાલાશ્રીજી મહારાજે દીપિકા ટીકાસહિત ઉત્તરાધ્યાયાઃ ભાગ ૧-૨ના નવીનસંસ્કરણનું સંપાદન કરેલ છે અને અમારી સંસ્થાને તેના પ્રકાશનનો લાભ આપેલ છે, તે બદલ અમારી સંસ્થા તેમનો ખૂબ ખૂબ આભાર માને છે. “દીપિકા'ટીકાસહિત ઉત્તરાધ્યાયાઃ ભાગ ૧-૨ના આ નવીનસંસ્કરણને પ્રકાશિત કરવા માટે પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના સામ્રાજ્યવર્તી પરમપૂજય હાલારના હીરલા આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય કુંદકુંદસૂરિ મહારાજના શિષ્યરત્ન વદ્ધમાનતપોનિધિ પરમપૂજય ગણિવર્યશ્રીનલભદ્રવિજયજીમહારાજે ડીસા જૈન શ્વેતાંબરમૂર્તિપૂજક સંઘને પ્રેરણા કરતાં ડીસા શ્રીસંઘતરફથી આ બંને ભાગના પ્રકાશનકાર્ય માટે સંઘના જ્ઞાનદ્રવ્યમાંથી સંપૂર્ણ લાભ લેવામાં આવ્યો છે, તે બદલ અમે પૂજય ગણિવર્યશ્રીનો તથા ડીસા શ્રીસંઘનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમે આ તકે વૃત્તિકાર પૂજ્ય આચાર્યભગવંતશ્રીનો, પૂર્વે આ “દીપિકા'વૃત્તિસહિત ઉત્તરાધ્યયન ગ્રંથ પ્રતાકારે પ્રકાશિત કરનાર પંડિત હીરાલાલ હંસરાજનો કોબા કૈલાસસાગર જ્ઞાનભંડારના ટ્રસ્ટીઓનો તથા નવીનસંસ્કરણના સંપાદિકા સાધ્વી ભગવંતશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અક્ષરમુદ્રાંકન કાર્ય માટે વિરતિગ્રાફિક્સના અખિલેશ મિશ્રાએ સુંદર કાર્ય કરી આપેલ છે અને પ્રીન્ટીંગના કામ માટે તેજસ પ્રીન્ટર્સના તેજસભાઈએ ખંતપૂર્વક સુંદર કાર્ય કરી આપેલ છે. તે બદલ અમે તેમનો આભાર માનીએ છીએ. પ્રાંતે આ ગ્રંથના વાંચન-મનન અને નિદિધ્યાસન દ્વારા આપણા આત્માને જાગૃત કરીને પરમપદને પામનારા બનીએ !! – પ્રકાશક Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 370