Book Title: Agam 31 Ganividya Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 16
________________ ૨૨૬ ગણિવિધાપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ ૩૧ ગાણિતિના પ્રકીર્ણક મૂળ-જૂનનાદ ૦ આ પયજ્ઞાની કોઈ વૃત્તિ, અવસૂરી આદિ અમે જોયેલ નથી, તેથી અહીં માત્ર મૂળસૂત્રનો અનુવાદ મૂકેલ છે. 0 કોઈ જ વૃત્તિ આદિ ન હોવાથી માત્ર સૂત્રકમ જ અહીં નોંધાશે, પરંતુ આ પન્નામાં બધી જ ગાથા જ હોવાથી અબે ગાથા-૧, ગાથા-૨, ગાથા-3 એ પ્રમાણેની નોંધ કરેલ છે. ૦ આ પયજ્ઞાની ૮૫ ગાથાનો ક્રમશઃ અનુવાદ આ રીતે – • ગાથા-૧ : પ્રવચન શાસ્ત્રમાં જે રીતે દેખાડેલ છે, એવું આ જિનભાષિત વચન છે, વિદ્વાનોએ પ્રશંસેલ છે, તેવી ઉત્તમ નવ બલ વિધિની બળાબળ વિધિ હું કહીશ • ગાથા-૨ - આ ઉત્તમ નવ બળ વિધિ આ પ્રમાણે – દિવસ, તિથિ, નક્ષત્ર, કરણ, ગ્રહદિન, મુહૂર્ત, શકુનબળ, લગ્નબળ, નિમિત્તબળ. • ગાથા-૩ : ઉભય પક્ષમાં દિવસે હોરા બળવાન છે, રાત્રે તે દુર્બળ છે, બલાબલ વિધિને રાત્રિમાં વિપરીત જાણવી. • ગાથા-૪ થી ૮ : એકમે લાભ નથી, બીજે વિપત્તિ છે, ત્રીજે અર્થ સિદ્ધિ, પાંચમે વિજય આગળ રહે છે, સાતમામાં ઘણાં ગુણ છે, તેમાં શંકા નથી. દશમીએ પ્રસ્થાન કરતાં માર્ગ નિકંટક બને છે. એકાદશીએ આરોગ્યમાં વિઘ્ન રહિતતા અને કલ્યાણને જાણવું. જે અમિત્ર થયા છે, તે તેરસ પછી વશ થાય છે. ચૌદશ, પૂનમ, આઠમ, નોમ, છઠ્ઠ, ચોથ, બારસ એ ઉભય પક્ષમાં વર્જવી. એકમ, પાંચમ, દશમ, પૂર્ણિમા, અગિયારસ આ દિવસે શિષ્ય દિક્ષા કરવી. • ગાથા-૯,૧૦ : તિથિઓ પાંચ છે – નંદા, ભદ્રા, વિજયા, તુચ્છા, પૂર્ણા. છ વખત એક મહિનામાં આ એક એક અનિયત વર્તે છે. નંદા, જયા, પૂર્ણ તિથિમાં શિષ્ય દીક્ષા કરવી, નંદા-ભદ્રામાં વ્રત, પૂર્ણામાં અનશન કરવું. • ગાથા-૧૧ થી ૧૩ - પુષ્ય, અશ્વિની, મૃગશિર્ષ, રેવતી, હસ્ત, ચિત્રા, અનુરાધા, જ્યેષ્ઠા અને મૂળ આ નવ નક્ષત્ર ગમન માટે સિદ્ધ છે. મૃગશિર્ષ, મઘા, મૂળ, વિશાખા, અનુરાધા, હસ્ત, ઉત્તરા, રેવતી, અશ્વિની

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20